________________
મિથ્યાત્વ દોષકથન છે.
(૧૪૯
ટીકાર્ય : આ જગતમાં પ્રાયઃ કરીને સર્વે પ્રાણીઓ કર્મના ભારેપણાએ કરીને પ્રત્યક્ષ સુખના અભિલાષી હોય છે, પણ દીર્ધસુખને જોનારા હોતા નથી. તેથી એક પણ સાધુ જ્યારે આધાકર્મનો પરિભોગ વગેરે અકાર્યને સેવે છે, ત્યારે તેના પરના વિશ્વાસને લીધે તત્ત્વને જાણનાર તે સાધુએ પણ આધાકર્મનું સેવન કર્યું, તો પછી અમે પણ કેમ ન સેવીએ? એ પ્રમાણે તેનું આલંબન લઈને બીજો સાધુ પણ સેવે છે, એ પ્રમાણે શાતાને જ ઇચ્છવાના સ્વભાવવાળા એવા બહુ પ્રાણીઓની પરંપરા ચાલવા વડે કરીને સંયમ અને તપને સર્વથા વિચ્છેદ થાય છે, અને તેનો વિચ્છેદ થવાથી તીર્થનો વિચ્છેદ થાય છે. વળી જે ભગવાનનાં તીર્થનો વિચ્છેદ કરનાર બને તે મોટી આશાતનાનો ભાગી થાય છે. એમ જાણીને અનવસ્થારૂપદોષના ભયથી (સાધુએ) કદાપિ આધાકર્મ સેવવું નહિ ૧૮પા હવે મિથ્યાત્વ નામના ત્રીજા દોષને ભાવે છે मू.०- जो जहवायं न कुणइ, मिच्छद्दिट्टी तओ हु को अन्नो ?॥
वढ्ढेइ य मिच्छत्तं, परस्स संकं जणेमाणो ॥१८६॥ મૂલાર્થ જે આગમમાં કહ્યા પ્રમાણે કરતો ન હોય તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કયો હોય? કેમકે - તે બીજાને શંકા ઉત્પન્ન કરતો સતો મિથ્યાત્વની વૃદ્ધિ પમાડે છે ૧૮૬
ટીકાર્થ : અહીં જે દેશ, કાળ અને સંવનનને અનુસરીને યથાશક્તિ બરાબર અનુષ્ઠાનક્રિયા કરવી તે સમ્યકત્વ કહેવાય છે. તે વિશે આચારાંગસૂત્રમાં કહ્યું છે કે – “વું મો તિ પાસાં તું સમ્મ તિ પામહીં, વં સમ્મતિ પાસદા તે મોળ તિ પાસદી' જે મૌન છે એમ તમે જુઓ તે જ સમ્યક્ત્વ છે એમ જુઓ. અને જે સમ્યકત્વ છે એમ જુઓ તે જ મૌન છે એમ જુઓ (જાણો). તેથી જે દેશ, કાળ અને સંવનનને અનુસરીને શક્તિ ગોપવ્યા વિના જેમ આગમમાં કહ્યું છે તેમ કરતો ન હોય, તેનાથી બીજો મિથ્યાષ્ટિ કયો હોય? કોઈ જ નથી, પરંતુ તે જ મિથ્યાદષ્ટિઓમાં અગ્રેસર છે. કેમકે-તેનું મહામિથ્યાષ્ટિપણું છે. તેનું મિથ્યાદૃષ્ટિપણુ શી રીતે ? તે કહે છે : “વર ય' ઇત્યાદિ, અહીં ‘વ’ શબ્દ હેતુના અર્થમાં છે. કારણ કે - તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરતો તો બીજાની શંકાને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે : “જો સિદ્ધાંતને વિષે જે કહેલું છે તે જ તત્ત્વ હોય તો આ સાધુ તત્ત્વને જાણતો હોવા છતાં તે પ્રમાણે કેમ કરતો નથી? તેથી પ્રવચનમાં કહેલું એ અસત્ય છે.” એ પ્રમાણે બીજાની શંકાને ઉત્પન્ન કરતો સતો પરંપરા વડે મિથ્યાત્વને વધારે છે, અને તેમ થવાથી પ્રવચનનો વિચ્છેદ થાય. બીજા મિથ્યાષ્ટિઓ તો આ પ્રમાણે પ્રવચનની મલિનતાને ઉત્પન્ન કરી (એ રીતે) પરંપરાએ કરીને વિચ્છેદ પમાડવાને સમર્થ હોતા નથી. તેથી બીજા મિથ્યાષ્ટિની અપેક્ષાએ તે સાધુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નહિ કરવાથી મહામિથ્યાદષ્ટિ છે. ૧૮૬ll
વળી બીજું એ કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org