________________
|| નામસાધર્મિકાશ્રયી કલ્યાકલ્યવિધિ |
(૧૧૫ મૂલાર્થઃ ગૃહસ્થ કે અગૃહસ્થ (સાધુ), જેટલા (ઓ) દેવદત્ત હોય તે સર્વને હું દાન આપું, એમ કોઈએ સંકલ્પ કર્યો હોય તો તે (દેવદત્ત) સાધુને કહ્યું નહિ, પરંતુ ગૃહસ્થ દેવદત્તને હું આપું, એમ વિશેષ સંકલ્પ કર્યો હોય તો તે (દેવદત્ત) સાધુને કહ્યું II૧૪રા એ જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર એવા પાખંડીઓમાં પણ વિકલ્પ જાણવો. તે જ પ્રમાણે શ્રમણોને વિષે વિકલ્પ કરવો. પરંતુ અસદશ નામવાળા પણ સંયતોને તો કહ્યું જ નહિ . ૧૪all
ટીકાર્થ અહીં કોઈપણ માણસ, પોતાના પિતા મરણ પામેલ હોય કે જીવતો હોય ત્યારે તે (પિતા)ના નામ ઉપરની પ્રીતિને લીધે તેની જેવા નામવાળાને દાન દેવાની ઇચ્છાથી આ પ્રમાણે સંકલ્પ કરે કે – “દેવદત્ત નામના જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થ (સાધુ) હોય, તેઓને મારે ભક્તાદિક રાંધીને આપવું.” આ પ્રમાણે સંકલ્પ કર્યો હોય તો તે ભક્તાદિક, દેવદત્ત નામના સાધુને કહ્યું નહિ. કારણ કે દેવદત્ત શબ્દ વડે તે નામના સાધુનો પણ સંકલ્પ થયો છે. પરંતુ જો આ પ્રમાણે સંકલ્પ કરે કે – “દેવદત્ત નામના જેટલા ગૃહસ્થો છે, તેઓને મારે દાન આપવું” આ પ્રમાણે “વિશેષિતે' એટલે નિર્ધાર કર્યો હોય તો તેને યોગ્ય રાંધેલું ભક્તાદિક દેવદત્ત નામના સાધુને કહ્યું છે. કેમકે તેને (દેવદત્ત સાધુને) કહેવાને ઇચ્છેલા સંકલ્પના વિષયરૂપ નહિ કર્યા હોવાથી II૧૪રા તથા પાખંડીઓને આશ્રયીને પણ મિશ્ર અને અમિશ્રને વિષે વં' પૂર્વે કહેલા પ્રકારે વિકલ્પ કરવો. અહીં સામાન્ય સંકલ્પના વિષયવાળા મિશ્ર કહેવાય છે. જેમકે જેટલા દેવદત્તો અને પાખંડીઓ (હોય તેને મારે આપવું) પરંતુ નક્કી કરેલ સંકલ્પના વિષયવાવા તો અમિશ્ર કહેવાય છે. જેમ કે “જેટલા સરસ્ક એવા પાખંડીઓ હોય અથવા જેટલા દેવદત્ત નામના સૌગત (બૌદ્ધ) હોય (તેને માટે આપવું) ઇત્યાદિ.” તેમાં જેટલા દેવદત્તો હોય-પાખંડીઓ હોય એમ મિશ્ર સંકલ્પ કરે સતે (દેવદત્ત નામના સાધુને) ન કલ્પ, કેમકે-પાખંડી અને દેવદત્ત એ બે શબ્દ વડે દેવદત્ત નામના સાધુને પણ સંકલ્પના વિષય રૂપ કર્યા છે માટે પરંતુ જ્યારે જેટલા દેવદત્ત નામના સરજસ્ક પાખંડી હોય અથવા દેવદત્ત નામના જેટલા સીંગત હોય અથવા સાધુ વિનાના બીજા સર્વે પાખંડીઓ અને દેવદત્તો હોય તેઓને હું આપીશ. એ પ્રમાણે અમિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દેવદત્ત નામના સાધુને તે કલ્પ છે. કેમકે તેને સંકલ્પના વિષયવાળો કર્યો નથી માટે. જે પ્રમાણે મિશ્ર અને અમિશ્ર પાખંડીઓને વિષે પણ વિકલ્પ કર્યો, તે જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર શ્રમણને વિષે પણ (વિકલ્પ) કરવો. કેમકે – શાક્યાદિક પણ શ્રમણો કહેવાય છે. તે વિષે આગળ કહેવામાં આવશે કે ‘નિપથતિ વસોશ્યમાનવ પંઘરી સમાનિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેથી કરીને જ્યારે જેટલા દેવદત્ત નામના શ્રમણ હોય તેને હું આપીશ. એ પ્રમાણે મિશ્ર સંકલ્પ કર્યો હોય ત્યારે દેવદત્ત નામના સાધુને (ત આહાર) ન કલ્પે. કેમકે શ્રમણ અને દેવદત્ત એ બે શબ્દ વડે તેને (સાધુને) સંકલ્પના વિષયરૂપ કર્યો છે માટે, પરંતુ જ્યારે જેટલા શાક્ય શ્રમણો કે દેવદત્ત નામના આજીવિકો હોય અથવા સાધુ સિવાયના સર્વ દેવદત્ત નામના શ્રમણો હોય તેઓને હું આપીશ. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org