________________
+ ચતુર્ભગીઓ આશ્રયી કથ્થાકધ્ય વિધિ
(૧૩૩ ટીકાર્થ : જે સાધર્મિકને વિષે પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી પણ સાધર્મિક હોય એ નામનો ત્રીજો ભંગ છે, તેને વિષે ન કલ્પે. કેમકે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકર સિવાયના પ્રવચનથી અને લિંગથી બન્નેથી સાધર્મિક સાધુઓ છે. તેથી તેમને માટે કરેલું કહ્યું નહિ. મૂળમાં ‘તુ' શબ્દ લખ્યો છે, તે નહિ કહેલાના સમુચ્ચયને માટે છે, અને તે અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવક કે જે ત્રીજા ભંગમાં આવે છે તો પણ તેને માટે કરેલું કહ્યું છે, એમ સમુચ્ચય કરે છે. અહીં કેટલાક (આચાય) કહે છે કે – “અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવક સાધુની જેવો ગણાય, તેથી તેને માટે કરેલું પણ ન કલ્પ.” એમ તેમનું કહેવું અયુક્ત છે. કેમકે મૂળ ટીકામાં આ અર્થને સંમત ગણ્યો નથી. કારણ કે મૂળ ટીકામાં લિંગ અને અભિગ્રહની ચતુર્ભગિકાને વિષે કથ્થાકધ્યનો વિધિ આ પ્રમાણે કહ્યો છે – ‘ત્રિો નો માહે ન સાહૂ ન પૂરૂ fહસ્થ નિવે પૂરુ' રિ લિંગથી સાધર્મિક હોય પણ અભિગ્રહથી ન હોય એવા જો સાધુ હોય તો તેને માટે કરેલું) ન કહ્યું, અને જો ગૃહસ્થ કે નિદ્વવ હોય તો તેને માટે કરેલું) કલ્પ છે ઇતિ. અહીં જે લિંગયુક્ત ગૃહસ્થ કહ્યા તે અગિયારમી પ્રતિમાને વહન કરનારા શ્રાવકો જ પમાય છે. તેથી તેઓને માટે કરેલું કથ્ય કહ્યું છે. તેના મય ત્તિ' બાકીના ત્રણ ભંગને વિષે “મનના' વિકલ્પના જાણવી, એટલે કે કોઈને વિષે કથંચિત્ કલ્પ છે અને કોઈને વિશે કલ્પ નહિ. હવે ચારેય ભંગને આશ્રયીને સામાન્યથી કહે છે “તિર્થંકર' ઇત્યાદિ મૂળમાં ‘થા' શબ્દ લખ્યો છે તે ઉદાહરણ કહેવા માટે લખ્યો છે. એટલે તીર્થકર કેવલીને માટે કરેલું કહ્યું છે, અહીં જેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય એવા જ તીર્થંકર પ્રાયઃ સર્વત્ર જગતમાં પ્રસિદ્ધ છે અને એવા પ્રસિદ્ધ તીર્થકરને માટે કરેલું કહ્યું, પણ અપ્રસિદ્ધ એવા તીર્થકરને માટે કરેલું કહ્યું નહિ એમ જણાવવા માટે કેવળી' શબ્દનું ગ્રહણ કર્યું છે વળી જ્યારે છપસ્થ અવસ્થામાં પણ તીર્થંકરપણે પ્રસિદ્ધ થયા હોય, ત્યારે તે (છવાસ્થ) અવસ્થામાં પણ તેમને નિમિત્તે (માટે) કરેલું કહ્યું છે. અહીં (મૂળમાં) તીર્થકરનું ગ્રહણ કર્યું છે તે પ્રત્યેકબુદ્ધનું ઉપલક્ષણ છે, તેથી તેમને માટે કરેલું પણ કહ્યું. તો ય સેનાપતિ' બાકીના સાધુઓને માટે કરેલું ન કહ્યું. આ સામાન્યથી કહ્યું છે, તેથી આ જ અર્થને ત્રીજા ભંગ સિવાયના બાકીના ત્રણ ભંગમાં ભજના કહી છે તે સ્પષ્ટપણે બતાવે છે : પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી ન હોય તે અગિયારમી પ્રતિમા વહન કરનારને વર્જીને બાકીના શ્રાવકો હોય છે, તેમને માટે કરેલું કલ્પ છે. વળી ચૌરાદિકવડે જેમના રજોહરણ વગેરે લિગ ચોરાઈ ગયા હોય એવા જે સાધુઓ હોય, તેમને માટે કરેલું ન કલ્પે. કેમકે દ્રવ્યલિંગની અપેક્ષાએ સાધર્મિકપણું નહિ છતાં પણ ભાવથી ચારિત્ર સાધર્મિકપણું છે (૧), લિંગથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે નિહ્નવો જાણવા. જો તેઓ લોકમાં નિહ્નવપણે પ્રસિદ્ધ હોય તો તેમને માટે કરેલું કહ્યું છે. અન્યથા કલ્પ નહિ (૨) તથા પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી પણ ન હોય તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેમને માટે કરેલુ કલ્પ છે. (૩) આ પ્રમાણે પહેલી ચતુર્ભગિકાને આશ્રયીને કધ્યાકધ્યનો વિધિ કહ્યો. તથા આવી જ રીતે બાકીની પણ સર્વ ચતુર્ભગિકાને વિષે તે જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org