________________
૧૩૮)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ।।
આપ. કોઈ ઠેકાણે અજ્ઞાત બાળક પણ પોતાની માતાને કહે છે કે - ‘સાધુને માટે કરેલ શાલિઓદન મને આપ' કાંઈક દરિદ્ર એવો બીજો કોઈ હર્ષસહિત બોલે છે કે - ‘અહો । થળે થાવડિયમસ્મા
સંપન્ન' અહો ! અમારે તો આ થકે થક્કાવડિયા પ્રાપ્ત થયું. અહીં જે વસ્તુ અવસરને વિષે અવસરને અનુસરતી પ્રાપ્ત થાય તે થકે થક્કાવડિય કહેવાય છે. તેથી તે (દરિદ્ર) આ પ્રમાણે બોલે છે કે - જે કારણ માટે ‘અમત્તે’ મારે ઘેર ભોજનનો જ અભાવ સતે આ શાલિભોજન પ્રાપ્ત થયું. અહીં થછે થક્કાવડિય એ જ અર્થને વિષે તે (દરિદ્ર) લૌકિક દૃષ્ટાંત આપે છે કે - સૂર ગામને વિષે યશોધરા નામની કોઈક આભીરી (ભરવાડની સ્રી) હતી. તેને યોગરાજ નામે પતિ હતો, વત્સરાજ નામનો દીયર હતો અને તે (વત્સરાજ)ને યોધની નામની ભાર્યા હતી. એકદા આ જીવલોક, છેડે મરણ હોય એવો છે, અને મરણ અનિયત હેતવાળું એટલે અનિયત કાળવાળું છે. તેથી યોધની અને યોગરાજ એ બે એકકાળે મરણ પામ્યા. ત્યારે યશોધરાએ વત્સરાજ દીયરને કહ્યું કે હું તારી ભાર્યા થાઉં. તે સાંભળી દીયરે પણ મારે ભાર્યા નથી એમ વિચારીને તેને અંગીકાર કરી. તે વખતે તે વિચારવા લાગી કે “અહો ! અમારે અવસરને વિષે અવસરને અનુસરતું પ્રાપ્ત થયું કે - જે અવસરે મારો પતિ મરણ પામ્યો, તે જ અવસરે મારા દીયરની ભાર્યા પણ મૃત્યુ પામી. તેથી મારા દીયરે મને ભાર્યાપણે અંગીકાર કરી. અન્યથા મને અંગીકાર ન કરત.”
તથા કોઈ ઠેકાણે કોઈ બાળકે પોતાની માતાને કહ્યું કે - “હે માતા, સાધુઓને શાલિનાચોખાનું પાણી પણ આપ.’’ બીજાએ કહ્યું કે - “શાલિની કાંજી આપ.” તે વખતે આવા પ્રકારના બાળક વગેરે મનુષ્યના શબ્દો સાંભળીને “આ શું ?” એમ સાધુઓને પૂછ્યું અને પૂછ્યું સતે જેઓ સરળ હતા તેઓએ યથાર્થ (સત્ય) કહ્યું કે - ‘તમારે માટે આ કર્યું છે’ અને જેઓ કપટી હતા અથવા તો તે શ્રાવકે તથાપ્રકારે સમજાવ્યા હતા, તેઓ કાંઈ બોલ્યા નહિ. કેવળ પરસ્પર જોવા લાગ્યા. ત્યારે ‘આ પ્રમાણે આ નિશ્ચયે આધાકર્મ છે' એમ જાણીને સાધુઓ તે સર્વ ઘરોનો ત્યાગ કરી બીજા ઘરોને વિષે ભિક્ષાને માટે અટવ કરવા લાગ્યા. અને જેઓનો ત્યાં નિર્વાહ ન થયો, તેઓ ત્યાં નિર્વાહ નહિ પામવાથી નજીકના ગામમાં ભિક્ષાને માટે ગયા. એ જ પ્રમાણે અન્ય સ્થળે પણ આધાકર્મ સંભવે છે, તેથી તે બાબત બાળાદિના વચનવિશેષ વડે જાણીને કથાનકના કહેલા સાધુની જેમ નિશ્ચયે નિષ્કલંક સંયમને ઇચ્છનાર સાધુએ તેનો ત્યાગ કરવો. આખું સૂત્ર સુગમ છે. વિશેષ એ કે ‘સંપળ ત્તિ’ રોપવું એટલે વાવવું, ‘પરિમાયાં ત્તિ' ઘરને વિષે પરિભાજન કરવું, ‘સે' એઓને ‘અત્રં તિ’ અન્ય ગામ પ્રત્યે ।।૧૬૨-૧૬૭ના
આ પ્રમાણે આધાકર્મી અશનનો સંભવ કહ્યો. હવે પાનનો કહે છે :
मू. ० - लोणागडोदए एवं, खाणित्तु महुरोदगं ॥
Jain Education International
ढक्किएणऽच्छते ताव, जाव साहु त्ति आगया ॥ १६८॥
For Private & Personal Use Only
www.jainelibrary.org