________________
| | દર્શન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી છે
(૧૨૭ ટીકાર્થ: “નવરને' દર્શન અને ચરણની (બીજી) ચતુર્ભગિકાને વિષે પહેલો ભંગ દર્શનથી સાધર્મિક હોય અને ચરણથી ન હોય એવા પ્રકારનો છે, તે સમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવકોને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૧), તથા વળી બીજો ભંગ - ચરણથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય એવા પ્રકારનો છે, તે અસમાન દર્શનવાળા અને સમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. તેમને માટે કરેલું કલ્પ નહિ (૨) તથા દર્શનથી અને ચારિત્રથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં પણ તેમને માટે કરેલું) કલ્પ નહિ (૩) તથા દર્શનથી પણ સાધર્મિક નહિ અને ચારિત્રથી પણ સાધર્મિક નહિ તે નિહ્નવો, અસમાન દર્શનવાળા શ્રાવકો અને અસમાન દર્શન તથા ચારિત્રવાળા યતિઓ જાણવા. તેમાં નિદ્ભવ અને શ્રાવકને માટે કરેલું કહ્યું, પણ યતિને માટે કરેલું ન કલ્પ (૪). હવે દર્શન અને અભિગ્રહની (ત્રીજી) ચતુર્ભગિકા આ છે – દર્શનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧), અભિગ્રહથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨) દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય (૪) તેમાં પ્રથમના બે ભંગના ઉદાહરણ આપવાની ઇચ્છાથી કહે છે કે - “સણ' ઇત્યાદિ, દર્શન અને અભિગ્રહને વિષે પહેલા બે ભંગને આશ્રીને હું ઉદાહરણ કહીશ. ૧૫૪ll પ્રતિજ્ઞા કરેલાનો જ નિર્વાહ કરે છે :
મૂ. - સાવ ના વીસમાપદ, પઢમો વીમો ચ... મૂલાર્થ જુદા પ્રકારના અભિગ્રહવાળા શ્રાવક અને યતિ એ પ્રથમ ભંગ (૧) બીજો ભંગ પણ એ જ (અભિગ્રહથી હોય અને દર્શનથી સાધર્મિક ન હોય, તે પણ) શ્રાવક અને યતિ જાણવા.
ટીકાર્થ સમાન દર્શનવાળા અને “વિષ્યfમહી:' જુદા પ્રકારના અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ દર્શનથી સાધર્મિક હોય છે અને અભિગ્રહથી હોતા નથી. આવા પ્રકારનો આ પહેલો ભંગ છે. અહીં પણ શ્રાવકને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા બીજો ભંગ પણ અભિગ્રહથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય એવા પ્રકારનો છે. તે શ્રાવક અને યતિરૂપ જ છે.ફક્ત તે યતિઓ અને શ્રાવકો અસમાન દર્શનવાળા અને સમાન અભિગ્રહવાળા જાણવા. આ ઉપલક્ષણ છે, તેથી સમાન અભિગ્રહવાળા નિતવો પણ જાણવા. અહીં શ્રાવક અને નિદ્ધવને માટે કરેલું કહ્યું છે, અને યતિને માટે કરેલું કહ્યું નહિ (૨) તથા દર્શનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન દર્શન અને અભિગ્રહવાળા સાધુ અને શ્રાવકો જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કહ્યું છે, અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા દર્શનથી સાધર્મિક નહિ અને અભિગ્રહથી પણ નહિ તે જુદા જુદા દર્શનવાળા અને અભિગ્રહવાળા સાધુ શ્રાવક અને નિતવો જાણવા. મધ્ય અને અકથ્યનો વિધિ બીજા ભંગની જેમ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org