________________
|| પ્રવચન અને અભિગ્રહ સાધર્મિક ચતુર્ભગી II
(૧૨૧ અવિરત સમદષ્ટિ હોય તેમનું સર્વથા અવિરતિપણું છે, તેથી અને દેશવિરતિવાળાને તો દેશની ચારિત્ર છે તેથી તેમનો ચારિત્રથી સાધર્મિકપણાનો અભાવ પ્રસિદ્ધ છે. અહીં સાધુને માટે કરેલું હોય તો સાધુને ન કહ્યું અને શ્રાવકોને માટે કરેલું હોય તો કલ્પ (૧) ચારિત્રથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો સમાન ચારિત્રવાળા જાણવા. તેમને માટે કરેલું કલ્પ છે (૨) પ્રવચનથી સાધર્મિક હોય અને ચારિત્રથી પણ સાધર્મિક હોય તે સમાન ચારિત્રવાળા સાધુઓ જાણવા. તેમને માટે કરેલું ન કલ્પ (૩) પ્રવચનથી અને ચારિત્રથી પણ સાધર્મિક ન હોય તે તીર્થકર પ્રત્યેકબુદ્ધ અને નિતવો જાણવા. તેમાં તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો અસમાન ચારિત્રવાળા જાણવા, અને જિલવો તો અચારિત્રીયા જ છે. આ સર્વને માટે કરેલું કહ્યું છે (૪)
હવે પાંચમી ચતુર્ભગિકા આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી સાધર્મિક ન હોય (૧), અભિગ્રહથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય (૨) પ્રવચનથી અને અભિગ્રહથી એમ બંનેથી સાધર્મિક હોય (૩) તથા પ્રવચનથી અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય (૪) એમ છઠ્ઠી ચતુર્ભગિકા પણ ભાવનાની સાથે જાણવી. આ બન્ને ચતુર્ભગિકાના દરેકના પહેલા બે ભંગ દેખાડે છે.
मू.०- पवयणओ साहम्मी, नाभिग्गह सावगा जइणो ॥१४८॥
साहम्मऽभिग्गहेणं, नो पवयण निण्ह तित्थ पत्तेया ॥
एवं पवयणभावण, एत्तो सेसाण वोच्छामि ॥१४९॥ મૂલાર્થ: પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે શ્રાવક અને સાધુઓ હોય છે (૧) અભિગ્રહ વડે સાધર્મિક હોય અને પ્રવચન વડે ન હોય તે નિતવ, તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા (૨) એ જ પ્રમાણે પ્રવચન અને ભાવનાથી ચોભંગી જાણવી હવે પછી બાકીની ચતુર્ભગિકાને હું કહું છું. /૧૪૮-૧૪૯ll
ટીકાર્થ : પ્રવચનથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય તે (પોતાનાથી) ભિન્ન અભિગ્રહવાળા શ્રાવક અને સાધુઓ જાણવા. તેમાં શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને સાધુને માટે કરેલું હોય તે કલ્પ નહિ (૧), અભિગ્રહ વડે સાધર્મિક હોય અને પ્રવચન વડે ન હોય તે નિહ્નવ તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જાણવા. તેઓને માટે કરેલું હોય તે કલ્પ છે (૨), પ્રવચનથી અને અભિગ્રહથી (એમ) બંનેથી સાધર્મિક હોય તે સાધુ અને શ્રાવકો સમાન અભીગ્રહવાળા જાણવા. અહીં પણ શ્રાવકને માટે કરેલું હોય તે સાધુને કહ્યું અને સાધુને માટે કરેલું હોય તે ન કલ્પ (૩), તથા પ્રવચનથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે ભિન્ન અભિગ્રહવાળા અથવા અભિગ્રહરહિત હોય એવા તીર્થકરો, પ્રત્યેકબુદ્ધ અને નિહ્નવો જાણવા. તેઓને માટે કરેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org