________________
૧૧૪)
II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે મતિજ્ઞાન સાધર્મિક ઇત્યાદિ- તેમ જે મતિજ્ઞાનવાળો સાધુ હોય તે મતિજ્ઞાનવાળા સાધુનો મતિજ્ઞાન સાધર્મિક કહેવાય છે ઇત્યાદિ (૯), વરિત્રસાધવા જે સરખા ચારિત્રવાળો સાધુ હોય તે ચારિત્ર સાધર્મિક કહેવાય છે. ચારિત્ર પણ પાંચ પ્રકારનું છે, તે આ પ્રમાણે – સામયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત તેથી કરીને ચારિત્રવડે સાધર્મિક પણ પાંચ પ્રકારનો છે, તે આ પ્રમાણે સામાયિકચારિત્રસાધર્મિક, છેદોપસ્થાપનિકચારિત્રસાધર્મિક ઇત્યાદિ. તેમાં સામાયિકચારિત્રવાળા સાધનો જે બીજો સામાયિકચારિત્રવાળો સાધુ હોય તે સામાયિકચારિત્રસાધર્મિક કહેવાય છે, ઈત્યાદિ તિવિદ રોડ઼ ૩ વરિ' વળી મતાંતર વડે વારિત્રે' ચરિત્રના વિષયવાળો સાધર્મિક ત્રણ પ્રકારનો હોય છે. કેમકે મતાંતરે કરીને અહીં ચારિત્ર ત્રણ પ્રકારે કહેવાને ઇછ્યું છે, તે આ પ્રમાણે ક્ષાયિકચારિત્ર, ક્ષાયોપથમિકચારિત્ર અને ઔપશમિકચારિત્ર, તેથી તે દ્વારા એ જે સાધર્મિક હોય તે પણ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમઆમે ક્ષાયિકચારિત્રસાધર્મિક ઇત્યાદિ. તેમાં ક્ષાયિકચારિત્રવાળાનો જે બીજો ક્ષાયિકચારિત્રવાળો હોય તે ક્ષાયિકચારિત્રસાધર્મિક કહેવાય છે, ઇત્યાદિ (૧૦) તથા ‘દ્રવ્યાતી' દ્રવ્યાદિકના વિષયવાળા અભિગ્રહો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે : દ્રવ્યાભિગ્રહ, ક્ષેત્રાભિગ્રહ, કાલાભિગ્રહ અને ભાવભિગ્રહ. તે દ્વારા એ સાધર્મિકો પણ ચાર પ્રકારના હોય છે. તે આ પ્રમાણે દ્રવ્યાભિગ્રહસાધર્મિક, ક્ષેત્રાભિગ્રહસાધર્મિક ઇત્યાદિ, તેમાં દ્રવ્યાભિગ્રહવાળા સાધુનો બીજો દ્રવ્યાભિગ્રહવાળો સાધુ દ્રવ્યાભિચહસાધર્મિક કહેવાય છે. ઇત્યાદિ (૧૧). તથા ભાવના બાર પ્રકારે છે તે આ પ્રમાણે ૧. અનિત્યસ્વભાવના, ૨ અશરણત્વભાવના, ૩ એકત્વભાવના, ૪ અન્યત્વભાવના, ૫ અશુચિસ્વભાવના, ૬ સંસારભાવના, ૭ કર્માશ્રવભાવના, ૮ સંવરભાવના, ૯ નિર્મરણ ભાવના, ૧૦ લોકવિસ્તારભાવના, ૧૧ જિનપ્રણીત ધર્મભાવના અને ૧૨ બોધિદુર્લભભાવના : આ ભાવનાના દ્વારે કરીને સાધર્મિકો પણ બાર પ્રકારના છે, તે આ પ્રમાણે : અનિત્યત્વભાવના સાધર્મિક, અશરણત્વભાવના સાધર્મિક ઇત્યાદિ તેમાં જે સાધુ અનિત્યત્વ ભાવનાએ કરીને સહિત હોય તેનો બીજી અનિત્યત્વભાવનાવાળો સાધુ અનિત્યત્વભાવના સાધર્મિક કહેવાય છે ઇત્યાદિ /૧૩૯-૧૪૦-૧૪૧|
આ પ્રમાણે સર્વ સાધર્મિકોની વ્યાખ્યા કરી. હવે તેઓને જ આશ્રયીને કથ્ય અને અકથ્યનો વિધિ કહેવો જોઈએ. તેમાં નામ સાધર્મિકને આશ્રયીને પ્રથમ કથ્ય અને અકથ્યના વિધિને બે ગાથા વડે કહે છે :
मू.०- जावंत देवदत्ता, गिही व अगिही व तेसि दाहामि ॥
नो कप्पई गिहीणं, दाहं ति विसेसिए कप्पे ॥१४२॥ पासंडीसु वि एवं, मीसामीसेसु होइ हु विभासा ॥ समणेसु संजयाण उ, विसरिसनामाण वि न कप्पे ॥१४३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org