________________
/ “કૃત અને નિષ્ઠિત’ શબ્દનો અર્થ
(૧૪૧ તો તે સાધુઓને કહ્યું છે. જો એક વાર કે બે વાર સાધુને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતાના માટે જ ખાંડ્યા હોય અને રાંધ્યા હોય તો આત્મ (સાધુ) નિમિત્તે, એ ઓદન, કોઈક આચાર્યના મત મુજબ એક જણે બીજાને આપ્યા, તેણે પણ અન્યને આપ્યા, એ પ્રમાણે હજાર સ્થાન સુધી ગયા હોય, અને તેથી પણ આગળ ગયા હોય તો સાધુને કહ્યું, તે પહેલાં કહ્યું નહિ. બીજા આચાર્યોના મત મુજબ તો તે ઓદન કદાપિ કલ્પ નહિ. વળી જો એક કે બે વાર સાધુ માટે કે પોતાને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતેના માટે ખાંડ્યા હોય, પણ રાંધ્યા હોય સાધુને માટે તો તે કલ્પ નહિ, તથા જો એક કે બે વાર સાધુને માટે કે પોતાને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર સાધુને માટે જ ખાંડ્યા હોય અને તે જ તંડુલ વડે સાધુને નિમિત્તે દૂર તૈયાર કર્યો હોય (રાંધ્યો હોય, તો તે નિષ્ઠિતકૃત કહેવાય છે. એટલે કે નિષ્ઠિત થયેલા આધાકર્મિક તંડુલવડે ‘કૃત:' નિષ્પન્ન કર્યો અર્થાત્ રાંધ્યો, તે નિષ્ઠિતકૃત કહેવાય છે. તે સાધુને સર્વથા ન કલ્પે. કેમ ન કલ્પે? તે બાબત કહે છે – ‘મહાdi' ઇત્યાદિ. આધાકર્મનો અર્થ પ્રસિદ્ધ છે. અર્થાત તે નિષ્ઠિતકૃત એવા કૂરને તીર્થંકરાદિક બમણું આધાકર્મ કહે છે. તેમાં એક આધાકર્મ નિષ્ઠિત તંડુલરૂપ અને બીજું આધાકર્મ પાપક્રિયારૂપ તેથી એ પ્રમાણે નિષ્ઠિત અને કૃત એ બે શબ્દનો અર્થ કહ્યો છે - ઉપર જણાવ્યો છે. હવે અશનાદિક ચારેને વિષે કૃતિનિખિતપણાની ભાવના ભાવે છે. તેમાં વાવવાથી આરંભીને બે વાર હોય ત્યાં સુધી કૃતપણું કહેવાય છે. અને ત્રીજી વાર જે ખાંડ્યું તે નિષ્ઠિતપણું કહેવાય છે. આ બાબત હમણાં ઉપર જણાવી જ છે. તથા પાનને વિષે-સાધુને નિમિત્તે કૂવાદિક ખોઘાં, પછી તેમાંથી જળ કાઢ્યું, ત્યારપછી થાવત્ પ્રાસુક કરાતું સતું જ્યાંસુધી સર્વથા પ્રાસુક થયું ન હોય ત્યાંસુધી કૃત કહેવાય છે, અને પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત કહેવાય છે. ખાદિમને વિષે ચીભડાં વગેરે સાધુને માટે આવ્યા, અનુક્રમે તે ઉગ્યા અને તેને દાતરડા વગેરે વડે કાપ્યા, તે કકડા જ્યાં સુધી પ્રાસુક થયા ન હોય ત્યાં સુધી કૃતપણું જાણવું, અને તે પ્રાસુક થાય ત્યારે નિષ્ઠિત કહેવાય છે. એ જ પ્રમાણે સ્વાદિમને વિષે પણ જાણવું. સર્વસ્થાને પણ બીજા અને ચોથો એ બે ભંગ શુદ્ધ જાણવા, અને પહેલો તથા ત્રીજો એ બે ભંગ અશુદ્ધ જાણવા. ૧૭૧
હવે ખાદિમ અને સ્વાદિમને આશ્રયીને મતાંતરને (બીજાના મતને) પ્રતિક્ષેપની (દૂર કરવાની) ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : मू.०- छायंपि विवज्जंती, केई फलहेउगाइवुत्तस्स ॥
तं तु न जुज्जइ जम्हा, फलंपि कप्पं बिइयभंगे ॥१७२॥ મૂલાર્થઃ ફલાદિકને માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાક વર્જે છે, તે યોગ્ય નથી, કેમકેબીજા ભંગમાં તેનું ફળ પણ કહ્યું છે. ૧૭રો
ટીકાર્થ : અહીં ‘પwiદેતુ' ફળના હેતુથી, પુષ્પના હેતુથી અથવા બીજા કોઈ હેતુથી સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org