________________
|| અશનમાં આધાકર્મની સંભાવના વિષે જિનદત્તની કથા .
(૧૩૭
સમાન ભૂતળ વગેરે ગુણોવડે અતિ રમણીય તથા કલ્પે તેવી પ્રાપ્ત થાય છે, તથા તે વસતિમાં સ્વાધ્યાય પણ વિપ્ન રહિત વૃદ્ધિ પામે છે. કેવળ શાલિનો ઓદાન પ્રાપ્ત થતો નથી. તેથી કોઈ પણ આચાર્ય મહારાજ સમુદાય સહિત ત્યાં રહેતા નથી. એકદા તે સંકુલ ગામની પાસે રહેલા ભદ્રિલ નામના ગામમાં કોઈ આચાર્ય મહારાજ પધાર્યા. તેમણે સંકુલ ગામમાં ક્ષેત્રની પ્રત્યુપેક્ષણા કરવા માટે સાધુઓને મોકલ્યા. સાધુઓએ પણ ત્યાં આવી આગમને અનુસરે જિનદત્ત શ્રાવક પાસે વસતિ માગી. જિનદત્ત પણ સાધુના દર્શનથી ઉછળતા હર્ષના સમૂહથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકવાળા થઈ તેમને કહ્યું તેવી વસતિ દેખાડી (આપી) અને સાધુઓ ત્યાં રહ્યા. આગમ અનુસારે ભિક્ષાટન કરવાવડે અને બહિર્ભુમિ (ઠલ્લામાત્રાથી ભૂમિ) ને વિષે સ્થડિલના જોવાવડે તેમણે આખા ગામની પ્રત્યુપેક્ષણા કરી. જિનદત્ત શ્રાવકે પણ વસતિમાં આવી યથાવિધિ સર્વ સાધુઓને વાંદી મહત્તર (મોટા) સાધુને પૂછ્યું કે - “હે ભગવાન્ પૂજય), આ ક્ષેત્ર આપને પસંદ પડ્યું? અને સૂરિ મહારાજ પોતાના અહીં પધારવા વડે અમારા પર પ્રસાદ કરશે. ત્યારે તે મોટા સાધુ બોલ્યા કે – વર્તમાન યોગ - ત્યારે જિનદત્તે જાણ્યું કે – “આ ક્ષેત્ર આ સાધુઓને પસંદ પડ્યું નથી.” એમ જાણીને તેણે વિચાર કર્યો કે “બીજા સાધુઓ પણ અહીં આવે છે, પણ કોઈ રહેતા નથી. આમાં (નહિ રહેવામાં) કારણ શું છે? તે હું જાણતો નથી.” એમ વિચારી તે કારણ જાણવાને માટે તે સાધુઓમાંનાં કોઈક સાધુને સરળ જાણીને પૂછ્યું. ત્યારે તેણે સત્ય વાત કહી છે – “આ ક્ષેત્રમાં સર્વગુણો છે, ગચ્છને પણ આ ક્ષેત્ર યોગ્ય છે, માત્ર અહીં આચાર્ય મહારાજને યોગ્ય શાલિદન મળતો નથી. તેથી અહીં રહી શકાતું નથી.” પછી આ કારણ જાણીને તે જિનદત્ત શ્રાવકે બીજા ગામમાંથી શાલીનું બીજ લાવીને પોતાના ગામની ક્ષેત્રભૂમિમાં વવરાવ્યું. તેથી ઘણા શાલી નિપજ્યા. હવે એકદા વિહારમાં અનુક્રમ પ્રમાણે તે અથવા બીજા સાધુઓ ત્યાં આવ્યા. તે વખતે તે શ્રાવકે વિચાર કર્યો કે - “આ સાધુઓને મારે શાલીઓદાન આપવા કે જેથી આ ક્ષેત્ર સાધુમહારાજોને યોગ્ય છે એમ જાણીને આ સાધુઓ સૂરિમહારાજને અહીં લાવે. તેમાં પણ જો મારા ઘરે જ તેમને શાલિદન આપીશ તો બીજા ઘરોમાં કોદરા અને રાલકના કૂર પામનારા આ સાધુઓને આધાકર્મની શંકા ઉત્પન્ન થશે. તેથી સર્વ સ્વજનોને ઘેર હું શાલિને મોકલું. આ પ્રમાણે વિચારીને તેણે તેમજ કર્યું. અને સ્વજનોને કહ્યું કે – તમે પણ આ શાલિને રાંધીને ખાજો અને સાધુઓને પણ આપજો . આ સર્વ વૃત્તાંત બાળક વગેરેએ જાણ્યો. પછી આગમમાં કહ્યા પ્રમાણે એષણાસમિતિ સહિત ભિક્ષાને માટે અટન કરતા સાધુઓ, બાળકો વગેરેનાં વચનો સાંભળવા લાગ્યા. તેમાં કોઈ બાળક કહે છે કે – આ તે સાધુઓ છે કે જેમને માટે અમારા ઘેર શાલિદન રંધાયા છે. બીજો બાળક કહે છે કે – સાધુને માટે કરેલા શાલિદન મને મારી માતાએ આપ્યો છે. અથવા કોઈ ઠેકાણે દાન આપનારી સ્ત્રી આ પ્રમાણે બોલે છે કે – આ પારકો શાલિદન મેં સાધુઓને આપ્યો વિહોરાવ્યો), હવે મારે પણ કાંઈક આપું. કોઈ ઠેકાણે ઘરનો નાયક પણ આ પ્રમાણે બોલે છે કે – તે પારકો શાલિદન આપ્યો, હવે આપણી પણ કાંઈક વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org