________________
॥ ‘જિ વા વિ' દ્વાર ચોથાની વ્યાખ્યા ||
(૧૩૫
આ પ્રમાણે અશનાદિ કહ્યાં. હવે આધાકર્મરૂપ આ સર્વને વિષે ચાર ચાર ભંગ કહે છે :
મૂ.૦- તક્ષ્ણ હનિક્રિયમ્મી, યુદ્ધમસુદ્ધે ય દત્તરિ દ્દા
મૂલાર્થ : તેને માટે (સાધુને માટે) કરવાનો પ્રારંભ કર્યો અને નિષ્ઠિત (સમાપ્ત) કર્યું. વગેરે ચાર ભાંગા થાય. તેમાં બે શુદ્ધ અને બે અશુદ્ધ છે. ૧૬૧॥
ટીકાર્થ : ‘તસ્ય’ ચાલુ અધિકારને લીધે તેને માટે એટલે સાધુને માટે ‘તું” ઇતિઃ અહીં (‘નૃત’ શબ્દમાં) બુદ્ધિને વિષે – આદિકર્મ (પ્રારંભ)ની વિવક્ષાને વિષે (‘આરમ્ભે સિ. હે. --૧-૨૦થી) હ્ર પ્રત્યય થયો છે. તેથી આ પ્રમાણે અર્થ કરવો ઃ કરવાને આરંભ્યું તથા તે સાધુને માટે ‘નિષ્ઠિત’ સર્વથા પ્રાસુક (અચિત્ત) કર્યું. આ વિષયમાં ‘પરિ’ ચાર ભાંગા થાય છે. તેમાં પહેલો ભંગ આ જ છે કે - તે સાધુને માટે કરવાને આરંભ્યું અને તેને માટે જ નિષ્ઠા પમાડ્યું. બીજા ભંગ આ પ્રમાણે - તેને માટે કરવાને આરંભ્યું અને બીજાને માટે નિષ્ઠા પમાડ્યું, ત્રીજો ભંગ : અન્યને માટે કરવાને આરંભ્યું અને અન્યને માટે નિષ્ઠા પમાડ્યું. તેમાં પહેલા ભંગની વ્યાખ્યા કરી દીધી છે. બીજા વગેરે ભંગની વ્યાખ્યા આ પ્રમાણે : પ્રથમ તે સાધુને માટે કરવાને આરંભ્યું, ત્યારપછી દાતારને સાધુના વિષયવાળા દાનના પરિણામનો અભાવ થવાથી બીજાને માટે એટલે પોતાને માટે અથવા પોતાના પુત્રાદિકને માટે નિષ્ઠા પમાડ્યુ (૨) તથા પ્રથમથી અન્યને માટે એટલે પુત્રાદિકને માટે કે - પોતાને માટે કરવાને આરંભ્યું, પછી સાધુના વિષયવાળા દાનના પરિણામ થવાથી સાધુને માટે નિષ્ઠા પમાડ્યું (૩) તથા પ્રથમથી જ અન્યને નિમિત્તે કરવાને આરંભ્યું અને અન્યને નિમિત્તે જ નિષ્ઠા પમાડ્યું (૪). આ પ્રમાણે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ દરેકને વિષે ચાર ચાર ભંગ થાય છે. તેમાં ‘સુદ્ધમસુદ્ધે ય તિ’ આર્ષપ્રયોગ હોવાથી ‘શુદ્ધાવશુદ્ધો' શુદ્ધ અને અશુદ્ધ એમ જાણવું. તેમાં ‘શુદ્ધૌ’ બે ભંગ સાધુને આસેવના યોગ્ય છે, અને તે બીજો તથા ચોથો ભંગ જાણવો. તે આ પ્રમાણે – ક્રિયાની નિષ્ઠા (સમાપ્તિ) પ્રધાન છે. તેથી જોકે - પ્રથમથી સાધુને નિમિત્ત ક્રિયાનો પ્રારંભ કર્યો હોય, તો પણ બીજાને નિમિત્તે નિષ્ઠા પમાડી છે. (એટલે કે-તે ક્રિયાની સમાપ્તિ કરી છે.) એ બીજો ભંગ સાધુને કલ્પે છે, અને ચોથો ભંગ તો શુદ્ધ જ છે. તેમાં કોઈપણ વિવાદ નથી. તથા બે ભંગ અશુદ્ધ છે. એટલે અકલ્પ્ય છે, તે પહેલો તથા ત્રીજો. તેમાં પહેલો ભંગ તો એકાંત અશુદ્ધ જ છે. કેમકે - સાધુને માટે પ્રારંભ કર્યો છે અને નિષ્ઠા પમાડી છે. તથા ત્રીજા ભંગને વિષે તો જો કે પ્રથમ સાધુને નિમિત્તે પાકાદિ ક્રિયાનો આરંભ કર્યો નથી, તો પણ સાધુને નિમિત્તે તે ક્રિયા સમાપ્ત કરી છે, અને તે નિષ્ઠા પ્રધાન છે, તેથી તે કલ્પે નહિ ।।૧૬૧॥
આ પ્રમાણે આધાકર્મનું સ્વરૂપ કહ્યું હવે અશનાદિકરૂપ આધાકર્મના સંભવને પ્રતિપાદન કરવાને ઇચ્છતા સતા છ ગાથાવડે કથાનક કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org