________________
૧પર)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ . ટીકાર્થ ? જે પ્રકારે સાધુઓને આધાકર્મ ૧, તેનાથી (આધાકર્મથી) સ્પર્શ કરાયેલું ૨, અથવા ત્રણ વાર ધોયા વિનાના પાત્રમાં રહેલું ૩ અભોજ્ય થાય છે, તે પ્રકારે કહેવું. તથા અવિધિનો ત્યાગ કરવામાં ગમન વગેરે કાયકલેશદિક લક્ષણવાળા દોષો કહેવા અને વિધિનો ત્યાગ કરવો તે કર્તવ્ય બની જતું હોય ત્યારે જે પ્રકારે દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને વિષે પૃચ્છા કરવી અને ‘વશબ્દ છે તેથી તે પ્રકારે પૃચ્છા ન કરવી તે પ્રકારે કહેવાનું છે ૪, આ પ્રકારે યત્ન કરવાથી ઘણા ભાગે છલનાનો સંભવ નથી. વળી કદાચ જો એ પ્રમાણે યતના-જયણા કરવા છતાં પણ અશુદ્ધ ભોજનાદિકનું ગ્રહણ થઈ જવારૂપ છલના થઈ જાય તો તેને વિષે આ બે દાંતો કહેવાય - કહેવા લાયક છે. અહીં (ગાથામાં) ‘સપોળે' એ પદ વડે પૂર્વની ગાથામાંથી ત્રણ વાર લીધા છે, “જમણા પુછી વ્યgrટ્રેસમાવે ચ' આ પદો વડે પરિહાર (ત્યાગ)નો કહેવા લાયક એવો વિશેષ પ્રકાર કહ્યો છે, અને ઉત્તરની અર્ધી ગાથા વડે “દિયમવોત્ત' (ગ્રહણ કરેલું નિર્દોષ છે) એ વાક્યનો વિશેષ કહ્યો છે. ૧૯વા હવે આધાકર્મના અકથ્યપણાના લક્ષણવાળા પહેલા દ્વારની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે: मू.०- जह वंतं तु अभोज्जं, भत्तं जड़ वि य ससक्कयं आसि ॥
एवमसंजमवमणे, अणेसणिज्जं अभोज्जं तु ॥१९१॥ મૂલાર્થ: જો કે ભક્ત-અશન સારી રીતે સંસ્કાર કરેલું હતું તો પણ તે વમન કરેલું જેમ અભોજ્ય છે, તેમ અસંયમનું વમન કરે સતે અષણીય ભક્ત અભોજય છે ll૧૯૧
ટીકાર્થઃ અહીં જો કે – વમન કર્યા પહેલાં પરું ઓદનાદિક (ભાત વગેરે) “સુસંસ્કૃત' સારા પદાર્થોના સંબંધથી ઉપસ્કાર કરેલ (રાંધેલ) હતા, તોપણ જેમ તે વમન થઈ જવા પામ્યા હોય તો અભોજય થાય છે, એ જ પ્રમાણે અસંયમનું વમન કરે સતે સાધુને પણ અષણીય ભક્ત અભોય જ છે. અહીં ‘તુ' શબ્દનો અર્થ ‘વ’ કાર-નિશ્ચય અર્થે કરવો. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - (સાધુએ) સંયમ અંગીકાર કરતી વખતે પ્રથમ અસંયમનું વમન કર્યું છે, અને જે આધાકર્મ છે, તે અસંયમરૂપ છે, કેમકે તે ષટ્કાયના ઉપમદન વડે બન્યું છે. વળી વિવેકીજનોને વસેલું ખાવું ઉચિત નથી, તેથી સાધુને અનેષણીય પદાર્થ અભોજ્ય જ છે ૧૯૧ ફરીથી પણ આધાકર્મનું અભોજયપણું બીજા દષ્ટાંત વડે દઢ કરતા સતા બે ગાથાને કહે છે : मू.०- मज्जारखइयमंसा, मंसासित्थि कणिमं सुणयवंतं ॥
वन्नाइ अनउप्पा-इयं पि किं तं भवे भोज्जं? ॥१९२॥ केई भणंति पहिए, उठाणे मंसपेसि वोसिरणं ॥ संभारिय परिवेसण, वारेइ सुओ करे घेत्तुं ॥१९३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org