________________
૧૧૮)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ I
નિગ્રંથોના વિષયમાં સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા અથવા બીજા દેશમાં ઉત્પન્ન થયેલા સર્વ સાધુને સર્વથા ન કલ્પે. તેથી કરીને એ પ્રમાણે ક્ષેત્રસાધર્મિકને આશ્રયીને વિભાષા કહી. એ જ પ્રમાણે કાલસાધર્મિકને આશ્રયીને પણ ભાવના કરવી. જેમકે વિવક્ષિત દિવસે ઉત્પન્ન થયેલા પાખંડીઓને મારે દાન આપવું છે. - એમ સંકલ્પ કર્યો હોય ત્યારે તે જ દિવસે ઉત્પન્ન થયેલા તે સાધુને પણ ન કલ્પે. કેમકે તે પણ તે જ દિવસે ઉત્પન્ન થયેલ હોવાથી તેને પણ સંકલ્પનો વિષય કર્યો છે. પરંતુ બીજા દિવસોમાં ઉત્પન્ન થયેલ હોવાથી તેને પણ સંકલ્પનો વિષય કર્યો છે. પરંતુ બીજા દિવસોમાં ઉત્પન્ન થયેલા સાધુઓને તો તે કલ્પે છે. કેમકે તેમને સંકલ્પના વિષયી કર્યા નથી. ઇત્યાદિ સર્વ પૂર્વે કહેલાને અનુસારે ભાવવું-વિચારવું. ૧૪૫૫૫
:
તથા પ્રવચન વગેરે સાત પદને વિષે પૂર્વાચાર્યની વ્યાખ્યા વળી આ પ્રમાણે છે : પ્રવચન ૧, લિંગ ૨, દર્શન ૩, જ્ઞાન ૪, ચારિત્ર ૫, અભિગ્રહ ૬, અને ભાવના ૭, રૂપ સાત પદને વિષે દ્વિકસંયોગીથા એકવીશ ભાંગા થાય છે. તે આ પ્રમાણે : પ્રવચનનો લિંગની સાથે પહેલો ભાંગો, દર્શનની સાથે બીજો, જ્ઞાનની સાથે ત્રીજો, એ જ પ્રમાણે યાવત્ ભાવનાની સાથે છઠ્ઠો એ પ્રમાણે છ ભંગ થયા. એ જ પ્રમાણે : લિંગના દર્શનાદિકની સાથે પાંચ ભંગ થાય છે, દર્શનના જ્ઞાનાદિકની સાથે ચાર ભાંગા થાય છે, જ્ઞાનના ચારિત્રાદિકની સાથે ત્રણ ભાંગા થાય છે, ચારિત્રના અભિગ્રહ અને ભાવના વડે બે ભાંગા થાય છે, અને અભિગ્રહનો ભાવના સાથે એક ભંગ થાય છે. આ પ્રમાણે કુલ ૨૧ ભાંગા થાય છે. આ એકવીશ ભાંગાને મધ્યે દરેક ભાંગાને આશ્રયીને એકેક ચતુર્થંગી થાય છે. તે આ પ્રમાણે : પ્રવચનથી સાધર્મિક હોય પણ લિંગથી સાધર્મિક ન હોય (૧), લિંગથી સાધર્મિક હોય પણ પ્રવચનથી ન હોય (૨) પ્રવચનથી અને લિંગથી બંનેથી સાધર્મિક હોય (૩) તથા પ્રવચનથી ન હોય અને લિંગથી પણ ન હોય (૪) બાકીના ભાંગાને વિષે યથાસ્થાને ચતુર્ભૂત્રિકા (આગળ ઉપર) દેખાડશે. તેમાં પહેલી ચતુર્ભૂગિકાના પહેલા બે ભંગનું ઉદાહરણ દેખાડે છે.
मू. ० - दस ससिहागा सावग, पवयणसाहम्मिया न लिंगेण ॥
लिंगेण उ साहम्मी, नो पवयण निन्हगासव्वे ॥१४६॥
મૂલાર્થ : દશમી પ્રતિમા ધારણ કરનારા શિખાવાળા શ્રાવકો પ્રવચન સાધર્મિક છે, પરંતુ લિંગ વડે સાધર્મિક નથી (૧) તથા સર્વે નિહ્નવો લિંગ વડે સાધર્મિક છે પણ પ્રવચન વડે સાધર્મિક નથી (2). 1198811
ટીકાર્થ ઃ પ્રવચનથી સાધર્મિક છે અને લિંગથી નથી. અવિરત સમ્યગ્દષ્ટિથી આરંભીને શ્રાવકની દશમી પ્રતિમાને પ્રાપ્ત થયેલા જે શ્રાવકો છે, તે અહીં (પહેલા ભાગમાં) જાણવા. કેવી રીતે ? તે કહે છે : ‘સ સિન્હા॥' અહીં ‘નિમિત્તıરહેતુનુ સર્વામાં વિપત્તિનાં પ્રાયો વર્શનમ્' નિમિત્ત, કારણ અને હેતુને વિષે પ્રાયઃ કરીને સર્વ વિભક્તિઓ જોવામાં આવે છે. એ ન્યાયથી હેતુને વિષે પ્રથમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org