________________
૧૨૪)
I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ યતિઓને માટે કરેલું કલ્પ નહિ (૧), જ્ઞાનથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ તથા અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. તેઓને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે (૨), લિંગથી સાધર્મિક હોય અને જ્ઞાનથી પણ સાધર્મિક હોય તે સાધુઓ અને અગિયારમી પ્રતિમાને પામેલા શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને યતિઓને માટે કરેલું હોય તે ન કલ્પ (૩) તથા લિંગથી સાધર્મિક ન હોય અને જ્ઞાનથી પણ સાધર્મિક ન હોય તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો ભિન્ન જ્ઞાનવાળા જાણવા. તેઓ માટે કરેલું હોય તે સાધુને કલ્પે છે (૪).
હવે લિંગ અને ચારિત્રની (ત્રીજી) ચતુર્ભગિકા આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને ચારિત્રથી નહિ (૧) ચારિત્રથી સાધર્મિક અને લિંગથી નહિ () લિંગથી અને ચારિત્ર બન્નેથી સાધર્મિક (૩) તથા લિંગથી નહિ અને ચરણથી પણ નહિ (૪) આ ચતુર્ભગિકાના પણ ઉદાહરણો પ્રાયઃ કરીને પૂર્વની જેવા છે એમ જાણીને નિર્યુક્તિકારે કહ્યા નથી, તેથી હું જ કહું છું – લિંગથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય તે યતિઓ, અગિયારમી પ્રતિમાવાળા શ્રાવકો અને નિહ્નવો ભિન્ન ચારિત્રવાળા જાણવા. અહીં શ્રાવકો અને નિદ્વવોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે, પણ સાધુને માટે કરેલું હોય તે કલ્પ નહિ (૧), ચારિત્રથી હોય અને લિંગથી સાધર્મિક ન હોય તે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો સમાન ચારિત્રવાળા જાણવા. તેઓને માટે કરેલું હોય તે યતિને કહ્યું છે (૨), લિંગથી સાધર્મિક હોય અને ચારિત્રથી પણ હોય તે યતિઓ સમાનચારિત્રવાળા જાણવા. તેમને માટે કરેલું હોય તે સાધુને કહ્યું નહિ (૩), લિંગથી સાધર્મિક ન હોય અને ચારિત્રથી પણ ન હોય તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાવાળા સિવાયના શ્રાવકો અસમાન ચારિત્રવાળા જાણવા. તેઓને માટે કરેલું કહ્યું છે (૪).
હવે લિંગ અને અભિગ્રહની (ચોથી) ચતુર્ભગિકા આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને અભિગ્રહથી નહિ (૧), અભિગ્રહથી સાધર્મિક અને લિંગથી નહિ (૨), લિંગથી અને અભિગ્રહથી એમ બંનેથી સાધર્મિક (૩) તથા લિંગથી નહિ અને અભિગ્રહથી પણ નહિ (૪) તેમાં પહેલા બે ભંગમાં ઉદાહરણ જણાવે છે :
मू.०- लिंगेण उ नाभिग्गह, अणभिग्गह वीसुऽभिग्गही चेव ॥
जइ सावग बीयभंगे, पत्तेयबुहा य तित्थयरा ॥१५२॥ મૂલાર્થઃ લિંગ વડે સાધર્મિક હોય અને અભિગ્રહ વડે ન હોય, તે અભિગ્રહ રહિત અથવા જુદા જુદા અભિગ્રહવાળા સાધુ અને શ્રાવક જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકરો જાણવા (૧૫રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org