________________
છે ખાદિમ-સ્વાદિમમાં આધાકર્મનો સંભવ ||
(૧૩૯
મૂલાર્થઃ એ જ પ્રમાણે ખારા પાણીને વિષે પણ જાણવું. તેમાં ભૂમિ ખોદાવીને મીઠું પાણી કાઢીને તે કૂવાને ત્યાં સુધી ઢાંકી રાખે છે કે જ્યાં સુધી સાધુઓ ત્યાં આવે II૧૬૮
ટીકાર્થ જેમ આધાકર્મી અશનનો કથાનક વડે સંભવ કહ્યો, તેમ આધાકર્મવાળા પાણીનો પણ સંભવ જાણવો. તેનું કથાનક પણ તે જ પ્રમાણે જાણવું. માત્ર આટલો વિશેષ જાણવો કોઈક ગામમાં સર્વે કૂવા ખારા પાણીવાળા હતા. ખારા પાણીવાળા એટલે આમળાની જેવા પાણીવાળા જાણવા.પરંતુ અત્યંત ખારા પાણીવાળા ન જાણવા. કેમકે જો અત્યંત ખારા હોય તો ત્યાં ગામ વસવાનો પણ સંભવ ન હોય. તેથી તે ખારા કૂવાવાળા ક્ષેત્રમાં ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા માટે સાધુઓ આવ્યા. અને આગમાનુસારે સમગ્ર ક્ષેત્રને જોવા લાગ્યા. તે વખતે ત્યાંના રહીશ એક શ્રાવકે આદરસહિત તેમને રહેવાનું કહ્યું તોપણ સાધુઓ રહ્યા નહિ. પછી તેમની મધ્યે કોઈ સરળ સાધુને નહિ રહેવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે તેને સાચી વાત કહી કે – “આ ગામમાં સર્વે ગુણો છે, માત્ર ખારું જળ છે તેથી અહીં અમો રહેતા નથી.” ત્યારપછી તે સાધુઓ ત્યાંથી ગયા ત્યારે તે શ્રાવકે મીઠા પાણીનો એક કૂવો ખોદાવ્યો. ખોદાવીને લોકની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા પાપના ભયથી તે કૂવાના મુખને પાટિયા વગેરે વડે ઢાંકીને તે ત્યાં સુધી રહ્યો કે – જ્યાં સુધી તે અથવા બીજા સાધુઓ આવ્યા. પછી સાધુઓ આવ્યા ત્યારે “કેવળ મારા ઘેર આધાકર્મની શંકા ન થાઓ” એમ વિચારીને તેણે દરેક ઘેર તે મીઠું પાણી મોકલ્યું. પછી પૂર્વે કહેલા કથાનકના પ્રકાર કરીને સાધુઓએ બાળક વગેરેના ઉલ્લાપ સાંભળીને અને આધાકર્મ છે એમ જાણીને તે ગામનો ત્યાગ કર્યો. એ જ પ્રમાણે બીજે ઠેકાણે પણ આધાર્મિક પાણીનો સંભવ જાણવો. તેમણે પણ બાળાદિકના ઉલ્લાપવિશેષ કરીને જાણીને કથાનકમાં કહેલા સાધુની જેમ ત્યાગ કરવો જોઈએ. સૂત્રનો અર્થ સુગમ છે ૧૬૮ હવે ખાદિમ અને સ્વાદિમના આધાકર્મનો સંભવ કહે છે : मू.०- कक्कडिय अंबगा वा, दाडिम दक्खाय बीयपूराई ॥
खाइमऽहिगरणकरणं, ति साइमं तिगडुगाईयं ॥१६९॥ મૂલાર્થ : કાકડી, કેરી, દાડમ, દ્રાક્ષ અને બીજોરું વગેરે ખાદિમને વિષે અધિકરણનું (પાપનું) કરવું થાય છે. તથા રવાદિમને વિષે ત્રિકટુ વગેરે અધિકરણનું કરવું થાય છે. ૧૬૯ll
ટીકાર્થઃ ‘ર્સીટા' ચિર્ભટિકા (ચીભડું, કાકડી) “મમ્રજળ' અંબનાં ફળ (કેરી), દાડમ અને દ્રાક્ષ એ બે પ્રસિદ્ધ છે, તથા બીજોરું આદિ, આદિ શબ્દ છે તેથી કાપિતુ (કોઠાં) વગેરે ગ્રહણ કરવા. આ સર્વને આશ્રયીને ખાદિમના વિષયમાં ‘ધરખર પત્' પાપનું કરવું થાય છે. આ સર્વે સાધુઓને શાલનાકાદિક (અથાણું વગેરે) કાર્યમાં ઉપયોગી થાય છે. તેથી તેમનું વાવવું વગેરે કરે છે. એમ ભાવાર્થ છે. તથા “ત્રિવટુતિ સુંઠ, પીપર અને મરી (તીખાં) વગેરેને આશ્રયીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org