________________
૧૫)
| શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ , જાણવો. કેમકે લોકને વિષે પણ જે પાત્રમાં વિઝા પડી હોય, તે પાત્ર અશુચિનો ત્યાગ કર્યા પછી પ્રક્ષાલિત કર્યું ન હોય (ધોયું ન હોય અથવા જે ભાજન ભક્તાદિ વડે પૂર્ણ હોય અને તેના ઉપર વિષ્ઠા પડી હોય તો તે ભાજન પૂર્વે ગ્રહણ કરેલા ભક્તાદિ અને વિષ્ઠાનો ત્યાગ કર્યા પછી ધોયું ન હોય અને ફરીથી તેમાં અશનાદિ નાખ્યું હોય તો તે ભોજય થતું જ નથી અને આધાકર્મ છે તે સંયમીઓને વિષ્ઠા જેવું છે. તેથી તેનો પાત્રમાંથી સર્વથા ત્યાગ કર્યા પછી પણ ત્રણ કલ્પ કર્યા વિના તે ભાજનમાં જે અશનાદિ નાખવામં આવે તે અભોજય છે એમ જાણવું. /૧૯૬ll
હવે પરિહરણને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ) આ સૂત્ર કહે છે : ___ मू.०- वंतुच्चारसरिच्छं, कम्मं सोउमवि कोविओ भीओ ॥
परिहरइ सावि य दुहा, वि हि अविहीए य परिहरणा ॥१९७॥ મૂલાર્થઃ વમન અને વિઝાની જેવું આધાકર્મ સાંભળીને પણ ભય પામીને પંડિત સાધુ તેનો ત્યાગ કરે છે. તે પરિહરણ પણ વિધિ અને અવિધિએ કરીને બે પ્રકારે છે ૧૯
ટીકાર્થઃ વમનની જેવું અને વિઝાની જેવું આધાકર્મ છે, એમ સાધુઓ પ્રત્યે કહેવાતું સાંભળીને પણ અહીં ‘પિ' શબ્દ સંભાવના અર્થમાં છે અર્થાત્ આ અવશ્ય સંભવે છે કે “ોવિ:' સંસારથી વિમુખ બુદ્ધિવાળો હોવાથી પંડિત એવો અને એજ કારણ માટે ‘ગીત:' આધાકર્મનો પરિભોગ કરવાથી સંસાર થાય છે એમ જાણી આધાકર્મથી ત્રાસ પામેલો તે સાધુ, આધાકર્મને ‘પરદતિ’ ગ્રહણ કરતો નથી. પરિહરણ બે પ્રકારે છે : વિધિવડે અને અવિધિવડે. અહીં મૂળ સૂત્રમાં પરિહરણ શબ્દનો સ્ત્રીલિંગે નિર્દેશ કર્યો છે, તે પ્રકૃતિને લઈને છે. કેમકે પ્રાકૃતને વિષે લિંગનો ફેરફાર થઈ શકે છે I૧૯૭ી. તેમાં (પ્રથમ) અવિધિવડે પરિહરણને કહેવાની ઇચ્છાથી ત્રણ ગાથા વડે કથાવકને કહે છે : मू.०- सालीओअणहत्थं, दुटुं भणई अकोविओ देंतिं ॥
कत्तो चत्ति साली, वेणि जाणइ पुच्छ तं गंतुं ॥१९८॥ गंतूण आवणं सो, वाणियगं पुच्छइ कओ साली ? पच्चंते मगहाए, गोब्बरगामो तहिं वयइ ॥१९९॥ कम्मासंकाए पहं, मोत्तुं कंटाहिसावया अदिसि ॥
छायंपि विवज्जयंतो, डज्फइ उण्हेण मुच्छाई ॥२००॥ મૂલાર્થ: શાલિના ઓદાન જેના હાથમાં છે એવી દેતી સ્ત્રીને જોઈને કોઈક ભદ્રિક સાધુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org