________________
૧૫૪)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
મસાલા વડે સંસ્કાર કરી પકાવ્યું. પછી ભોજન કરવા બેઠેલા પતિ અને જેઠને તે પીરસ્યું. હવે જ્યારે તેણી તે માંસના કકડા ગ્રહણ કરતી હતી ત્યારે તેણીની મરી ગયેલી સપત્નીના પુત્ર ગુણમિત્રે કે - જે ઉગ્રતેજાથી ઉત્પન્ન થયો હતો તેણે તે દેખ્યું હતું, પરંતુ તે વખતે ભયથી તે કાંઈપણ બોલી શક્યો નહતો, ત્યારપછી ભોજનકાળે તે બન્ને પિતા અને કાકાના હાથ ઝાલી તેણે ખાતા અટકાવ્યા કે, કાર્પેટિકના અતિસાર સંબંધી આ માંસના કકડા છે, તેથી તમે એને ભક્ષણ ન કરો. ત્યારે ઉગ્રતેજાએ તેણીની અતિ નિર્ભર્ત્યના (તાડના-ગર્જના) કરી, અને માંસનો ત્યાગ કર્યો. હવે બીજી ગાથાના શબ્દની યોજના-શબ્દાર્થ તો આ પ્રમાણે છે - કેટલાક આચાર્ય કહે છે કે- “થિજે પથિકે એટલે મુસાફરે ‘દ્ગાળે’ અતિસાર વ્યાધિ ઉત્પન્ન થવાથી માંસની પેશી કાઢી, ત્યારે તે માંસપેશી ગ્રહણ કરીને તેને ‘સંમૃત્ય’ હવેજ-મસાલા વડે સંસ્કાર કરીને પીરસ્યું ત્યારે પુત્રે તે પિતા અને કાકાને તેમનો હાથ પકડીને ભોજન કરતા અટકાવ્યા. તેથી કરીને જેમ નિષ્ઠાગત માંસ વિવેકીને ભોજ્ય નથી, તેમ સાધુને આધાકર્મ પણ ભોજ્ય નથી. II૧૯૩
વળી :
मू.०- अविलाकरहीखीरं, ल्हसण पलंडू सुरा य गोमंसं ॥
वेयसमए वि अमयं, किंचि अभोज्जं अपिज्जं च ॥१९४॥
મૂલાર્થ : ઘેટી અને ઊંટડીનું દૂધ, લસણ, પલાંડુ, મદિરા અને ગોમાંસ વેદમાં તથા બીજા શાસ્ત્રોમાં અભોજ્ય અને અપેય કહ્યા છે, તેમ અહીં પણ કાંઈક અભોજ્ય અને અપેય માનેલા છે
||૧૯૪||
ટીકાર્થ : ‘અવિતા' ઊરણી એટલે ઘેટી અને ‘મી' ઊંટડી, તેમનું દૂધ, તથા લસણ, પલડુડુંગળી, મદિરા અને ગોમાંસ વેદમાં અને યથાયોગ ‘સમયેષુ’ અધર્મીએ રચેલા શેષ શાસ્ત્રોમાં ‘મમત’ ખાવા પીવામાં માનેલા નથી, તે જ પ્રમાણે જિનશાસનને વિષે પણ કાંઇક આધાકર્મિકાદિક અભોજ્ય અને અપેય કહ્યા છે એમ જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પ્રથમ અહીં ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે અસંયમનું વમન કરવાથી સાધુએ આધાકર્મ પણ વસ્યું છે, અથવા (તેને) વિષ્ઠાની જેમ ત્યાગ કર્યું છે. તેથી વિવેકી મનુષ્યને વમેલું કે - વિષ્ઠા ખાવાનું ઉચિત નથી. આ પ્રમાણે યુક્તિથી આધાકર્મને અભોજ્ય કહ્યું. અથવા યુક્તિ ન હો-બાજુએ હો-કેવળ વચનના પ્રમાણપણાથી અભોજ્ય જાણવું. તેમજ વળી મિથ્યાદષ્ટિઓ પણ વેદને વિષે તેમજ તેને લગતા અન્ય શાસ્ત્રોમાં ગોમાંસ વગેરે અને ઉંટડીનું દૂધ વગેરે જે અભોજ્ય કહ્યું છે તે વચનનું પ્રમાણપણું અંગીકાર કરતા થકા (તે તે વચનોને) તથાપ્રકારે માને છે. તેથી કરીને જો મિથ્યાર્દષ્ટિઓ સ્વશાસ્ત્રનું પ્રમાણપણું સ્વીકારવાથી તથાપ્રકારે અંગીકાર કરે છે. તો પછી સર્વજ્ઞ ભગવાનને વિષે દૃઢ વિશ્વાસનું અવલંબન ધારણ કરનારા સાધુઓએ વિશેષે કરીને ભગવંતપ્રણીત વચનમાં કહેવાતા આધાકર્માદિક અભોજ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org