________________
૧૧૬)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / પ્રમાણે અમિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દિવદત્ત નામના સાધુને) તે કહ્યું છે. કેમકે તેને વિવલિત સંકલ્પના વિષયવાળો કર્યો નથી. પરંતુ સંયત નિગ્રંથોમાંના તો બીજા નામવાળાઓને આશ્રયીને સંકલ્પ કરે સતે દેવદત્ત વગેરે નામવાળા સાધુને ન કહ્યું. આનો ભાવાર્થ એ છે કે – ચૈત્ર નામના પણ સાધુને ઉદ્દેશીને કરેલું હોય તે દેવદત્ત નામના સાધુને પણ ન કલ્પે. કેમકે – ભગવાનની આજ્ઞાનું તેવા પ્રકારનું પ્રાબલ્યપણું છે. વળી જ્યારે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધના સંકલ્પ વડે કર્યું હોય તો તે દિવદત્તાદિ નામના સાધુને) કહ્યું છે. કેમકે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધોનું સંઘાતીતપણું સંઘથી નીરાળાપણું હોવાથી સંઘમાં વર્તતા સાધુઓની સાથે તેમનું સાધર્મિકપણું નથી. તેમજ “સંનયા ૩ વિસેરિસના વિ ખે' એ વચન ઉપરથી અથપત્તિએ કરીને “જેટલા દેવદત્ત” વગેરે હોય તેમાં ચૈત્રાદિક અસમાન નામવાળા સાધુઓને કલ્પ જ નહિ એમ પ્રતિપાદન કર્યું જાણવું. /૧૪૩
આ પ્રમાણે નામસાધર્મિકને આશ્રયીને કથ્ય અને અકલ્પનો વિધિ કહ્યો. હવે સ્થાપના સાધર્મિક અને દ્રવ્યસાધર્મિકને આશ્રયીને તે વિધિને કહે છે :
પૂ.૦- નીસમની વ , વાદમિ ૩ વિમા |
____दव्वे मयतणुभत्तं, न तं तु कुच्छा विवज्जेज्जा ॥१४४॥ મૂલાર્થઃ નિશ્રા કે અનિશ્રા વડે જે કર્યું હોય તે સ્થાપના સાધર્મિકના વિષયમાં વિભાષા સમજવી. તથા દ્રવ્યસાધર્મિકના વિષયમાં મરેલા શરીરને માટે કરેલું ભક્ત જો નિશ્રા વડે કર્યું હોય તો તે ન કલ્પ અને અનિશ્રાએ કર્યું હોય તો તે પણ લોકમાં નિંદા થાય માટે વજવું ૧૪૪l.
ટીકાર્થઃ અહીં કોઈ પણ ગૃહસ્થ, પ્રવજ્યા લીધેલા પિતાદિક મરી ગયા હોય કે જીવતા હોય તેની ઉપરના સ્નેહને લીધે તેની મૂર્તિ છબી) કરાવીને તેની પાસે ધરવા માટે બલિને નીપજાવે. તે નીપજાવવું બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે - નિશ્રાએ અને અનિશ્રાએ. તેમાં “જેઓ રજોહરણાદિ વેષને ધારણ કરનારા માાર પિતાની જેવા સાધુઓ) છે, તેઓને હું દાન આપીશ.” એમ સંકલ્પ કરીને (બલિ) નીપજાવે, ત્યારે તે બલિનું નીપજાવવું નિશ્રાકૃત (નિશ્રાએ કરેલું કોઈને આશ્રયીને કરેલું) કહેવાય છે. પણ જયારે તેવા પ્રકારનો સંકલ્પ ન કર્યો હોય, પરંતુ એમને એમ જ કોઈનો આશ્રય-સંકલ્પ કર્યા વિના જ) ધરવા માટે આપવા માટે) બલિને નીપજાવે ત્યારે તે બલિનું નીપજાવવું અનિશ્રાકૃત કહેવાય છે. તે પ્રમાણે (મૂળ સૂત્રમાં) કહ્યું છે કે “નીલમનીસા વ હું અહીં પ્રથમાવિભક્તિ કરી છે તે તૃતીયાના અર્થમાં જાણવી. તેથી તેનો અર્થ આ પ્રમાણે છે. નિશ્રાએ કે અનિશ્રાએ જે ભક્તાદિ છત નીપજાવ્યું હોય, તેમાં સ્થાપનાસાધર્મિકના વિષયમાં વિભાષા કરવી, એટલે કે જો નિશ્રાકૃત હોય અને તે પણ ધરેલું કે નહિ ધરેલું હોય, તો તે ન કહ્યું, અને અનિશ્રાકૃત ધરેલું કે નહિ ધરેલું હોય તો તે કહ્યું છે, પરંતુ તેમાં પણ (કલ્પવાને વિષે પણ) પ્રવૃત્તિદોષનો પ્રસંગ આવે છે. તેથી પૂર્વના સૂરીશ્વરો તેનો નિષેધ કહ્યો છે. તથા “ત્રે' દ્રવ્યસાધર્મિકના વિષયમાં જે “મૃતતનુવર્ત'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org