________________
| | અનુમોદના ઉપર રાજદુષ્ટનું દૃષ્ટાંત
(૧૦૫ મૂલાર્થ તે જ પ્રમાણે આધાકર્મનું ભોજન કરનારાની સાથે સંવાસ કરવો તે પણ દોષને માટે છે. કેમકે તે (આધાકર્મ)ના ત્યાગીને પણ અને અતિ લુખ્ખી વૃત્તિવાળાને પણ દર્શન, ગંધ અને પરિકથા એ ત્રણે ભાવે છે – વાસિત કરે છે !/૧૨/
ટીકાર્થ : જેમ વાણિજનોને ચોરની સાથેનો સંવાસ દોષને માટે થયો, તેમ સાધુઓને પણ આધાકર્મને જમનારાની સાથે એક ઠેકાણે સંવાસ કરવો તે દોષને માટે જાણવો. કેમકે “દિવર્ન' આધાકર્મના ત્યાગીને પણ તથા “કુરુક્ષવૃત્તિમપિ' સુહુ એટલે અત્યંત રૂક્ષ એટલે દ્રવ્યથી વિકૃતિને નહિ વાપરવાથી અને ભાવથી આસક્તિનો અભાવ હોવાથી સ્નેહરહિત લૂખી) છે વૃત્તિ જેની એવા (સાધુ)ને પણ આધાકર્મ સંબંધીનાં જે “ર્શન iધપરિકથા:' દર્શન, ગંધ અને પરિકથા છે તે – બાવતિ' આધાકર્મના પરિભોગની ઇચ્છા પ્રાપ્ત કરાવવા વડે વાસિત કરે છે. તે આ પ્રમાણે ‘રઈ' અવલોકન (જોવું) તે, મનોજ્ઞ અને અતિમનોજ્ઞ આધાકર્મ આહારના વિષયને અવશ્ય વાસિત કરે છે - કેમ કે શંખ અને કુંદપુષ્પની જેવો ઉવળ અને રસોઈ કરવામાં હોશિયાર એવા મહારસોઇયાએ સારી રીતે રાંધેલો શાલિ આદિ જાતિનો ભાત કોના મનના ક્ષોભને ઉત્પન્ન ન કરે? તથા તત્કાળ ઉષ્ણ કરેલા ઘી વગેરેનો ગંધ પણ નાસિકા ઇંદ્રિયને તૃપ્ત કરનાર હોવાથી બલાત્કારે તેના ભોજનની શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, તથા પરિકથા પણ એટલે વિશેષ પ્રકારના અને અતિ વિશેષ પ્રકારના દ્રવ્ય (વસ્તુ)થી બનાવેલા મોદકાદિકના વિષયવાળી વાતચીત પણ તેના સ્વાદની પ્રાપ્તિની આશા કરવામાં ઉત્સાહ કરાવવા સમર્થ થાય છે. કેમકે તે પ્રકાર જોવામાં આવે છે. તેથી આધાકર્મને ભોગવનારાની સાથે જે સંવાસ કરવો તે અવશ્ય સાધુઓને દોષ માટે જ છે. ૧૨થી. અનુમોદનાને વિષે રાજદુરનું દૃષ્ટાંત કહે છે: મૂ. – રાજેશ્વર, વિભૂતિઓ થાઓ નયમ |
धन्नाधन्नत्ति कहा, वहावहो कप्पडिय खोला ॥१२७॥ મૂલાર્થ : રાજાના અંતઃપુર સંબંધી અપરાધ આવવાથી અલંકારથી વિભૂષિત થયેલાને જ નગરની મધ્યે ફેરવીને તેનો ઘાત કર્યો. પછી કાપડિયાના વેષધારી હરિકોએ (જાસુસોએ) ધન્યની કથા કહી. તેઓનો રાજાએ વધ કર્યો અને અન્યની કથા કરનારનો અવધ કર્યો. ૧૨થા
ટીકાર્થ: શ્રીનિલય નામનું નગર છે. તેમાં ગુણચંદ્ર નામે રાજા હતો. તેને ગુણવતી આદિ અંતઃપુર હતું. તે જ નગરમાં સુરૂપ નામનો વણિક હતો. અને તે પોતાના શરીરના સૌંદર્ય વડે કામદેવના લાવણ્યને જીતનાર હતો, તેથી સુંદર સ્ત્રીઓને તે અત્યંત કામનું સ્થાન હતો. તથા સ્વભાવથી જ પરસ્ત્રીનો રાગ કરવામાં લાલસાવાળો હતો, તેથી તે એકદા રાજાના અંતઃપુરનાં સ્થાનની સમીપે જતાં તેને અંતઃપુરની સ્ત્રીઓએ સ્નેહસહિત જોયો. તેણે પણ તેઓને અભિલાષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org