________________
૧૨૦)
|શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ટીકાર્થ : પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી ન હોય તે ‘
વિનિયુp:' ભિન્ન ભિન્ન ક્ષાયિકાદિક સમકિતે કરીને યુક્ત એવા સાધુ અથવા શ્રાવકો હોય છે. આનો ભાવાર્થ એ કે – કેટલાક સાધુ કે શ્રાવકોને ક્ષાયોપથમિક દર્શન હોય છે, બીજા કેટલાકને (સાધુ કે શ્રાવકોને) ઔપશમિક અથવા ક્ષાયિક હોય છે, તેઓ પરસ્પર પ્રવચનથી સાધર્મિક છે પણ દર્શનથી નથી. તેમાં સાધુઓને માટે કરેલું સાધુઓને કહ્યું નહિ, પરંતુ શ્રાવકોને માટે કરેલું હોય તો તે કલ્પ છે (૧), તથા દર્શનથી સાધર્મિક હોય પણ પ્રવચનથી સાધર્મિક ન હોય તે તીર્થકર અથવા પ્રત્યેકબુદ્ધ, સમાન દર્શનવાળા જાણવા. તેમને માટે કરેલું સાધુઓને કહ્યું છે. “પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી પણ સાધર્મિક હોય તે સાધુ અથવા શ્રાવક સમાન દર્શનવાળા જાણવા. અહીં પણ સાધુને માટે કરેલું ન કહ્યું અને શ્રાવકોને માટે કરેલું કલ્પ છે (૩) પ્રવચનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને નિદ્ભવ જાણવા. તેમાં તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ ભિન્ન દર્શનવાળા જાણવા, અને નિલવો તો મિથ્યાષ્ટિ તરીકે પ્રસિદ્ધ જ છે. આ સર્વને માટે કરેલું સાધુઓને કહ્યું છે (૪) ||૧૪૭ી
હવે ત્રીજી ચતુર્ભગિકા : પ્રવચનથી સાધર્મિક હોય પણ જ્ઞાનથી સાધર્મિક નહિ (૧) જ્ઞાનથી સાધર્મિક પણ પ્રવચનથી નહિ (૨) પ્રવચનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક (૩) તથા પ્રવચનથી અને જ્ઞાનથી પણ સાધર્મિક નહિ (૪) એ જ પ્રમાણે ચોથી ચતુર્ભગિકા પણ પ્રવચન અને ચારિત્રની સાથે જાણી લેવી. આ બંન્ને ચતુર્ભગિકાના પહેલા પહેલા બળે ભંગને અતિદેશ (ભલામણ) વડે કહે છે:
मू.०- नाणचरित्ता एवं, नायव्वा होति पवयणेणं तु ॥ મૂલાર્થ એ જ પ્રમાણે પ્રવચનની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ જાણવા.
ટીકાર્થ જેમ પ્રવચનની સાથે દર્શન કર્યું, તેમ જ્ઞાન અને ચારિત્ર પણ પ્રવચનની સાથે જાણી લેવા. તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય પણ જ્ઞાનથી ન હોય. તે ભિન્ન જ્ઞાનવાળા સાધુ અથવા શ્રાવકો જાણવા. અહીં પણ જો સાધુ (માટે કર્યું હોય તો કહ્યું નહિ અને શ્રાવક (માટે કર્યું) હોય તો કલ્પ (૧) જ્ઞાનથી સાધર્મિક હોય પણ પ્રવચનથી સાધર્મિક ન હોય તે તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો સમાન જ્ઞાનવાળા જાણવા. તેમને માટે કરેલું સાધુને) કલ્પ છે (૨) પ્રવચન અને જ્ઞાન બંનેથી સાધર્મિક તે સાધુ અથવા શ્રાવકો સમાન જ્ઞાનવાળા જાણવા. અહીં પણ સાધુને માટે કરેલું કલ્પ નહિ, પણ શ્રાવકને માટે કરેલું કલ્પ છે (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને જ્ઞાનથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર, પ્રત્યેકબુદ્ધ અને નિદ્ભવ જાણવા. તેમાં તીર્થકરો અને પ્રત્યેકબુદ્ધો ભિન્ન જ્ઞાનવાળા જાણવા અને નિદ્વવો તો મિથ્યાષ્ટિ હોવાથી અજ્ઞાની છે તે પ્રસિદ્ધ જ છે, આ સર્વને માટે કરેલું (સાધુને) કલ્પ છે. (૪) તથા પ્રવચનથી સાધર્મિક હોય પણ ચારિત્રથી સાધર્મિક હોય તે સાધુઓ અને અને શ્રાવકો જાણવા તેમાં સાધુઓ અસમાન ચારિત્રવાળા જાણવા અને શ્રાવકો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org