________________
૧૩૬)
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ मू.०- कोहवरालगगामे, वसही समणिज्ज भिक्खवसज्झाए ॥
खेत्तपडिलेहसंजय, सावयपुच्छुज्जुए कहणा ॥१६२॥ जुज्जड़ गणस्स खेत्तं, नवरि गुरुणं तु नत्थि पाउग्गं ॥ सालि त्ति कए रूपण, परिभायण निययगेहेसु ॥१६३॥ वोलिता ते व अन्ने वा, अडंता तत्थ गोयरं ॥ सुणंति एसणाजुत्ता, बालादिजणसंकहा ॥१६४॥ एए ते जेसिमो रद्धो, सालिकरो घरे घरे ॥ दिन्नो वा से सयं देमि, देहि वा बिंति वा इमं ॥१६५॥ थक्के थक्कावडियं अभत्तए सालिभत्तयं जायं ॥ मज्झ य पइस्स मरणं, दियरस्सा य से मया भज्जा ॥१६६॥ चाउलोदगं पि से देहि, साली आयामकंजियं ॥
किमेयं ति कयं नाउं, वज्जंतऽन्नं वयंति वा ॥१६७॥ મૂલાર્થ: જેમાં કોદરા અને રાલક (રાળ) નીપજે છે એવા ગામમાં વસતિ (રહેવાનું સ્થાનઉપાશ્રય) રમણીય છે, ભિક્ષા દોષરહિત મળે છે અને સ્વાધ્યાય પણ સારો થાય છે. ક્ષેત્રની પ્રતિલેખના માટે આચાર્ય મહારાજે સાધુઓને મોકલ્યા. તેમને કોઈ શ્રાવકે પૂછ્યું. નાના સાધુએ કહ્યું, (૧૬૨) કે ગચ્છને લાયક ક્ષેત્ર છે, પરંતુ ગુરુને લાયક નથી. પછી તે શ્રાવકે શાલી (ડાંગર) લાવીને વાવી. તૈયાર થયેલી શાલીને પોતાના સંબંધી વગેરે ઘેર મોકલી (૧૬૩) ત્યાં ગોચરીને માટે અટન કરતા તે અથવા બીજા સાધુઓ એષણાયુક્ત થઈને બાલાદિકની કથા સાંભળે છે. (૧૬૪) કે-આ તે સાધુઓ છે, કે જેને માટે શાલિકૂર ઘેર ઘેર રાંધ્યો છે. કોઈ બોલે છે કે – આપ્યો, કોઈ બોલે કે – હું આપું છું, અથવા તું આપ (૧૬૫) અથવા અવસરે અવસરને ઉચિત થયું કે – ભોજન કાંઈ પણ નહોતું તે હમણાં શાલિભોજન મળ્યું, વળી બીજું દષ્ટાંત) મારો પતિ મરી ગયો અને મારા દીયરની વહુ મરી ગઈ (૧૬૬) તે (સાધુ) ને શાલિવું જળ આપ, શાલિની કાંજી આપ. સાધુઓએ વિચાર્યું કે - આ શું? વિચારતાં કરેલું જાણી તે ગામનો ત્યાગ કર્યો. તે પ્રમાણે બીજાએ પણ ત્યાગ કર્યો. તે પ્રમાણે બીજાએ પણ ત્યાગ કરવો (૧૬૭) II
ટીકાર્થ : અહીં સંકુલ નામે ગામ છે. તેમાં જિનદત્ત નામનો શ્રાવક રહે છે. તેને જિનમતિ નમની ભાર્યા છે. તે ગામમાં કોદરા અને રાલક ઘણા ઉત્પન્ન થાય છે, તેથી તેનો જ કૂર ઘેર ઘેર અટન કરતા સાધુઓ પામે છે. વસતિ (ઉપાશ્રય) પણ સ્ત્રી, પશુ અને પંડક (નપુંસક) રહિત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org