________________
૧૦૪)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ॥
આ પ્રમાણે જ્યાં (જે સ્થાને) પ્રતિસેવના દોષ છે, ત્યાં નિશ્ચયથી ચારેય દોષો હોય છે. પ્રતિશ્રવણને વિષે ત્રણ દોષ લાગે છે, સંવાસને વિષે બે દોષ લાગે છે, અને અનુમોદનાને વિષે ફક્ત એક અનુમોદનાનો જ દોષ લાગે છે. તેથી કરીને જ પહેલું પદ મોટું કહ્યું છે અને બાકીના (ત્રણ) પદો લઘુ, લઘુ, લઘુ કહ્યા છે ।।૧૨૪।।
હવે સંવાસને વિષે પલ્લીનું દૃષ્ટાંત કહે છે :
મૂ.૦- પછીવમ્મિ નહીં, चोरा वाणिया वयं न चोर त्ति ॥
न पलाया पावकर-त्ति काउं रन्ना उवालद्धा ॥ १२५ ॥
મૂલાર્થ : પલ્લીનો વધ કરવાથી ચોરો નાસી ગયા અને વણિજ્જનો તો ‘અમે ચોર નથી’ એમ જાણીને નાસી ગયા નહિ, પરંતુ આ પણ પાપકારી છે એમ કહીને રાજાએ તેમને ઠપકો આપ્યો અને પકડ્યા-કબ્જે કર્યા ॥૧૨૫||
:
ટીકાર્થ : વસંતપુર નામનું નગર છે. તેમાં અરિમર્દન નામે રાજા હતો. તેને પ્રિયદર્શના નામની રાણી હતી. તે વસંતપુરની પાસે ભીમા નામની પલ્લી હતી. તેમાં ઘણા ભિલ્લ જાતિના ચોરો રહેતા હતા. તથા વિણજનો પણ રહેતા હતા. તે ચોરો હંમેશા પોતાની પલ્લીમાંથી નીકળી અરિમર્દન રાજાના સમગ્ર દેશને ઉપદ્રવિત કરતા હતા. એવો કોઈ પણ રાજાનો સામંત કે માંડલિક નહોતો કે જે તેઓને સાધે (જીતે) તેથી એકદા તે ભિલ્લોએ કરેલા સમગ્ર દેશના ઉપદ્રવને સાંભળીને ઘણા કોપના આવેશથી જેનું મન ભરાઈ ગયું છે એવો રાજા પોતે મોટી સામગ્રી કરીને તે ભિલ્લો તરફ ગયો. તે વખતે ભિલ્લો પલ્લીને મૂકીને તેની સન્મુખ થઈ યુદ્ધ કરવા લાગ્યા. રાજા પ્રબળ સેનાએ કરીને સહિત હોવાથી તે સર્વની અવગણના કરીને ઉત્સાહથી તેમને હણવા લાગ્યો. આ પ્રમાણે તેઓ હણાતા હતા ત્યારે કેટલાક ત્યાં જ મરણ પામ્યા, અને કેટલાક નાસી ગયા. પછી ક્રોધ પામેલા રાજાએ તે પલ્લી પોતે ગ્રહણ કરી. ત્યાં રહેલા વવણજ્રનો, ‘અમે ચોર નથી તેથી રાજા અમને શું કરશે ? (કાંઈ જ નહિ કરે)' એમ જાણી નાશી ગયા નહિ. પરંતુ રાજાએ તો તેમને પણ પકડાવ્યા. ત્યારે તેઓએ વિનંતિ કરી કે - ‘હે દેવ, અમે વણિક છીએ, ચોર નથી.' તે સાંભળીને રાજાએ કહ્યું, ‘તમે ચોરો થકી પણ અતિ અપરાધી છો, કે જે તમો અમારા અપરાધી ચોરો સાથે રહો છે.’ એમ કહીને તેમનો નિગ્રહ કર્યો. ગાથાનો અક્ષરાર્થ સુગમ હોવાથી પોતે જ કરી લેવો. ૧૨૫॥
હવે આ દૃષ્ટાંતને ધ્રુષ્ટાંતિકમાં યોજે છે :
मू.० - आहाकडभोईहिं, सह वासो तह य तव्विवज्जंपि ॥ दंसणगंधपरिकहा, भाविंति सुलूहवित्तिं पि ॥ १२६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org