________________
૧૧૦)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ।
શબ્દ છે તેથી ત્રણ વાર વગેરે બોલવું કરે, તે પ્રથમ ભંગ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છેઃ એક વસતિમાં (ઉપાશ્રયમાં) અશનના વિષયમાં કોઈ પુરુષ આધાકર્મ એવું નામ કહ્યું, તથા અન્ય સ્થળે બીજી વસતિમાં અશનના વિષયમાં જ આધાકર્મ એવું નામ બોલવામાં આવે તથા તેથી બીજી વસતિમાં તે જ પ્રમાણે બોલવામાં આવે, તો તે સર્વે આધાકર્મ એવા નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા છે. તેથી પહેલા ભંગમાં ઉતરે છે (૧) તથા આધાકર્મ, અધઃકર્મ ઇત્યાદિ નામો, કહેવારે ઇચ્છેલા અશનાદિક એક જ વિષયમાં પ્રવર્તે ત્યારે તે બીજો ભંગ થાય છે, એટલે કે - એક અર્થાઇ અને નાના વ્યંજનવાળા એવા પ્રકારના બીજા ભંગના વિષયવાળા થાય છે.‘સધ્ધિ વ કૃત્તિ' જય ધૃત એ વગેરે નામો છે તે (૨) તા ૪૯ ૧, પાન, ખાદિલ અને સ્વાદિમ રૂપ ચાર નામો ‘આધાવર્માન્તરિતા:’ આધાકર્મ શબ્દ વડે વ્યવધાન (અંતર)વાળા, જેમકે - અશન આધાકર્મ, પાન આધાકર્મ વગેરે. તે ‘તૃત્તિયમં:’ ત્રીજા ભંગના વિષયવાળા છે. અહીં પણ આ ભાવાર્થ છે કે - જ્યારે અશનાદિક દરેક શબ્દ આધાકર્મ આધાકર્મ એમ દેશભેદે કરીને ઘણા પુરુષો એક જ વખતે બોલે અથવા એક પુરુષ કાળના ભેદે કરીને બોલે ત્યારે તે આધાકર્મ આધાકર્મ એવા નામો જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા એવા ત્રીજા ભંગમાં ઊતરે છે (૩) તથા આધાકર્મરૂપી નામને આશ્રયીને જુદા જુદા અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા એવો છેલ્લો (ચોથો) ભંગ નિશ્ચયે શૂન્ય છે, કેમકે આધાકર્મ આધાકર્મ એ પ્રમાણે આધાકર્મ તરીકે જ શરૂ થતા પૂર્વ પણ નામોમાં સમાન વ્યંજનવાળાપણું છે. માટે આ (આધાકર્મ નામ તો) ઉપલક્ષણ છે, તેથી સર્વ પણ નામો દરેકે દરેકછેલ્લા ભંગમાં વર્તતા નથી. પરંતુ જ્યારે કોઈક પુરુષ અશનના વિષયમાં આધાકર્મ એવું નામ બોલે, પાનના વિષયમાં અધઃકર્મ એમ બોલે, ખાદિના વિષયમાં આત્મઘ્ન એમ બોલે અને સ્વાદિમના વિષયમાં આત્મકર્મ એમ બોલે, ત્યારે આ નામો નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા કહેવાય, તેથી ચોથો ભંગ પણ પ્રાપ્ત થઈ શકે છે (૪) ||૧૩૩-૧૩૪
અહીં કહેવાને ઇચ્છેલા જે અશાદિરૂપ એક વિષયમાં પ્રવર્તતા આધાકર્મ, અધઃકર્મ વગેરે નામો બીજા ભંગમાં કહેલ છે - જણાવેલ છે, તેથી તેની જ ભાવના-વિચારણા કરે છે.
मू. ० - इंदत्थं जह सद्दा, पुरंदराई उ नाइवत्तंते ॥
अहकम्म आयहम्मा, तह आहं नाइवत्तंते ॥१३५॥
મૂલાર્થ : જેમ પુરંદરાદિક શબ્દો ઇન્દ્રના અર્થનું ઉલ્લંઘન કરતા નથી, તેમ અધઃકર્મ, આત્મઘ્ન એ શબ્દો આધાકર્મના અર્થનું ઉલ્લંધન કરતા નથી. ૧૩૫।।
ટીકાર્થ : જેમ ‘ફન્દ્રાર્થ’ દેવનો રાજા એ રૂપી ઇંદ્ર શબ્દના અર્થને ‘પુન્દરાય:’ પુરંદર, શક્ર એ વગેરે શબ્દો ‘નાતિવર્તતે' ઉલ્લંઘન કરતા નથી. તેમ અધઃકર્મ, આત્મઘ્ન એ તથા એ ઉપલક્ષણ હોવાથી આત્મકર્મ શબ્દો ‘આન્હેં તિ’ સૂચના કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે. એ ન્યાયથી (‘આદું’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org