________________
।। અતિક્રમ-વ્યતિક્રમાદિનું સ્વરૂપ ॥
જ
(૧૪૭ હાથી તે પ્રમાણે કરાવ્યાથી થોડા જ કલેશવડે તે પગને પાછો ફેરવીને તે જ પર્વત ઉપર પોતાના શરીરને સ્થાપન કરવા સમર્થ થઈ શકે છે, એ જ પ્રમાણે કોઈક સાધુ પણ અતિક્રમ નામના દોષને પામ્યો સતો થોડા જ શુભ અધ્યવસાય વડે તે દોષને શુદ્ધ કરી પોતાના આત્માને સંયમમાં સ્થાપન કરવા શક્તિમાન થઈ શકે, તથા જેમ તે હાથી આકાશમાં રહેલા પોતાના આગળના બે પગને ક્લેશવડે પાછા ફરવવાને શક્તિમાન થઈ શકે, તેમ સાધુ પણ વ્યતિક્રમ નામના બીજા દોષને શુદ્ધ કરવા માટે વિષેષ શુભ અધ્યવસાય વડે શક્તિમાન થઈ શકે. તથા જેમ તે હાથી ત્રણ પગ આકાશમાં રહેલા હોય અને પાછળનાં (બેમાંથી) કોઈ એક પગ વડે ઊભો રહેલો હોય તો તે પોતાના ત્રણ પગને પાછા વાળવામાં અત્યંત મોટા કાષ્ટ વડે શક્તિમાન થઈ શકે, તેમ સાધુ પણ અતિચાર નામના ત્રીજા દોષને અતિવિશુદ્ધ શુભ અધ્યવસાય વડે શુદ્ધ કરવા શક્તિમાન થઈ શકે. તથા જેમ તે હાથી આકાશમાં રહેલા પોતાના ચારે પગને પાછા વાળવામાં સર્વથા પ્રકારે શક્તિમાન થઈ શકતો નથી. પરંતુ અવશ્ય ભૂમિ પર પડીને વિનાશ પામે છે, તેમ સાધુ પણ અનાચારના વર્તતો સતો અવશ્ય સંયમરૂપી આત્માનો વિનાશ કરે છે.અહીં દૃષ્ટાંતમાં હાથીએ ચારે પગ ઊંચા કર્યા નથી, પરંતુ દૃષ્ટાંતિકમાં યોજના કરવા માટે સંભાવનાને અંગીકાર કરીને તે પ્રમાણે પ્રતિપાદન કરેલ છે ।।૧૮૧।।
હવે અતિક્રમાદિકનું સ્વરૂપ કહે છે :
मू.० - आहाकम्पनिमंतण, पडिसुणमाणे अइक्कमो होइ ॥ पयभेयाइ वइक्कम, गहिए तइएयरो गिलिए ॥१८२॥
મૂલાર્થ : આધાકર્મના નિયંત્રણને અંગીકાર કરતાં અતિક્રમ નામનો દોષ લાગે છે, પગ ઉપાડીને ચાલવું વગેરે કરતાં વ્યતિક્રમ દોષ લાગે છે, આધાકર્મને ગ્રહણ કરતાં ત્રીજો (અતિચાર) દોષ લાગે છે, અને તેને વાપરતાં ચોથો (અનાચાર) દોષ લાગે છે. ૧૮૨
ટીકાર્થ : આધાકર્મનું નિયંત્રણ કરે સતે તે આધાકર્મને ‘પ્રતિશ્વતિ' અંગીકાર કરતે સતે અતિક્રમ નામનો પહેલો દોષ લાગે છે, તે દોષ, પાત્રને ગ્રહણ કરવાથી આરંભીને જ્યાં સુધી ઉપયોગ કર્યા પછી તે આધાકર્મના ગ્રહણને માટે ચાલે નહિ ત્યાં સુધી લાગે છે. તથા ‘પરમેવાની ચ' પદનો એટલે ચરણનો ભેદ એટલે ઉપાડવો એ વગેરેને વિષે, આદિશબ્દથી ચાલવાને વિષે, ઘરમાં પ્રવેશ કરવાને વિશે, કરોટિકા-ગૃહસ્થે આહાર રાખેલ કથરોટને ઉપાડવાને વિષે અને (તેમાંથી ગૃહસ્થે આપવા હાથમાં લીધેલો) આહાર ગ્રહણ કરવા માટે પાત્રને પ્રસારવાને વિષે વ્યતિક્રમ નામનો બીજો દોષ લાગે છે. તથા તે આધાકર્મને (પાત્રમાં) ગ્રહણ કરે સતે અતિચાર નામનો બીજો દોષ લાગે છે, તે દોષ જ્યાં સુધી વસતિમાં આવીને ગુરુની સમક્ષ (આહાર) આલોચીને સ્વાધ્યાય કરીને ગળામાં તે આધાકર્મને નાંખે-ઉતારે નહિ ત્યાં સુધી લાગે છે, અને તે આધાકર્મ ગળા નીચે ઉતરે ત્યારે ‘તર:’ ચોથો અનાચાર નામનો દોષ લાગે છે ।।૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org