________________
(૧૧૭
ક્ષેત્ર અને કાલસાધર્મિક અંગ કલ્યાકટ્યવિધિ છે. તત્કાળ મરેલા સાધુનું જે શરીર, તેની પાસે ધરવાને માટે જે અશનાદિક તેના પુત્રાદિકે કર્યું હોય તે મૃતતનું ભક્ત કહેવાય છે. તે પણ નિશ્રાકૃત અને અનિશ્રાકૃત એમ બે પ્રકારે છે. તેમાં “હું સાધુઓને આપીશ” એમ સંકલ્પ કરીને જે કર્યું હોય તે નિશ્રાકૃત કહેવાય છે અને તેનાથી અન્ય એટલે જે પોતાના પિતાદિકની માત્ર ભક્તિથી જ કર્યું હોય તે અનિચ્યાયુક્ત કહેવાય છે. તેમાં જે નિશ્રાકૃત છે તેનો નિષેધ કરે છે કે ન જ કહ્યું. પણ તેથી અન્ય એટલે અનિશ્રાકૃત તો કહ્યું છે, પરંતુ તે ગ્રહણ કરવાથી લોકમાં “ગુણા' નિંદા પ્રવર્તે કે - અહો, આ ભિક્ષુકો નિઃશૂક (સૂગ વિનાના) છે કે – જેથી મૃતતનુભક્તને પણ તજતા નથી. તેથી કરીને સાધુઓ તેનો ત્યાગ કરે છે ||૧૪૪ો
હવે ક્ષેત્ર સાધર્મિક અને કાલ સાધર્મિકને આશ્રયીને અતિદેશ વડે (ભલામણ વડે) કથ્ય અને અકથ્યનો વિધિ કહે છે : मू.०- पासंडियसमणाणं, गिहिनिग्गंथाण चेव उ विभासा ॥
जह नामम्मि तहेव य, खेत्ते काले य नायव्वं ॥१४५॥ મૂલાર્થઃ જે પ્રમાણે નામસાધર્મિકના વિષયમાં પાખંડી, શ્રમણ, ગૃહી, અગૃહી અને નિગ્રંથની વિભાષા કહી છે, તે જ પ્રમાણે ક્ષેત્ર અને કાલને વિષે જાણવું. /૧૪પો
ટીકાર્થ : જેમ ‘નાનિ' નામસાધર્મિકના વિષયમાં પાખંડીઓની શ્રમણોની ‘fજદિત્તિ’ ‘સૂનાસૂત્ર સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે એનો ન્યાય હોવાથી ગૃહ-અગૃહીની તથા નિગ્રંથોની વિભાષા કરી છે, તે જ પ્રમાણે ક્ષેત્ર અને કાલને વિષે વિભાષા જાણવી. તેમાં ક્ષેત્ર એટલે સૌરાષ્ટ્ર વગેરે દેશ, અને કાલ એટલે દિવસ, પોરસી વગેરે. તેમાં ક્ષેત્રના વિષયમાં વિભાષા આ પ્રમાણે જાણવી. જો “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા પાખંડીઓને મારે આપવું છે” એવો સંકલ્પ કર્યો હોય તો સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સાધુને ન કલ્પે. કેમકે – તે પણ સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલ હોવાથી સંકલ્પના વિષયવાળો કરેલ કહેવાય છે. પરંતુ બીજા દેશમાં ઉત્પન્ન થયેલા સાધુઓને તો તે કહ્યું છે. કેમકે- તેઓને સંકલ્પના વિષયમાં કર્યા નથી. વળી જો “સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા સરજસ્ક પાખંડીને અથવા સૌગતને અથવા સાધુ સિવાયના સર્વ પાખંડીઓને હું આપીશ.” એવો સંકલ્પ કર્યો હોય, ત્યારે સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા પણ સાધુને કહ્યું છે. કારણ કે તેનો સંકલ્પ કર્યો નથી. એ જ પ્રમાણે શ્રમણોને વિષે પણ સામાન્ય રીતે એટલે કે જે કોઈ શ્રમણ કહેવાતો હોય તેને આપવાનો સંકલ્પ કર્યો હોય તો પણ સાધુને) ન કહ્યું પરંતુ સાધુ સિવાયના બીજા (શ્રમણો)નો સંકલ્પ કર્યો હોય તો સાધુને) કલ્પે છે. તથા સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયા હોવાથી “ગૃહી કે અગૃહી કોઈ પણને હું આપીશ” એમ સામાન્યપણે સંકલ્પ કર્યો હોય તો (સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલ) સાધુને ન કહ્યું. પરંતુ કેવળ ગૃહીઓને જ આપવાનો સંકલ્પ કર્યો હોય તો (સાધુને) કલ્પે. વળી સૌરાષ્ટ્ર દેશમાં ઉત્પન્ન થયેલા અને અસૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર સિવાયના બીજા) દેશમાં ઉત્પન્ન થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org