________________
|| “વરો' દ્વાર છટ્ટાની વ્યાખ્યા છે
(૧૪૫ એટલે સાધ્વીઓ, તેમને માટે જે કરેલું હોય તે સાધુઓને આધાકર્મ જાણવું. તથા સાળ વગેરે સચિત્ત વસ્તુને સાધુ માટે (ખાંડવા આદિ વડે કરીને) પ્રાસુક કરી હોય એટલે અચિત્ત કરી હોય, અને તંડુલ વગેરે જે સ્વયં અચિત્ત હોય તેને ભાતપણે રાંધ્યા-બનાવ્યા હોય તે નિષ્ઠિત કહેવાય છે. અને બાકીનું એકગુણ દ્વિગુણ ખાંડેલા તંડુલાદિક સર્વ કૃત કહેવાય છે (૧૭૭). અહીં કૃત અને નિષ્ઠિતને આશ્રયીને તે સાધુને અર્થે કૃત અને નિષ્ઠિત હોય (૧), તથા અન્યને અર્થે કૃત હોય અને સાધુને અર્થે નિષ્ઠિત હોય (૩) એવા ભક્તાદિને વિષે ચાર ભંગ થાય છે. અહીં (મૂળમાં) પહેલો અને ત્રીજો ભંગ સાક્ષાત્ દેખાડ્યા છે. પણ બીજા અને ચોથો ભંગ ઉપરથી જાણી લેવા. તે આ પ્રમાણે : “તે (સાધુ)ને માટે કૃત અને અન્ય (ગૃહસ્થ) ને માટે નિષ્ઠિત (૨), તથા અન્યને માટે કૃત અને અન્યને માટે નિષ્ઠિત (૪), તેમાં મૂળ સૂત્રમાં ગ્રહણ કરેલા બે (૧-૩) ભંગના “વરમ' એટલે નહિ કહેલા પાછળના બે ભંગ, એટલે કે બીજા અને ચોથો ભંગ. કેમકે – પહેલા ભંગની પાશ્ચાત્ય - પછીનો ભંગ બીજો હોય છે અને ત્રીજા ભંગની પાશ્ચાત્ય પછીનો ભંગ ચોથો હોય છે. તેથી કરીને સૂત્રમાં ગ્રહણ કરેલા પહેલા અને ત્રીજા ભંગની અપેક્ષો ચરમ (પાશ્ચાત્ય) ભંગ બીજા અને ચોથો એ બે પ્રાપ્ત થાય છે. આ ચરમછેલ્લા બે ભંગને (૨-૪) વિષે અશનાદિક કથ્ય હોય છે. જો કે - આ હકીકત પહેલાં જ કહી છે, તોપણ વિસ્મૃતિના સ્વભાવવાળા સાધુઓના સ્મરણને માટે ફરીને કહ્યું છે. તેથી કાંઈ દોષ નથી. // ૧૭૮
આ પ્રમાણે પરપક્ષ અને સ્વપક્ષરૂપ બે દ્વાર કહ્યા. હવે ૯૪મી ગાથામાં ‘વડો’ (ચાર) એ પદ આપ્યું છે, તેની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે :
मू.०- चउरो अइक्कम वइक्कमा य अइयार तह अणायारो ॥
निद्दरिसणं चउण्हवि, आहाकम्मे निमंतणया ॥१७९॥ મૂલાર્થ આધાકર્મને વિષે નિમંત્રણ કરવાથી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચારે દોષ લાગે છે. તે ચારેનું દષ્ટાંત કહીશું. ll૧૭થી
ટીકાર્થઃ આધાકર્મના વિષયમાં કોઈ નવા શ્રાવકે નિમંત્રણ કર્યો સતે ચાર દોષ સંભવે છે. તે આ પ્રમાણે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર આ ચારેય દોષોનું સૂત્રકાર પોતે જ વ્યાખ્યાન કરશે અને તે ચારેય દોષોનું નિર્શત' દષ્ટાંત ભાવવું જોઈએ, એટલે તે દષ્ટાંતને પણ કહેશે // ૧૭. તેમાં પ્રથમ આધાકર્મના નિયંત્રણની ભાવના કરે છે : मू.०- सालीघयगुलगोरस, नवेसु वल्लीफलेसु जाएसुं ॥
दाणे अहिगमसड्ढे आहाय कए निमंतेइ ॥१८०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org