________________
|| લિંગ અને જ્ઞાન સાધર્મિક ચતુર્ભગી //
(૧૨૩ તેમાં લિંગ અને દર્શનને વિષે આ (પહેલી) ચતુર્ભગિકા છે કે – લિંગથી સાધર્મિક પણ દર્શનથી નહિ (૧), દર્શનથી સાધર્મિક પણ લિંગથી નહિ (૨) લિંગથી અને દર્શનથી બન્નેથી સાધર્મિક (૩) તથા લિંગથી પણ સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ (૪) તેમાં પહેલાં બે ભંગને કહે
મૂ. - તિરો ૩ દિમી, ન હંસ વીસુવંસિ શરૂ નિષ્ફી |
पत्तेयबुद्ध तित्थं कराय बीयम्मि भंगम्मि ॥१५१॥ મૂલાર્થ લિંગ વડે સાધર્મિક અને દર્શન વડે સાધર્મિક નહિ, તે જુદા જુદા દર્શનવાળા સાધુઓ અને નિતવો જાણવા (૧), તથા બીજા ભંગને વિષે પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો જાણવા (૨). ||૧૫૧II
ટીકાર્થઃ લિંગ વડે સાધર્મિક હોય પણ “વંસળ” અહીં તૃતીયાના અર્થમાં સપ્તમી વિભક્તિ લખી છે તેથી દર્શન વડે સાધર્મિક ન હોય, તે ‘વિષ્યર્થના:' જુદા જુદા દર્શનવાળા યતિઓ અને નિતવો જાણવા. આ ઉપલક્ષણ છે તેથી ભિન્ન ભિન્ન દર્શનવાળા અગિયારમી પ્રતિમાને ધારણ કરનારા શ્રાવકો પણ જાણવા. તેમાં નિહ્નવો મિથ્યાદષ્ટિ હોવાથી દર્શન વડે સાધર્મિક નથી. અહીં નિદ્ભવ અને શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે, પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ (૧), તથા દર્શનથી સાધર્મિક હોય પણ લિંગથી ન હોય એવા સ્વરૂપવાળા બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થકરો તથા અગિયારમી પ્રતિમા ધારણ કરનાર સિવાયના સમાન દર્શનવાળા શ્રાવકો જાણવા. તેમને માટે કરેલું હોય તે સાધુને કહ્યું છે (૨), બાકીના બે ભંગને અમે કહીએ છીએ – લિંગથી સાધર્મિક હોય અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સાધુઓ અને અગિયારમી પ્રતિમાને ધારણ કરનાર શ્રાવકો સમાનદર્શનવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું કહ્યું છે અને સાધુને માટે કરેલું કલ્પ નહિ (૩) તથા લિંગથી પણ સાધર્મિક નહિ અને દર્શનથી પણ નહિ તે પ્રત્યેકબુદ્ધો, તીર્થકરો અને અગિયારમી પ્રતિમાને વહન કરનાર સિવાયના શ્રાવકો અસમાન દર્શનવાળા જાણવા. તેઓ માટે કરેલું કહ્યું છે. (૪) ૧૫૧૫
હવે (બીજી) લિંગ અને જ્ઞાનની ચતુર્ભગિકા તો આ પ્રમાણે છે : લિંગથી સાધર્મિક અને જ્ઞાનથી સાધર્મિક નહિ (૧), જ્ઞાનથી સાધર્મિક અને લિંગથી નહિ (૨) લિંગથી સાધર્મિક અને જ્ઞાનથી પણ સાધર્મિક (૩) લિંગથી સાધર્મિક નહિ અને જ્ઞાનથી પણ નહિ (૪) આ ચતુર્ભગિકાના પહેલા બે ભંગના ઉદાહરણ પ્રાયઃ કરીને લિંગ અને દર્શનની ચતુર્ભગિકાના પહેલા બે ભંગની સદશ છે તેથી કરીને નિર્યુક્તિકારે તે કહ્યા નથી. તેથી અમે જ તેને કહીએ છીએ – લિંગથી સાધર્મિક હોય અને જ્ઞાનથી ન હોય તે યતિઓ, અગિયારમી પ્રતિમાને અંગીકાર કરનારા શ્રાવકો અને નિહ્નવો ભિજ્ઞાનવાળા જાણવા. અહીં પણ શ્રાવકો અને નિદ્વવોને માટે કરેલું હોય તે સાધુને કલ્પ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org