________________
૧૨૬)
|| શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ II આ પ્રમાણે લિંગના વિષયવાળી પાંચ ચતુર્ભગિકા કહી. હવે દર્શનની જ્ઞાનની સાથે (ચાર) ચતુર્ભગિકા કહેવાની છે. તેમાં દર્શન અને જ્ઞાનની આ (પહેલી) ચતુર્ભગિકા છે – દર્શનથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય (૧), જ્ઞાનથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી ન હોય અને જ્ઞાનથી પણ ન હોય (૪), તેમાં પ્રથમના બે ભંગ કહે છે :
મૂ૦-
ના પદ્ધમમ ૩ || जइ सावग वीसुनाणी एवं चिय बिइयभंगो वि ॥१५३॥ મૂલાર્થ દર્શન અને જ્ઞાનને વિષે પ્રથમ ભંગનું ઉદાહરણ ભિન્ન જ્ઞાનવાળા યતિ અને શ્રાવક જાણવા (૧) એ જ પ્રમાણે બીજો ભંગ જાણવો (૨). ૧૫૩ી.
ટીકાર્થ: ‘રના દર્શન અને જ્ઞાનના વિષયવાળી (પહેલી) ચતુર્ભગિકાને વિષે, “વ' શબ્દ સમુચ્ચયને વિષે છે. પ્રથમ ભંગ દર્શનથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય એવા પ્રકારનો છે, તે ‘વિષ્યજ્ઞનઃ' ભિન્ન જ્ઞાનવાળા અને સમાન દર્શનવાળા સાધુઓ અને શ્રાવકો જાણવા. તેમાં શ્રાવકોને માટે કરેલું કલ્પ છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧), એજ પ્રમાણે જ્ઞાનથી સાધર્મિક હોય પણ દર્શનથી ન હોય એવા પ્રકારનો બીજો ભંગ જાણવો. અર્થાતુ તેમાં પણ યતિઓ અને શ્રાવકો જાણવા. કેવળ તફાવત એ કે – ભિન્ન દર્શનવાળા અને સમાન જ્ઞાનવાળા તેઓ જાણવા. અહીં પણ કથ્ય અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો (૨) તથા જ્ઞાનથી અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સમાન જ્ઞાનવાળા અને સમાન દર્શનવાળા યતિઓ અને શ્રાવકો જાણવા. અહીં પણ કલ્પ અને અકથ્યનો વિધિ પૂર્વની જેમ જાણવો (૩), તથા જ્ઞાનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ ન હોય તે ભિન્ન ભિન્ન જ્ઞાન-દર્શનવાળા સાધુ, શ્રાવક અને નિતંવ જાણવા. અહીં શ્રાવક અને નિહ્નવને માટે કરેલું કહ્યું છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૪) ૧૫૩ી.
હવે દર્શન અને ચારિત્રની (બીજી) ચતુર્ભગિકા તો આ પ્રમાણે દર્શનથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૧), ચારિત્રથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય (૨), દર્શનથી અને ચારિત્રથી પણ સાધર્મિક હોય (૩) તથા દર્શનથી ન હોય અને ચારિત્રથી પણ ન હોય (૪) તેમાં પહેલાં બે ભંગના ઉદાહરણ કહે છે : म.०- दंसणचरणे पढमो, सावग जड़णो य बीयभंगो उ॥
जइणो विसरिसदंसी, दंसे य अभिग्गहे वोच्छं ॥१५४॥ મૂલાર્થ દર્શન અને ચારિત્રને વિષે પહેલો ભંગ,-શ્રાવક અને યતિ (૧) બીજો ભંગ-અસમાન દર્શનવાળા યતિઓ (૨) હવે દર્શન અને અભિગ્રહને વિષે ઉદાહરણને હું કહીશ. ૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org