________________
II લિંગ અને ભાવના સાધર્મિક ચતુર્ભગી |
(૧૨૫ ટીકાર્થ લિંગ વડે રાધર્મિક હોય અને અભિગ્રહ વડે ન હોય તે અભિગ્રહ રહિત અથવા વિશ્વમહિm:' ભિન્ન ભિન્ન અભિગ્રહવાળા યતિઓ અને અગિયારમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકો જાણવા. આ ઉપલક્ષણ હોવાથી નિદ્વવો પણ જાણવા. અહીં પણ નિતવ અને શ્રાવકને માટે કરેલું યતિને કલ્પ છે, પરંતુ યતિને માટે કરેલું ન કલ્પ (૧), તથા અભિગ્રહવડે સાધર્મિક હોય અને લિંગ વડે ન હોય એવા બીજા ભંગને વિષે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા. ‘વ’ શબ્દથી અગિયારમી પ્રતિમા વિનાના સમાન અભિગ્રહવાળા શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કલ્પ છે (૨) તથા લિંગથી અને અભિગ્રહથી પણ સાધર્મિક હોય તે સમાન અભિગ્રહવાળા સાધુઓ અગિયારમી પ્રતિમાને વહન કરનારા શ્રાવકો અને નિતવો જાણવા અહીં પણ શ્રાવક અને નિદ્વવને માટે કરેલું કહ્યું છે, પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન ભિન્ન ભિન્ન) અભિગ્રહવાળા તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને અગિયારમી પ્રતિમા વિનાના શ્રાવકો જાણવા, તેઓને માટે કરેલું કહ્યું છે (૪). ૧૫રા - હવે લિંગ અને ભાવનાની પાંચમી) ચતુર્ભગિકા આ પ્રમાણે : લિંગથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય (૧), ભાવનાથી સાધર્મિક હોય અને લિંગથી ન હોય (૨) લિંગથી અને ભાવનાથી પણ સાધર્મિક હોય (૩) તથા લિંગથી અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય (૪) આ ચતુર્ભગિકાના ઉદાહરણો અતિદેશ (ભલામણ) વડે કહે છે :
મૂ૦-પર્વ ત્રિને માત્ર છે મૂલાર્થ એ જ પ્રમાણે લિંગની સાથે ભાવનાના ઉદાહરણો જાણવા.
ટીકાર્થ : જેમ લિંગને વિષે અભિગ્રહ વડે કરેલા ભંગોને વિષે ઉદાહરણ આપ્યાં છે, તે જ પ્રમાણે ભાવનાની સાથે પણ ઉદાહરણ આપવા અને તે આ પ્રમાણે લિંગથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે ભાવના રહિત અથવા જુદી જુદી ભાવનાવાળા યતિઓ, અગિયારમી પ્રતિભાવાળા શ્રાવકો અને નિહ્નવો જાણવા. અહીં શ્રાવક અને નિદ્ભવ માટે કરેલું કહ્યું છે. પણ યતિને માટે કરેલું કલ્પ નહિ (૧), તથા ભાવનાથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય તે સમાનભાવનાવાળા પ્રત્યેકબુદ્ધ, તીર્થકર અને અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કલ્પ છે (૨) તથા લિંગથી અને ભાવનાથી સાધર્મિક હોય તે સમાન ભાવનાવાળા સાધુઓ, અગિયારમી પ્રતિમાને વહન કરનાર શ્રાવકો અને નિહ્નવો જાણવા. અહીં પણ શ્રાવક અને નિદ્ધવને માટે કરેલું કલ્પ છે, પણ યતિને માટે કરેલું ન કલ્પ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ સાધર્મિક ન હોય તે અસમાન (જુદા પ્રકારની) ભાવનાવાળા તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ અને અગિયારમી પ્રતિમા વિનાના શ્રાવકો જાણવા. તેઓને માટે કરેલું કહ્યું છે (૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org