________________
૧૪૬)
છે. શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | મૂલાર્થ: દાન દેવા માટે કોઈ નવો શ્રાવક સાધુને મનમાં ધારણ કરીને અચિત્ત બનાવેલા શાલિઓદન, ઘી, ગોળ, દહીં તથા નવા ઉત્પન્ન થયેલાં વલ્લીનાં ફળોને માટે સાધુને નિમંત્રણ કરે ||૧૮Oા.
ટીકાર્થ સાધુઓને મનમાં ધારણ કરીને પકાયના ઉપમદન વડે તૈયાર કરેલા (અચિત્ત કરેલા) નિપુ' શાલિનો ભાત તથા ઘી, ગોળ, ગોરસ (દૂધ-દહીં) તથા નવા-અપૂર્વ ઉત્પન્ન થયેલાં વલ્લીનાં સાધુને નિમિત્તે અચિત્ત કરેલાં ફળો સંબંધમાં “રા' દાન કરવાને કોઈ નવો - આચારથી અજાણ શ્રાવક સાધુને નિમંત્રણ કરે કે – હે પૂજ્ય ! આપ અમારે ઘેર શાલિદાનાદિકને ગ્રહણ કરો ૧૮૦ણી તે પછીથી :मू.०- आहारकम्मग्गहणे, अइक्कमाईसु वट्टए चउसु ॥
नेउरहारिगहत्थी, चउतिगदुगएगचलणेणं ॥१८१॥ મૂલાર્થઃ આધાકર્મને ગ્રહણ કર્યું સતે તે સાધુ અતિક્રમાદિક ચારેય દોષને વિષે વર્તે છે. અને જેમ નૂપુરપંડિતાનો હાથી એક, બે, ત્રણ અને ચાર પગ આકાશમાં રાખવાખી પાછા ફરવામાં મુશ્કેલીથી શક્તિમાન થયો, તેમ અહીં પણ જાણવું. ૧૮૧
ટીકાર્થ: આધાકર્મ ગ્રહણ કર્યું તે તે સાધુ અતિક્રમાદિ ચારે દોષને વિષે વર્તે છે, અને તે સાધુ જેમજેમ ઉત્તર ઉત્તરદોષને વિષે વર્તે છે, તેમ તેમ તે દોષથી ઉત્પન્ન થયેલા પાપથી પોતાના આત્માને પાછો ફેરવવામાં મોટા કષ્ટ વડે સમર્થ થાય છે. અહીં દષ્ટાંતને કહે છે: “વર' ઇત્યાદિ. અહીં નૂપુરપંડિતાની કથા અતિપ્રસિદ્ધ હોવાથી તથા ઘણી મોટી હોવાથી લખતા નથી. પરંતુ ધર્મોપદેશમાલાની ટીકા વગેરેથી જાણી લેવી. તેમાં ‘નૂપુર' એટલે મંજીર-જાંજરિયું તેનો “હાર' એટલે સસરાએ કરેલું હરણ, તે વડે જે પ્રસિદ્ધ છે, તે નૂપુરહારિકા કહેવાય છે. આગમમાં અને અન્યત્ર નૂપુરસંહિતા નામે પ્રસિદ્ધ છે. તે નૂપુરપંડિતાના કથાનકમાં જે હાથી રાજાની રાણીને સંચાર કરતો (પીઠ પર ઉપાડતો) પ્રસિદ્ધ છે, તે નૂપુરહારિકા હસ્તી કહીએ. તે હાથી જેમ વતિ લુણવત્તળને તિ' અહીં પશ્ચાનુપૂર્વી વડે યોજના કરવી. તેથી એક, બે, ત્રણ અને ચાર પગ કે - જે આકાશમાં રહેલા તે વડે મોટા અને અતિ મોટા કષ્ટથી પોતાના શરીરને પાછું ફેરવવામાં શક્તિમાન થયો, તે જ પ્રમાણે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ પણ જાણવો. આનો ભાવાર્થ એ છે કે – નૂપુરહારિકાના કથાનકમાં રાજાએ પોતાની રાણી અને માવત સહિત હાથીને છિન્નતંકે - ટાંકણાથી છેદીને સીધા બનાવેલા પર્વત ઉપર ચડાવ્યો. ત્યાંથી પણ માવતે (તે હસ્તીને) છિન્નતંક પર્વતના શીખરની ટોચ ઉપર વ્યવસ્થિત રીતે ઊભો કરીને તેના આગળના (બેમાંથી) કોઈ એક પગને આકાશમાં અધર રખાવ્યો. તે વખતે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org