________________
૧૨૮)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદો હવે દર્શન અને ભાવનાથી (ચોથી) ચતુર્ભગિકા આ પ્રમાણે : દર્શનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય (૪) આ ચતુર્ભગિકાના પહેલા બે ભંગના ઉદાહરણના અતિદેશને માટે કહે છે :
પૂ. - માવા રેવં. મૂલાર્થ અને એજ પ્રમાણે ભાવના જાણવી.
ટીકાર્થ : જે પ્રકારે દર્શનની સાથે અભિગ્રહના ઉદાહરણ કહ્યા છે, તે જ પ્રમાણે ભાવનાનાં ઉદાહરણ પણ જાણવા. તે આ પ્રમાણે : “દર્શનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે અસમાન ભાવનાવાળા અને સમાન દર્શનવાળા શ્રાવક અને સાધુઓ જાણવા (૧), તથા ‘ભાવનાથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય તે અસમાન દર્શનવાળા અને સમાન ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૨), તથા દર્શનથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને ભાવનાવાળા સાધુ અને શ્રાવક જાણવા (૩), તથા ‘દર્શનથી પણ સાધર્મિક નહિ અને ભાવનાથી પણ સાધર્મિક નહિ” તે અસમાન દર્શન અને અસમાન ભાવનાવાળા સાધુ, શ્રાવક અને નિદ્ભવ જાણવા (૪). અહીં ચારે ભંગને વિષે કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વવત જાણવો.
આ પ્રમાણે દર્શનના વિષયવાળી પણચાર ચતુર્ભગિકા કહી. હવે જ્ઞાનની ચારિત્રાદિકની સાથે (ત્રણ) ચતુર્ભગિકા થાય તે કહેવા લાયક છે. તે ત્રણ ચઉભંગીને પણ અતિ દેશથી કહે છે. મૂ.૦-
ના વિ જોવું (૨૨ ) મૂલાર્થ એ જ પ્રમાણે જ્ઞાનની સાથે પણ જાણવી.
ટીકાર્થઃ જેમ દર્શનની સાથે ચાર ચતુર્ભગિકા કહી, તેમ જ્ઞાનની સાથે પણ ચારિત્રાદિ પદોને આશ્રયીને ત્રણ ચતુર્ભગિકા જાણવી. આ અતિ સંક્ષેપથી કહ્યું છે, તેથી સ્પષ્ટ રીતે વિવરણ કરે છે : જ્ઞાન અને ચારિત્રની આ પહેલી) ચતુર્ભગિકા : જ્ઞાનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૧), ચારિત્રથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૨), જ્ઞાનથી અને ચારિત્રથી બન્નેથી સાધર્મિક હોય (૩) તથા જ્ઞાનથી ન હોય અને ચારિત્રથી પણ ન હોય (૪) તેમાં જ્ઞાનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે સમાન જ્ઞાનવાળા શ્રાવકો તથા અસમાન ચારિત્રવાળા અને સમાન જ્ઞાનવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવકને માટે કરેલુ કહ્યું છે, અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા ચારિત્રથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય તે ભિન્ન જ્ઞાનવાળા અને અભિન્ન ચારિત્રવાળા સાધુઓ જાણવા. અહીં એઓને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા જ્ઞાનથી અને ચારિત્રથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન જ્ઞાનવાળા અને ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં પણ તેમને માટે કરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org