________________
૧૨૨)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
કલ્પે છે (૪) ‘વં પયળભાવળ ત્તિ-ડ્વ' એટલે પૂર્વે કહેલા પ્રકાર વડે ‘પ્રવત્તનમાવનેતિ’ એટલે પ્રવચન અને ભાવનાની (છઠ્ઠી) ચતુર્ભૂગિકા ભાવવી તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સાધુ અથવા શ્રાવકો જુદી જુદી ભાવનાવાળા જાણવા. અહીં પણ શ્રાવકોને માટે કરેલું હોય તે સાધુને કલ્પે અને સાધુને માટે કરેલું ન કલ્પે (૧) ભાવનાથી સાધર્મિક હોય અને પ્રવચનથી સાધર્મિક ન હોય તે નિદ્ભવ, તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેઓને માટે કરેલું કલ્પે છે (૨) પ્રવચનથી અને ભાવનાથી (એમ) બન્નેથી સાધર્મિક હોય તે સાધુ અને શ્રાવકો સમાન ભાવનાવાળા જાણવા. તેમાં શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કલ્પે છે અને સાધુને માટે કરેલું કલ્પે નહિ (૩) તથા પ્રવચનથી અને ભાવનાથી - બંનેથી સાધર્મિક ન હોય તે તીર્થંકરો, પ્રત્યેકબુદ્ધો અને નિર્હાવો જુદી જુદી ભાવનાવાળા જાણવા. તેઓને માટે કરેલું કલ્પે છે (૪). આ પ્રમાણે પ્રવચનને આશ્રયીને છ ચતુર્ભૂગિકાનાં ઉદાહરણો કહ્યાં. ‘પત્તો મેમાળ વોમિત્તિ' હવે પછી બાકીની ચતુર્થંગિકાના ઉદાહરણોને હું કહીશ ।।૧૪૮-૧૪૯ા
પ્રતિજ્ઞા કરેલાને જ અતિદેશ (ભલામણ) વડે કહે છે :
मू. ० - लिंगाईहि वि एवं, एक्क्केणं तु उवरिमा नेया ॥
जेऽनन्ने उवरिल्ला, ते मोत्तुं सेस एवं ॥ १५० ॥
મૂલાર્થ : એજ પ્રમાણે લિંગાદિક પદને વિષે પણ એક એક પદવડે કરીને પછીના (આગળના) પેદા લઈ જવા, એટલે કે - પછીના જે સરખા ભંગો છે તેને મૂકીને બાકીના ભંગ આ પ્રમાણે જાણવા.
॥૧૫॥
-
ટીકાર્થ : ‘નિત્તિ વિ’ અહીં સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે – ‘i’ – પૂર્વે કહેલા પ્રકારે કરીને 'તિષ્વિનિ' લિંગ, દર્શન વગેરે પદોને વિષે પણ એક એક લિંગાદિકપદે કરીને ‘૩રિતનાનિ' પછીના (એટલે કે - આગળના) દર્શન, જ્ઞાન વગેરે પદો લેવા, આનો ભાવાર્થ આ પ્રમાણે - લિંગ, દર્શન વગેરે પદોને વિષે દર્શન, જ્ઞાન વગેરે પદોની સાથે જે ચતુર્ભૂગિકા થાય છે. તેને પૂર્વે કહ્યા પ્રમાણે કહેવી. આ અત્યંત સંક્ષેપથી કહ્યું. તેથી પ્રત્યક્ષપણે કહેવાની ઇચ્છાથી આ પ્રમાણે કહે છે. ‘નેઽન્ને' ઇત્યાદિ - જે અનન્ય એટલે ઉદાહરણની અપેક્ષાએ જે ભાંગાઓ અન્ય જોવા ન હોય (સદેશ હોય) તેમને છોડીને બાકીના ભંગોને ‘વં” કહેવાને ઇચ્છતા પ્રકારે કરીને તમે જાણો. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. અહીં લિંગ અને દર્શનના જે ચાર ભાંગાઓ ઉદાહરણ સહિત કહેવામાં આવશે તેવા જ પ્રાયઃ ઉદાહરણની અપેક્ષાએ લિંગ અને જ્ઞાનના તથા લિંગ અને ચરણના પણ ભાંગાઓ હોય છે. તેથી તેને છોડીને લિંગ અને દર્શનના, લિંગ અને અભિગ્રહ વગેરે ભાંગાને હું કહીશ. ૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org