________________
૧૩૨)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II मू.०- केवलनाणे तित्थं करस्स नो कप्पइ कयं तु ॥१५७॥ મૂલાર્થ: સામાન્ય કેવળજ્ઞાનીને માટે અને તીર્થકરને માટે કરેલ (સાધુઓને) અનુક્રમે ન કલ્પ અને કહ્યું ૧૫ણા
ટીકાર્થ: “વત્તજ્ઞાને કેવળજ્ઞાની સામાન્ય સાધુને માટે કરેલું, આ ઉપલક્ષણ છે તેથી તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ સિવાયના શેષ સાધુઓને માટે કરેલું એવો અર્થ છે. તથા તીર્થકરને માટે કરેલું, અહીં તીર્થંકરનું ગ્રહણ ઉપલક્ષણ છે તેથી પ્રત્યેકબુદ્ધને માટે કરેલું તે અનુક્રમે ન કહ્યું. અને ‘તુ' શબ્દ નહિ કહેલા અર્થને ગ્રહણ કરનાર હોવાથી કહ્યું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ સિવાયના શેષ સાધુઓને માટે કરેલું કલ્પ નહિ, પરંતુ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ માટે કરેલું કહ્યું છે. તે આ પ્રમાણે તીર્થકરને માટે દેવોએ બનાવેલા પણ સમવરણને વિષે સાધુઓને દેશના સાંભળવા માટે બેસવું વગેરે કહ્યું છે. એ જ પ્રમાણે ભોજનાદિક પણ કહ્યું. એ જ પ્રમાણે પ્રત્યેકબુદ્ધને માટે કરેલું પણ કહ્યું છે /૧૫
હવે જેઓને આશ્રયીને પૂર્વ કહેવા (૨૧) ભંગો સંભવે છે, તેઓને બતાવે છે : ___ मू.०- पत्तेयबुद्ध निण्हव, उवासए केवली वि आसज्ज ॥
खइयाइए य भावे, पडुच्च भंगे उ जोएज्जा ॥१५८॥ મૂલાર્થ પ્રત્યેકબુદ્ધ, નિદ્વવ, શ્રાવક, કેવલી (તીર્થકર) તથા સામાન્ય સાધુને આશ્રયીને અને ક્ષાયિક વગેરે ભાવને આશ્રયીને ભંગોને જોડવા. ૧૫૮
ટીકાર્થ: પ્રત્યેકબુદ્ધોને, નિહ્નવોને ‘ઉપાસન' શ્રાવકોને ‘વતિનઃ' તીર્થકરોને અને “પિ' શબ્દથી શેષ સાધુઓને આશ્રયીને તથા ‘ક્ષાયિકીન માવાન' ક્ષાયિક, લાયોપથમિક અને ઔપશમિક સમ્યકત્વને તથા “ઘ' શબ્દથી વિચિત્ર જ્ઞાનો, ચારિત્રો, અભિગ્રહો અને ભાવનાઓને આશ્રયીને ભંગોને જોડવા જોઈએ અને તે ભંગો તે જ પ્રમાણે જોડ્યા છે ૧૫૮
તેમાં પ્રવચન અને લિંગના વિષયવાળી પહેલી ચતુર્ભગિકાને આશ્રયીને વિશેષથી કથ્ય અને અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ तइओ भंगो, तत्थ न कप्पं तु सेसए भयणा ॥
तित्थंकरकेवलिणो, जह कप्पं नो य सेसाणं ॥१५९॥ મૂલાર્થ : જેને વિષે ત્રીજો ભંગ છે તેને વિષે ન કલ્પે બાકીના ત્રણ ભંગને વિષે ભજના (વિકલ્પ) જાણવી. તીર્થકર કેવલીને માટે કરેલું કહ્યું છે, શેષ સાધુઓને માટે કરેલું કહ્યું નહિ |૧૫૯થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org