________________
| ' દ્વાર બીજાની વ્યાખ્યા ||
(૧૦૯ ઘટ-પટ-કટ-શકટ-રથ એમ નાના અર્થવાળા અને નાના વ્યંજનવાળા શબ્દો જોવામાં આવે છે (૪) //૧૩૧-૧૩૨ી.
ટીકાર્થઃ અહીં સર્વત્ર જાતિને વિષે એકવચન જાણવું. તેથી આવો અર્થ થાય છે : લોકમાં એક અર્થવાળા અને એક વ્યંજનવાળા નામો પ્રવર્તતા જોયા છે. કેમકે ક્ષીર ક્ષીર એ પ્રમાણે અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. કોઈ એક ઘરે ગોદુગ્ધાદિકના વિષયમાં ક્ષીર એવું નામ પ્રવત્યું, તેમ બીજે ઘેર પણ ગોદુગ્ધાદિકના વિષયમાં જ ક્ષીર એનું નામ પ્રવર્તતું પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે અન્ય અન્ય ઘરે પણ તે જ પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેથી આ સર્વે પણ ક્ષીર ક્ષીર એવાં નામો એક અર્થવાળા અને એક વ્યંજનવાળા પ્રાપ્ત થાય છે (૧), તથા એક અર્થવાળા અને બહુ વ્યંજનવાળાં નામો જેવાં કે દૂધ, પયા, પીલુ, ક્ષીર વગેરે આ સર્વ નામો કહેવાને ઇચ્છેલા ગોદુગ્ધાદિક રૂપ એક અર્થને કહેનાર હોવાથી જુદા જુદા (ઘણા) પુરુષોએ સમકાળે અથવા એક પુરુષો અનુકમે કહેવાય ત્યારે તે એક અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા હોય છે, તેથી બીજા ભાંગામાં આવે છે (૨), તથા જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા જેમકે - ગાય, ભેંસ, બકરી વગેરે સંબંધી (દૂધને) વિષે ક્ષીર ક્ષીર એવા નામો પ્રવર્તતા જણાય છે તે. આ સર્વ પણ નામો સમાન વ્યંજનવાળા અને જુદા જુદા ગોદુગ્ધ, મહિષીદુગ્ધ વગેરે અર્થને કહેનાર હોવાથી ભિન્ન અર્થવાળા છે, તેથી જુદા જુદા અર્થવાળા અને એક વ્યંજનવાળા હોય છે (૩) તથા જુદા જુદા અર્થવાળા અને જુદા જુદા વ્યંજનવાળા ઘટ, પટ, કટ, શકટ, રથ વગેરે નામો જોવામાં આવે છે (૪). II૧૩૧-૧૩રા
આ પ્રમાણે ચતુર્ભગીનાં દષ્ટાંતો કહ્યાં, હવે આ જ ચતુર્ભાગીને આધાકર્મને વિષે જેમ સંભવે તેમ બે ગાથા વડે યોજે છે. मू.०- आहाकम्माईणं, होइ दुरुत्ताइ पढमभंगो उ (१) ॥
आहाहेकम्मति य, बिइओ सक्किंद इव भंगो (२) ॥१३३॥ आहाकम्मंतरिया, असणाई उ चउरो तइयभंगो (३)॥
आहाकम्म पडुच्चा, नियमा सुन्नो चरिमभंगो (४) ॥१३४॥ મૂલાર્થ : આધાકર્માદિકનું જે દ્વિરુક્તાદિ (બે વાર બોલવું વગેરે) કરવું તે પહેલો ભંગ હોય છે. (૧), શક્ર અને ઇંદ્રની જેમ આધાકર્મ, અધઃકર્મ એમ જે બોલવું તે બીજો ભંગ છે (૨), અશાદિક ચાર નામો આધાકર્મના આંતરાવાળા (આધાકર્મ સહિત) બોલવામાં આવે તે ત્રીજો ભંગ છે (૩) તથા આધાકર્મને આશ્રયીને છેલ્લો ભંગ નિશ્ચયે શૂન્ય જ છે (૪) ૧૩૩-૧૩૪
ટીકાર્થઃ આધાકર્માદિક નામોનું એકી સાથે (સમકાળ) ઘણા પુરુષો અથવા કાળના ભેદે કરીને (જુદે જુદે કાળે) એક પુરુષ એક જ અશનાદિક વસ્તુને વિષે જે ‘દિplરિ’ બે વાર બોલવું કરે, આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org