________________
૧૪૨)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ નિમિત્તે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક અગીતાર્થો આધાર્મિક વૃક્ષ સંબંધી છે એમ ધારીને ‘વિવર્નન્તિ' ત્યાગ કરે છે, પરંતુ છાયાનું વર્જવું યોગ્ય નથી. કારણ કે તેનું ફળ પણ એટલે કે – જેને માટે તે વૃક્ષ વાવ્યું છે, તે વૃક્ષનું ફળ પણ આધાકર્મવૃક્ષ સંબંધીના તેને માટે કરેલું અને અન્યને માટે નિષ્ઠિત થયેલું - એ પ્રકારના બીજા ભંગને વિષે વર્તતું સતું કલ્પ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. કદલી (કેળ) વગેરે વૃક્ષ સાધુને માટે વાત્રે સતે પણ જ્યારે તેના પર ફળ આવે ત્યારે સાધુની સત્તાને દૂર કરીને પોતાની સત્તા સંબંધી કરે (તે ફળ ઉપર પોતાની સત્તા કરે) અને તોડે ત્યારે (સાધુને) તે ફળ પણ કહ્યું છે, તો પછી તેની છાયા કહ્યું તેમાં તો કહેવું જ શું? વળી તે છાયા સર્વથા સાધુની સત્તાવાળી (હોવા તરીકે) વિવક્ષા કરી નથી, તેમજ તે વૃક્ષ સાધુને છાયા લેવા માટે વાવ્યું નથી, તો પછી છાયા કેમ ન કહ્યું? /૧૭રી.
मू.०- पुरपच्चाइया छाया, न वि सा रुक्खो व्व वट्टिया कत्ता ॥
नट्ठच्छाए उ दुमे, कप्पइ एवं भणंतस्स ॥१७३॥ મૂલાર્થ બીજાના હેતુવાળી છાયા છે, તે છાયા વૃક્ષની જેમ કત્તાએ વૃદ્ધિ પમાડી નથી. છતાં આમ કહેનારને જયારે વૃક્ષની છાયા નષ્ટ થશે ત્યારે કલ્પશે. ll૧૭૩ી
ટીકાર્થ તે છાયા ‘પ્રયિતા' સૂર્યના હેતુવાળી છે, પણ માત્ર વૃક્ષના નિમિત્તવાળી નથી. કેમકે- તે વૃક્ષ હયાત છતાં પણ સૂર્યના અભાવે છાયાનો અભાવ હોય છે. તે આ પ્રમાણે : છાયા એટલે પડખેથી ચોતરફ તડકાથી વીંટાયેલા અમૂક પ્રદેશમાં વર્તતો શ્યામ પુદ્ગલરૂપ તડકાનો અભાવ અને આવા પ્રકારની છાયા, સૂર્યના જ અન્વય અને વ્યતિરેકવાળી છે (સૂર્ય હોય તો છાયા હોય એ અન્વય અને સૂર્યના અભાવે છાયાનો અભાવ એ વ્યતિરેક કહેવાય છે) (સૂર્યની ચોદિશામાં ફરતી છાયાને લીધે જ) એક વૃક્ષનું ચાર વૃક્ષપણું થતું હોવાથી, વૃક્ષ તો તે છાયાનું માત્ર નિમિત્ત જ છે. આટલાથી તે છાયા દૂષણવાળી નથી. કેમકે છાયાના પુદ્ગલો વૃક્ષના પુદ્ગલોથી જુદા છે. વળી “વૃક્ષ રૂવ વૃક્ષની જેમ “á' કર્તાએ એટલે વૃક્ષને વાવનારાએ એ છાયાને વૃદ્ધિ પમાડી નથી. કેમકે (વાવનારને વૃક્ષ વાવતી વખતે) તે છાયાના વિષયવાળા તથા પ્રકારના સંકલ્પનો જ અભાવ છે. તેથી છાયા આધાકર્મીકી નથી. વળી જો કદાચ છાયા આધાકર્મીકી છે એમ ધારીને તે છાયામાં બેસવું કલ્પતું ન હોય તો તે પ્રમાણે કહેતા એવા પરને (બીજાને-વાદિને) જ્યારે મેઘના સમૂહથી વ્યાપ્ત થયેલ આકાશમંડળ હોય ત્યારે તે વૃક્ષ છાયા રહિત થયે સતે શીતના ભયાદિક વડે તેની નીચે બેસવું કલ્પશે એમ પ્રાપ્ત થયું. અને તે યોગ્ય નથી. તેથી તે વૃક્ષ જ આધાકર્મી છે અને તેણે સ્પર્શ કરેલા કેટલાક પ્રદેશો પૂતિ (દૂષિત) છે એમ અંગીકાર કરવું જોઈએ. પરંતુ છાયા આધાકર્મી છે એમ અંગીકાર કરવું ન જોઈએ ૧૭૩ી
ફરીથી પણ અન્યોને શાસ્ત્રકાર બીજું દૂષણ જણાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org