________________
(૧૩૧
| | અભિગ્રહ અને ભાવના સાધર્મિક ચતુર્ભગી ચારિત્રવાળા અને અસમાન ભાવનાવાળા સાધુ જાણના (૧) ભાવનાથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે સમાન ભાવનાવાળા નિતવો તથા શ્રાવકો, અને અસમાન ચારિત્રવાળા સાધુઓ જાણવા (૨) ચારિત્રથી અને ભાવનાથી સાધર્મિક હોય તે સમાન ચારિત્ર અને ભાવનાવાળા સાધુઓ જાણવા (૩) તથા ચારિત્રથી પણ સાધર્મિક નહિ અને ભાવનાથી પણ નહિ તે અસમાન ચારિત્ર અને ભાવનાવાળા સાધુઓ તથા અસમાન ભાવનાવાળા શ્રાવકો અને નિદ્વવો જાણવા (૪) આ ચારે ભંગને વિષે કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો.
આ પ્રમાણે ચારિત્રના વિષયમાં બે ચતુર્ભગિકાને પણ કહી. હવે અભિગ્રહ અને ભાવનાને વિષે એક ચતુર્ભગિકાને કહેવાને ઇચ્છતા સતા કહે છે :
પૂ. - .... વોર્જી હોવ્રુતિમાળિો પદા મૂલાર્થ: હવે પછી છેલ્લા બે પદની ચતુર્ભગિકાને હું કહીશ. ૧૫ell
ટીકાર્થ હવે પછી અભિગ્રહ અને ભાવનારૂપ છેલ્લા બે પદની ચતુર્ભગિકાને ઉદહરણથી હું કહીશ. તેમાં તે બે પદની ચતુર્ભગિકા આ છે : અભિગ્રહથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (1) ભાવનાથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૨) ભાવનાથી અને અભિગ્રહથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા અભિગ્રહથી ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણ આપવાની ઇચ્છાવાળા સતા કહે છે :
मू.०- जइणो सावग निण्हव, पढमे बिइए य हुंति भंगे य ॥ મૂલાર્થ પહેલા અને બીજા ભંગને વિષે યતિ, શ્રાવક અને નિદ્ભવ હોય છે.
ટીકાર્થ અભિગ્રહથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય એવા પ્રકારના પહેલા ભંગને વિષે તથા ભાવનાથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય એવા પ્રકારના બીજા ભંગને વિષે સાધુ, શ્રાવક અને નિતવો હોય છે. માત્ર પહેલા ભંગમાં સમાન અભિગ્રહવાળા અને અસમાન ભાવનાવાળા જાણવા. અને બીજા ભંગને વિષે તો સમાન ભાવનાવાળા અને અસમાન અભિગ્રહવાળા જાણવા (૧-૨) તથા અભિગ્રહથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૩) તથા ભિગ્રહથી સાધર્મિક નહિ અને ભાવનાથી પણ નહિ તે અસમાન ભાવના અને અભિગ્રહવાળા સાધુ, શ્રાવક અને નિતંવ જાણવા (૪) અહીં ચારે ભંગને વિષે શ્રાવક અને નિહ્નવને માટે કરેલું કહ્યું છે, અને સાધુને માટે કરેલું કહ્યું નહિ.
આ પ્રમાણે એકવીસેય ચતુર્ભગિકા કહી. હવે સામાન્ય કેવલી અને તીર્થકરને આશ્રયીને કધ્યાકધ્યના વિધિને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org