________________
૧૪૦)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ સ્વાદિમને વિષે પણ પાપકરણ થાય છે. સાધુઓને ઔષધાદિકને માટે આ કહ્યું છે એમ જાણીને તેનું વાવવું વગેરે કરે એવો ભાવાર્થ છે. /૧૬૯
હવે જે પહેલાં (૧૬૧ ગાથામાં) કહ્યું કે ‘ત નિટ્રિનિ' ઇત્યાદિ, તેમાં કૃત અને નિક્તિ એ બે શબ્દોનો અર્થ કહે છે :
मू.०- असणाईण चउण्ह वि, आमं जं साहुगहणपाउग्गं ॥
तं निट्ठियं वियाणसु, उवक्खडं तू कडं होई ॥१७०॥ મૂલાર્થઃ અશનાદિક ચારેને મળે જે આમ (કાચા) તે સાધુને ગ્રહણ કરવા લાયક કર્યું હોય તે નિષ્ઠિત જાણવું, અને જે પક્વ કરવાને આરંભેલું હોય તે કૃત કહેવાય છે ll૧૭OI
ટીકાર્થઃ અશનાદિક ચારને મળે જે ‘મા’ અપરિણત સતું (પરિણામને-અચિત્તપણાને નહિ પામ્યું સતું) સાધુને ગ્રહણ કરવા યોગ્ય કર્યું હોય એટલે પ્રાસુક કર્યું હોય તે નિષ્ઠિત જાણવું. ‘૩૧છૂi તુ' અહીં પણ વૃદ્ધાવતિ' બુદ્ધિને વિષે – આદિકર્મ (પ્રારંભ)ની વિવિક્ષાબુદ્ધિમાં “પ્રત્યય થયો છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે છે : ઉપસ્કાર (અચિત્ત-પ્રાસુક) કરવાને જે આરંભેલું હોય તે ત’ કહેવાય છે એમ જાણવું. ./૧૭ના આ વાતને જ વિસ્તારથી કહે છે : मू.०- कंडिय तिगुणुक्कंडा उ, निट्ठिया नेगदुगुणउकंडा ॥
निट्ठियकडो उ कूरो, आहाकम्मं दुगुणमाहु ॥१७१॥ મૂલાર્થઃ ત્રણ વાર અત્યંત ખાંડવું જેનું થયું હોય તે કંડિત (ખાંડેલા) ચોખા “નિષ્ઠિત કહેવાય છે, અને એક કે બે વાર ખાંડ્યા હોય તે નિષ્ઠિત કહેવાય નહિ એટલે કે “કૃત' કહેવાય છે, તથા નિષ્ઠિત અને કૃત એનો જે દૂર તે બમણું આધાકર્મ કહેવાય છે |૧૭૧il.
ટીકાર્થ : અહીં જે તંડુલ પ્રથમ સાધુને માટે વાવ્યા. ત્યારપછી અનુક્રમે કરટિ (સાળ) રૂપ થયા. ત્યારપછી તેને ખાંડ્યા. કેવા પ્રકારના ખાંડ્યાં? તે ઉપર કહે છે: - ‘ત્રિાળો:' ત્રિગુણ એટલે ત્રણ વાર “' અત્યંતપણાએ કરીને લંડન' છટન (છોટવું-ખાંડવું) છે જેનું તે ત્રિગુણોત્કડ એટલે ત્રણ વાર ખાંડેલા. આવા તંડુલ નિષ્ઠિત કહેવાય છે. પરંતુ જે વાવવાથી આરંભીને એક વાર ખાંડેલા કે – બે વાર ખાંડેલા કર્યા હોય તે કૃત કહેવાય છે. અથવા સાધુને માટે ભલે નવાવ્યા હોય કેવલ જે કરટિ (સાળ) રૂપ સતા સાધુને માટે ત્રણ વાર ખાંડ્યા હોય તે નિષ્ઠિત કહેવાય છે, અને જે એક વાર કે બે વાર ખાંડ્યા હોય તે કૃત કહેવાય છે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે : જે એક વાર કે બે વાર સાધુને માટે ખાંડ્યા હોય અને ત્રીજી વાર પોતાને માટે ખાંડ્યા હોય તથા રાંધ્યાં હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org