________________
૧૦૬)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | સહિત જોઈ. તેથી પરસ્પર પ્રીતિ થઈ અને દૂતીના જણાવેલ પ્રયોગ (ઉપાય)ના વશથી તે હંમેશાં ત્યાં જઈને તે રાણીઓને સેવવા (ભોગવવા) લાગ્યો. કેટલેક કાળે રાજાએ કોઈપણ પ્રકારે આ વૃત્તાંત જાણ્યો. તેથી જ્યારે તે અંતઃપુરમાં પેઠો ત્યારે તેણે પોતાના પુરુષો પાસે પકડાવ્યો અને પકડાવીને જ આભૂષણો વડે વિભૂષિત એવો તે અંતઃપુરમાં પ્રવેશ કરતો હતો, તે જ આભરણો વડે ભૂષિત એવા તેને નગરની મધ્યે ચૌટામાં સર્વલોકની સમક્ષ વિચિત્ર કદર્યના પૂર્વક મારી નાંખ્યો, તો પણ રાજા અંતઃપુરની ખરાબીથી મનમાં અત્યંત ખેદ પામેલ હોવાથી તેનો નાશ કર્યા છતાં પણ કોપના આવેશને મૂકતો ન હતો. તેથી તેણે (રાજાએ) હરિકો (બાતમીદારો) ને મોકલ્યા, અને કહ્યું કે, “હે હરિકો ! તે દુરાત્મા વણિકની જેઓ પ્રશંસા કરતા હોય અથવા જેઓ નિંદા કરતા હોય, તે બંનેને મને જણાવો.” એમ કહીને મોકલેલા તેઓ (ચર પુરુષો) કાર્પેટિકનો વેશ ધારણ કરી આખા નગરમાં ફરવા લાગ્યા. તેમાં કેટલાક પુરુષો તેનો વિનાશ જોઈને બોલવા લાગ્યા કે – “અહો, જન્મેલા મનુષ્ય અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ જે (રાણીઓ) અમારી જેવા અન્ય પુરુષોના દષ્ટિ માર્ગે પણ કદાપિ આવતી નથી, તેઓને પણ આ વણિક) ઇચ્છા પ્રમાણે ચિરકાળ સુધી ભોગવીને મરણ પામ્યો તેથી ધન્ય છે.” બીજા કેટલાક એમ બોલવા લાગ્યા કે – “આ બન્ને લોકથી વિરુદ્ધ કાર્યને કરનાર હોવાથી અધન્ય છે. કેમકે રાજાની રાણીઓ તો માતા તુલ્ય છે. તેથી તેમને વિષે પણ સંચાર કરતો આ સપુરુષોને પ્રશંસા કરવા લાયક કેમ થાય?” આ પ્રમાણે બંન્ને પ્રકારની વાતો કરનારા પુરુષોને હેરિકોએ રાજાને જાણાવ્યા ત્યારે રાજાએ જેઓ તેની નિંદા કરનારા હતા તેઓ સારી બુદ્ધિવાળા છે એમ જાણી તેમનું બહુમાન કરવારૂપ પૂજા કરી અને બીજાઓને પ્રશંસા કરનારાઓને) યમરાજના મુખમાં નાખ્યાં.
ગાથાનો અક્ષરાર્થ આ પ્રમાણે - રાજાનું ‘અવરોધ' અંતઃપુર, તેના સંબંધી અપરાધ થવાથી જે આભરણી વડે ભૂષિત થએલો તે અંતઃપુરમાં પ્રવેશ કરતો હતો, તે જ આભરણો વડે ભૂષિત એવા તેને નગરની મધ્યે મારી નાંખ્યો. ત્યારપછી કાપેટિકવેષને ધારણ કરનારા ‘રોતા:' હરિકોને રાજાએ (નગરજનોની વાતો જાણવા) યોજયા. તે વખતે લોકો તે વણિકના વિષયવાળી ધન્ય અને અન્ય એમ કથા કહેતા હતા. તેથી ધન્ય એવી કથા કરનારનો વિનાશ કર્યો, અને બીજાઓને (અધન્ય કહેનારાનો) વિનાશ ન કર્યો. દષ્ટાંતિકને વિષે આ દૃષ્ટાંતની યોજના આ પ્રમાણે કરવી – કેટલાક સાધુઓ આધાકર્મનું ભોજન કરે છે, તેમાં કેટલાક (સાધુ) કહે કે - “આ સાધુઓ ધન્ય છે, સુખે જીવે છે.” વળી કેટલાક એમ કહે કે - “આ સાધુઓને ધિક્કાર છે, કે – જેઓ ભગવાનનાં પ્રવચનમાં નિષેધ કરેલા આહારને આરોગે છે.” તેમાં જેઓ પ્રશંસાના કરનારા છે, તેઓ કર્મથી બંધાય છે, પણ બીજા બંધાતા નથી. અહીં અંતઃપુરના સ્થાનવાળું આધાકર્મ જાણવું, રાજાનાં સ્થાનવાળું જ્ઞાનાવરણિયાદિક કર્મ જાણવું અને મરણનાં સ્થાનવાળો સંસાર જાણવો. તેમાં જેઓ આધાકર્મ ખાનારની પ્રશંસા કરનાર હોય તે કર્મરૂપી રાજા વડે નિગ્રહ કરવા લાયક છે, બાકીનાઓ નિગ્રહ કરવા લાયક નથી. /I૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org