________________
છે “કૃત અને નિષ્ઠિત' શબ્દનો અર્થ છે
(૧૪૩ मू.०- वइ हायइ छाया, तत्थिक्कं पूइयं पिव न कप्पे ॥
न य आहाय सुविहिए निव्वत्तयई रविच्छायं ॥१७४॥ મૂલાર્થ છાયા વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે, તેથી તેના વડે સ્પર્શ કરાયેલ એક પણ (ગામની વસતિ વગેરે પણ) પૂતિક (દૂષિત) ની જેમ નાહ કલ્પ. તથા સૂર્ય સાધુને આશ્રયીને છાયા બનાવે છે એમ કાંઈ નથી. ૧૭૪ો.
ટીકાર્થ : અહીં છાયા, તે તે પ્રકારે સૂર્યની ગતિના વશથી વૃદ્ધિ પામે છે અને હાનિ પામે છે. તેથી સૂર્યના અસ્ત સમયે અને પ્રાતઃકાલે અત્યંત લાંબી વૃદ્ધિ પામતી છાયા આખા ગામને વ્યાપીને રહે છે. એથી તે છાયા વડે સ્પર્શ કરાયેલ ગામ સંબંધી સમગ્ર પણ વસતિ વગેરે “તિમિવ' ત્રીજા ઉદ્ગમ દોષથી દૂષિત થયેલા અનાદિકની જેમ કલ્પશે નહિ. અને તેવું આગમમાં ઉપદેશેલું પણ નથી. તેથી વૃક્ષની છાયા આધાકર્મી નથી. વળી પૂર્વે જ કહ્યું છે કે – તે છાયા સૂર્યના હેતુવાળી છે, કાંઈ વૃક્ષના હેતુવાળી નથી. તથા સૂર્ય સાધુઓને આશ્રયીને છાયાને બનાવતો નથી, તેથી તે શી રીતે આધાકર્મી કહેવાય ? ન જ કહેવાય. |૧૭૪ છતાં પણ જો આધાકર્મી છે, એમ મનમાં રહેતું હોય તો : मू.०- अघणघणचारिगगणे, छाया नट्ठा दिया पुणो होइ ॥
कप्पइ निरायवे नाम, आयवे तं विव उं ॥१७५॥ મૂલાર્થઃ વિરલ વાદળાં જેમ ચાલતાં હોય એવું આકાશ સતે દિવસે છાયા નાશ પામી હોય તોપણ ફરી થાય છે. તેથી તડકો ન હોય ત્યારે તે છાયા કહ્યું અને તડકો હોય ત્યારે ત્યાગ કરવી. (આમ હોઈ શકે નહિ) /૧૭પા
ટીકાર્થ : “ધન' એટલે વિરલ એવા “ધન' મેઘ-વાદળાં વારિખ:' ભમવાના સ્વભાવવાળાં છે જેમાં એવ પ્રકારના આકાશમાં, અર્થાતુ આકાશમાં વિરલ વિરલ મેઘ-છૂટા છવાયાં વાદળાં ભમતે સતે દિવસે છાયા નાશ પામી હોય તોપણ ફરીથી થાય છે. તેથી મેઘ વડે સૂર્ય આંતરાવાળો થયે સતે (ઢંકાયે સતે) “નિરતિરે તડકાના અભાવે તે વૃક્ષની નીચેનો પ્રદેશ સેવવાને કહ્યું, અને આતા હોય ત્યારે વર્જવાને કહ્યું. આવો વિષયવિભાગ સૂત્રને વિષે કહ્યો નથી, પૂર્વપુરુષોએ આચરણ કર્યો નથી, અને અન્યને તે સંમત પણ નથી. તેની અન્યનું કહેલું આ અસત્ય છે. અહીં પૂર્વે વૃક્ષના સંબંધે કરીને (વૃક્ષને આશ્રયીને છાયા પ્રતિ આધાકર્મી તરીકેની શંકા કરીને પછી ૩યુને પૂછું” (ગાથા ૧૭૩) ઇત્યાદિ કહ્યું. અને હમણાં તો સૂર્યના કરવા વડે (સૂર્યને આશ્રયીને) આધાકર્મી છાયાની શંકા કરીને ‘પૂરૂં નિરીય નામ' ઇત્યાદિ કહ્યું છે, તેથી પુનરુક્ત દોષ નથી. ll૧૭પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org