________________
| આધાકર્માના અભોજ્યત્વ વિષે ઉગ્રતેજાની કથા |
(૧૫૩ મૂલાર્થઃ બીલાડો જેણીનું માંસ ખાઈ ગયો છે, એવી માંસભક્ષકની સ્ત્રીએ કૂતરાનું વમેલું માંસ વર્ણાદિક વડે અન્ય (સારા માંસ) જેવું ઉત્પન્ન કર્યું, તોપણ શું તે ખાવા લાયક થાય? ન જ થાય. (૧૯૨) અથવા કોઈ કહે છે કે – કોઈ પથિકે અતિસારના વ્યાધિથી માંસની પેશી ઠલ્લામાં કાઢી. તેને મસાલાવડે સારું રાંધીને પીરસ્યું. તે વખતે તેના પુત્રે તેમનો હાથ ઝાલી નિષેધ કર્યો ૧૯૩
ટીકાર્થઃ વક્રપુર નામે નગર છે. તેમાં ઉગ્રતેજા નામનો પદાતિ (સીપાઈ) રહે છે. તેને રૂકિમણી નામની ભાર્યા છે. એકદા ઉગ્રતેજાનો સોદાસ નામનો મોટો ભાઈ પાસેના નગરમાંથી તેને ત્યાં પરોણા તરીકે આવ્યો. ત્યારે ઉગ્રતેજાએ ભોજનને માટે કોઈ ઠેકાણેથી માંસ ખરીદ કરીને રૂકિમણીને આપ્યું. તે રૂકિમણી ઘરના કામકાજમાં ગૂંચવાયેલી હતી. તેવામાં તે માંસ બીલાડો ખાઈ ગયો. એટલામાં સોદાસ અને ઉગ્રતેજાને ભોજન કરવા માટે આવવાનો સમય થયો. તેથી તે રુકિમણી વ્યાકુળ થઈ. તેવામાં કોઈ ઠેકાણે કોઈ મરેલા કાપેટિક (જોગી)નું માંસ કોઈ કૂતરાએ ભક્ષણ કરી તેણીના ઘરના આંગણામાં તે રૂકિમણીના દેખતાં જ કોઈ પણ પ્રકારે વાયુના ક્ષોભ વગેરેના વશથી તે માંસનું વમન કર્યું. તે વખતે વિચારવા લાગી કે - “જો કોઈ પણ દુકાનેથી બીજું માંસ ખરીદ કરીને લાવીશ તો ઘણું અસૂર (મો) થશે, અને પતિ તથા જેઠની ભોજનવેળા સમીપે જ આવી છે. તેથી આ જ માંસને સારી રીતે જળથી ધોઈને મસાલો વગેરે નાંખીને રાંધું.” એમ વિચારીને તેણીએ તે જ પ્રમાણે કર્યું. એટલામાં સોદાન અને ઉગ્રતેજાએ તેના ગંધવિશેષથી જાણ્યું કે “આ તો વમન કરેલું છે” પછી તેણે આક્ષેપ સહિત ભૂકુટિ ચડાવીને રૂકિમણીને પૂછ્યું. ત્યારે આટોપ સહિતની ભૂકુટિ ચડાવેલી જોઈને ભય પામેલી અને તેથી કરીને વાયુથી હલાવેલા વૃક્ષની શાખાની જેમ કંપતા શરીરવાળી થયેલી એવી તેણીએ સત્ય હકીકત કહી દીધી. ત્યારપછી તે માંસનો ત્યાગ કરી આક્ષેપ સહિત તેણીને ઠપકો આપી ફરીથી બીજું માંસ લાવીને તેની પાસે રંધાવ્યું, તે ખાધું. અહીં પ્રથમ ગાાના અક્ષર-શબ્દની યોજના આ પ્રમાણે છે : બીલાડાએ ખાધેલું એટલે ભક્ષણ કરેલું છે માંસ જેણીનું, તે “માર્ગારવાતિમાંસા' બીલાડાએ ખાધેલ માંસવાળી કહેવાય છે, એવી તે માંસભક્ષી ઉગ્રતેજાની સ્ત્રી-ભાર્યાએ બીજું માંસ નહિ પામવાથી કૂતરનું વમેલું મડદાનું માંસ ગ્રહણ કર્યું, અને તેને હવેજ-મસાલાના સંસ્કારથી વર્ણાદિક વડે (કૂતરાના વમેલાને બદલે) જાણે બીજું જ (કોઈ સારું) માંસ હોય તેવું બનાવ્યું હોવા છતાં પણ શું તે ખાવાલાયક થાય? ન જ થાય. એ ભાવાર્થ છે. એ પ્રમાણે આધાકર્મ પણ સાધુઓને અભોજ્ય છે. ખાવા લાયક નથી (૧૯૨). વળી કોઈક આચાર્યો આ જ કથાનકમાં આ પ્રમાણે કહે છે કે - તે રૂકિમણીને ઘેર અતિસારના વ્યાધિથી પીડા પામેલા કોઈક દુગ્ગભ નામના કાપેટિકે કાંઈક એકાંત સ્થાન માગ્યું. તે અતિસારના વ્યાધિથી માંસના કકડા ઠલ્લામાં કાઢે છે. તે વખતે સોદાસ પરોણા તરીકે આવ્યો ત્યારે તેણીના ભર્તાએ આણેલ માંસ બીલાડો ભક્ષણ કરી ગયો, તે વખતે ભોજનની વેળા સમીપે આવી છે' એમ જાણીને ભયભીત થયેલી રૂકિમણીએ અન્ય માંસ ન પામવાથી અતિસારમાં મૂકેલા તે જ માંસના કકડા ગ્રહણ કરી, જળ વડે ધોઈ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org