________________
૧૪૪)
I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હવે છાયાના નિર્દોષપણાની સમાપ્તિને તથા બીજા અગીતાર્થ ધાર્મિકને કાંઈક આશ્વાસન કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે :
मू.०- तम्हा न एस दोसो, संभवई कम्मलक्खणविहूणो ॥
तं पि य हु अइघिणिल्ला, वज्जेमाणा अदोसिल्ला ॥१७६॥ મૂલાર્થ ? તેથી કરીને આધાકર્મના લક્ષણથી રહિત હોવાથી તે આ દોષ સંભવતો જ નથી. તોપણ અતિદયાળુ (સાધુઓ) તે છાયાને વર્ષે તો પણ તેઓ દોષરહિત જ છે. II૧૭૬
ટીકાર્થ જેથી કરીને ફળ પણ બીજા ભંગને વિશે કલ્પ છે તથા સૂર્યના હેતુવાળી છાયા ઇત્યાદિ કહ્યું છે, તેથી કરીને આધાકર્મી છાયા એમ કહીને જે દોષ કહેવાય છે, તે દોષ જ સંભવતો નથી. કેમ ? તે કહે છે : “જર્મનક્ષણવિહીન: તિ અહીં હેતુમાં પ્રથમ વિભક્તિ લખી છે. કર્મ એટલે આધાકર્મ જાણવું. તેથી આવો અર્થ કરવો. જે કારણ માટે આધાકર્મના લક્ષણથી રહિત આ દોષ છે, તથા કર્તાએ (વાવનારે) વૃક્ષની જેમ છાયાને વૃદ્ધિ પમાડી નથી, ઇત્યાદિ કહ્યું છે, તે કારણથી આ દોષ સંભવતો નથી. અથવા તો ‘તમપિ' આધાકર્મી વૃક્ષની છાયાને પણ હું નિશ્ચયે ‘તિકૃપાવંતઃ' અતિ દયાળ (સાધુઓ) વજર્તા હોય તો તેઓ દોષરહિત છે. I/૧૭ી.
આ પ્રમણેઆનુષંગિક (પ્રાસંગિક) કહ્યું. તે કહેવાથી ‘સાહમ્પિય નામ' ઇત્યાદિક મૂલ દ્વારગાથા (૯૪)માં ‘વિવિ' એ પદની વ્યાખ્યા કરી. હવે ‘પરંપો (મઉં) ય સપો (વ) એ બે દ્વારની વ્યાખ્યા કરતા સતા પ્રસંગને લીધે નિષ્ઠિત અને કૃતનું સ્વરૂપ અને તે બન્નેથી ઉત્પન્ન થયેલા ચાર ભંગને કહે છે : मू.०- परपक्खो उ गिहत्था, समणो समणीउ होइ उ सपक्खो ॥
फासुकडं रद्धं वा, निट्ठियमियरं कडं सव्वं ॥१७७॥ तस्स कडनिट्ठियम्मी, अन्नस्स कडम्मि निट्ठिए तस्स ॥
चउभंगो इत्थ भवे, चरमदुगे होइ कप्पं तु ॥१७८॥ મૂલાર્થ: પરપક્ષીઓ ગૃહસ્થ છે અને સ્વપક્ષ સાધુ તથા સાધ્વીઓ છે. પ્રાસુક કર્યું અથવા રાંધ્યું. તે નિષ્ઠિત કહેવાય છે. અને બાકીનું સર્વ કૃત કહેવાય છે (૧૭૭). તે (સાધુ) ને માટે કૃત અને નિષ્ઠિત (૧) તથા અન્ય (ગૃહસ્થી) ને માટે કૃત અને તે (સાધુ) ને માટે નિતિ (૩). (ત ન કલ્પ) અહીં ચાર ભંગ થાય છે. તેમાં (આ ૧ અને ૩ કલ્પતા નથી) પાછલા બે ભંગ (૨-૪) કલ્પે છે. (૧૭૮)
ટીકાર્થ : અહીં પરપક્ષ એટલે ગૃહસ્થ અર્થાત્ શ્રાવક વગેરે તેમને માટે જે કરેલું હોય તે સાધુઓને આધાકર્મ થતું નથી. તથા “સ્વપક્ષ શ્રમણ એટલે સાધુઓ અને “સીગો ઉત્ત' શ્રમણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org