________________
૧૫૦)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
मू.० - वड्डे तप्पसंगं, गेही अ परस्स अप्पणो चेव ॥ सजियं पि भिन्नदाढो, न मुयइ निद्र्धसो पच्छा ॥ १८७॥
મૂલાર્થ : તે સાધુ બીજાના અને પોતાના તે પ્રસંગને વધારે છે, અને તેથી ગૃદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યારપછી ભિન્ન દાઢાવાળો તે દયારહિત થઈને સચેતનને પણ મૂકતો નથી. ૧૮૭ા
ટીકાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ બીજાના ‘ભેળ વમાં’ (એકે કરેલું અકાર્ય) ઇત્યાદિ પૂર્વે કહેલી નીતિ વડે ‘તત્પ્રસં’ આધાકર્મને ગ્રહણ કરવાના પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. તથા પોતાના પણ તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. તે આ પ્રમાણે ઃ જો એક વાર પણ આધાકર્મને ગ્રહણ કરે તો તેમાં રહેલા મનોજ્ઞ રસના સ્વાદના લંપટપણાથી ફરીથી પણ તેને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. તેથી કરીને એ પ્રમાણે એક વાર પણ આધાકર્મને ગ્રહણ કરતો સાધુ બીજાના અને પોતાના તે પ્રસંગને વૃદ્ધિ પમાડે છે. વળી તે પ્રસંગની વૃદ્ધિ થવાથી કેટલેક કાળે બીજાની અને પોતાની ‘વૃદ્ધિઃ’ અત્યંત આસક્તિ ઊભી થાય છે. ત્યાર પછી વિશેષ અને વિશેષતર એવા મનોજ્ઞ રસના સ્વાદ વડે જેની દાઢા ભેદાયેલી છે એવો તે ‘નિધંધસ:' સર્વથા દયાની વાસના રહિત થઈને પછી પોતે અથવા બીજો ‘સનીવરિ’ સચેતનને પણ એટલે કેરી વગેરે ફળોને પણ મૂકતો નથી, અને તેને નહિ મૂકવાથી દૂર અતિદૂર જતો એવો તે સર્વથા જિનવચનના પરિણામ રહિત થઈને મિથ્યાત્વને પણ પામે છે.
1192011
હવે વિરાધના નામના ચોથા દોષને ભાવે છે :
मू.०- खद्धे निद्धे य रुया, सुत्ते हाणी तिगिच्छणे काया ॥ પડિયાળ વિજ્ઞાળી, વ્હારૂં વિત્તેમં વિનિસ્યંતો ૮૮!!
મૂલાર્થ : આધાકર્મ, ઘણું અને સ્નિગ્ધ ખાવાથી રોગ થાય, તેથી સૂત્ર અને અર્થની હાનિ થાય, દવા કરાવવાથી કાયાવધ થાય, પ્રતિચારક-વૈયાવચ્ચ કરનાર સાધુને પણ સૂત્રાર્થની હાનિ થાય તથા ફ્લેશ પામતો એવો પોતે બીજાને ક્લેશ પમાડે છે ।।૧૮૮
ટીકાર્થ : ઘણું કરીને આધાકર્મ અતિથિના જ ગૌરવથી કરાય છે, તેથી તે સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ હોય છે. અને તે આધાકર્મ ‘વૃદ્ધે' - ઘણું ‘સિન્ધ' બહુ ઘીવાળું ભક્ષણ કરવાથી ‘રૂા’ - જવર, વિશુચિકા વગેરે રોગ ઉત્પન્ન થાય છે. આ આત્મવિરાધના કહેવાય. ત્યારપછી રોગથી પીડાયેલા એવા તે સાધુને ‘સૂત્રે’ અહીં સૂત્રશબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે તેથી સૂત્ર અને અર્થની હાનિ થવા પામે છે, તથા જો ચિકિત્સા (દવા) ન કરાવે તો ચિરકાળ સુધી સંયમનાં યથાયોગ્ય પાલનનો નાથ થવા પામે છે, હવે જો (ચિકિત્સા) કરાવે તો ચિકિત્સા કરાવતાં ‘વાયાઃ' તેજસ્કાયાદિકનો વિનાશ થવા પામે છે, અને તેમ થવાથી સંયમની વિરાધના થાય. તથા ‘પ્રતિવારામપિ' યથાયોગ્ય પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org