________________
/ પ્રવચન અને દર્શન સાધર્મિક ચતુર્ભગી
(૧૧૯ વિભક્તિ કરી છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે જેથી કરીને તેઓ દશમી શ્રાવક પ્રતિમાને પામેલા
શિવ:' શિખા સહિત એટલે કેશ સહિત છે. તેથી કરીને તેઓ પ્રવચનથી જ સાધર્મિક હોય છે, પણ લિંગથી સાધર્મિક નથી. પરંતુ જેઓ અગિયારમી પ્રતિભાને ધારણ કરનાર હોય તેઓ કેશ રહિત હોય ઇત્યાદિ વિશેષણોએ કરીને તેઓ લિંગથી પણ સાધર્મિક હોય છે, તેથી તેને (શિખાવાળા સાધર્મિકમાંથી) વજર્યા છે. તેમાં તેને ગણેલ નથી. એઓને (દશમી પ્રતિમાવાળા સુધીને) માટે જે કર્યું હોય તે સાધુને કહ્યું છે (૧) તથા લિંગથી સાધર્મિક હોય અને પ્રવચનથી ન હોય તે નિહ્નવો જાણવા. કેમકે- તેઓ પ્રવચનથી બાહ્ય થયેલા હોવાથી તેમના પ્રવચનથી સાધર્મિકપણાનો અભાવ છે. પરંતુ રજોહરણાદિક લિંગ તો તેઓને પણ હોય છે તેથી તેઓ લિંગથી સાધર્મિક કહેવાય છે. તેઓને માટે કરેલું પણ સાધુઓને કહ્યું છે (૨) વળી નિહ્નવ બે પ્રકારના છે : લોકને વિષે નિહ્નવપણે જણાવેલ (પ્રસિદ્ધ) હોય છે અને નહિ જણાયેલા (અપ્રસિદ્ધ) હોય તે તેમાં જે જાણીતા હોય તે અહીં ગ્રહણ કરવા. કારણ કે - તે રીતે પ્રસિદ્ધ થયા ન હોય તેઓ લોકને વિશે સાધુપણાના વ્યવહારવાળા હોવાને લીધે પ્રવચનને વિષે વર્તે છે. અહીં પહેલા બે ભંગ કહેવાથી બાકીના ઉત્તરના બે ભંગ, શ્રોતાઓ પોતાની મેળે જ સમજશે એવી બુદ્ધિથી નિયુક્તિકારે બતાવ્યા નથી, અને આ જ કારણથી બીજી પણ ચતુર્ભગિકાઓના પહેલાં બે ભંગ જ કહેશે, પછીના બે ભંગ કહેશે નહિ. અમે તો સુખે બોધ થવા માટે કહીશું કહીએ છીએ) તેમાં આ પહેલી જ ચતુર્ભગિકા (ચોભંગી) માં પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાધર્મિક એ પ્રકારના ત્રીજા ભંગને વિષે ઉદાહરણ – સાધુઓ અથવા અગિયારમી પ્રતિમા વહન કરનાર શ્રાવકો છે. તેમાં સાધુઓ માટે કરેલું ન કહ્યું. અને શ્રાવકોને માટે કરેલું કલ્પ (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ જણવા. કેમકે તેઓ પ્રવચન અને લિંગ એ બંનેથી રહિત છે. તેઓને માટે કરેલું (સાધુઓને) કલ્પ છે (૪) II૧૪દી
હવે બીજી ચઉભંગી આ પ્રમાણે પ્રવચનથી સાધર્મિક હોય અને દર્શનથી સાધર્મિક નહિ (૧), દર્શનથી સાધર્મિક અને પ્રવચનથી સાધર્મિક નહિ (૨) પ્રવચનથી સાધર્મિક અને દર્શનથી પણ સાધર્મિક (૩) તથા પ્રવચનથી સાધર્મિક નહિ અને દર્શનથી પણ સાધર્મિક નહિ (૪) તેમાં પ્રથમના બે ભાંગાનું ઉદાહરણ કહે છે :
मू.०- विसरिसदसणजुत्ता, पवयणसाहम्मिया न दंसणओ ॥
तित्थगरा पत्तेया, नो पवयणदंससाहम्मी ॥१४७॥ મૂલાર્થ જે જુદા સમકિતે કરીને યુક્ત હોય તે પ્રવચનથી સાધર્મિક છે પણ દર્શનથી સાધર્મિક નથી (૧) તથા તીર્થકર અને પ્રત્યેકબુદ્ધો પ્રવચનથી સાધર્મિક નથી પણ દર્શનથી સાધર્મિક છે (૨) ||૧૪૭ી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org