________________
એ જ્ઞાન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી છે
(૧૨૯ કલ્પ (૩) તથા જ્ઞાનથી સાધર્મિક નહિ અને ચારિત્રથી પણ નહિ એ અસમાન જ્ઞાન અને ચારિત્રવાળા યતિઓ, અસમાન જ્ઞાનવાળા શ્રાવકો અને નિતવો જાણવા. અહીં શ્રાવક અને નિકૂવને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૪)
હવે જ્ઞાન અને અભિગ્રહથી આ બીજી) ચતુર્ભગિકા છે. જ્ઞાનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧) અભિગ્રહથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨) જ્ઞાનથી અને અભિગ્રહથી – બન્નેથી પણ સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી ન હોય અને અભિગ્રહથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે સમાન જ્ઞાનવાળા અને અસમાન અભિગ્રહવાળા સાધુ તથા શ્રાવક જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કલ્યું છે, પણ સાધુને માટે કરેવું કહ્યું નહિ (૧), તથા અભિગ્રહથી હોય અને જ્ઞાનથી સાધર્મિક ન હોય તે અસમાન જ્ઞાનવાળા અને સમાન અભિગ્રહવાળા સાધુ તથા શ્રાવક અને સમાન અભિગ્રહવાળા નિતવો જાણવા. અહીં પણ શ્રાવક અને નિતવને માટે કરેલું કલો છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા જ્ઞાનથી સાધર્મિક અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન જ્ઞાન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો જાણવા. અહીં કથ્ય અને અકથ્યનો વિધિ પહેલા ભંગ જેવો જાણવો (૩) તથા જ્ઞાનથી પણ સાધર્મિક નહિ અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન જ્ઞાન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો તથા ભિન્ન અભિગ્રહવાળા નિતવો જાણવા. અહીં મધ્ય અને અકથ્યની ભાવના બીજા ભંગ જેવી જાણવી (૪).
હવે જ્ઞાન અને ભાવનાથી આ (ત્રીજી) ચતુર્ભગિકા છે. જ્ઞાનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨) જ્ઞાનથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી પણ ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સમાનજ્ઞાનવાળા અને અસમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણવા (૧), તથા ભાવનાથી હોય અને જ્ઞાનથી ન હોય તે અસમાન જ્ઞાનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ અને શ્રાવક તથા સમાન ભાવનાવાળા નિતવો જાણવા (૨) તથા જ્ઞાનથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન જ્ઞાન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણના (૩) તથા જ્ઞાનથી પણ સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ ન હોય તે અસમાન જ્ઞાન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવકો તથા અસમાન ભાવનાવાળા નિતવો જાણવા (૪) અહીં ચારે ભંગને વિષે કધ્યાકથ્યની ભાવના પૂર્વેની જેમ જાણવી.
આ પ્રમાણે જ્ઞાનના વિષયવાળી પણ ત્રણ ચતુર્ભગિકા કહી. હવે ચારિત્રની સાથે જે બે ચતુર્ભગિકા થાય છે તેને કહેવાને માટે કહે (ફરમાવે) છે : પૂ. -
Dો વરાછા વોછામિ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org