________________
| | પ્રતિશ્રવણા વિષે રાજપુત્રનું દૃષ્ટાંત ||
(૧૦૩ મૂલાર્થ ? લાવનાર અને વાપરનાર કાયિક દોષવાળા છે, બીજાને વાચિક દોષ છે, ત્રીજાને માનસિક દોષ છે અને ચોથા ત્રણેયદોષથી રહિત એવો વિશુદ્ધ છે. ૧૨૩
ટીકાર્થ : અહીં આધાકર્મને જે પોતે જ લાવનાર છે, તથા લાવેલા આહારનું નિમંત્રણ કરવાથી જે ભોજન કરનાર છે તે બન્ને ‘વર્મા’ લાવવારૂપ અને ભોજન કરવારૂપ કાયક્રિયાએ કરીને તથા ‘તુ' શબ્દથી મન અને વચન વડે કરીને દોષવાળા છે. તથા “તું વાપર, હું નહિ વાપરૂ' એમ બોલનાર બીજાને વાચિક દોષ લાગે છે અને ઉપલક્ષણથી માનસિક દોષ પણ લાગે છે. તથા મૌન રહેલા ત્રીજાને એકલો માનસિક દોષ લાગે છે. તથા જે ચોથો (નિષેધ કરનાર) છે તે ત્રણેય દોષથી વિશુદ્ધ (રહિત) છે, તેથી સાધુએ નિરંતર ચોથા સાધુની જેવા જ થવું ૧૨૩
હવે દષ્ટાંતમાં કહેલા કુમારને જે દોષો ઉત્પન્ન થાય છે, તે દોષોને દેખાડીને દેખાડવા પૂર્વક) આધાકર્મનું ભોજન કરનાર સાધુને વિષે યોજે છે : मू.०- पडिसेवण पडिसुणणा, संवासऽणुमोयणाउ चउरो वि ॥
पियमारग रायसुए, विभासियव्वा, जइजणेऽवि ॥१२४॥ મૂલાર્થ : પિતાને મારનાર રાજપુત્રને વિષે પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના એ ચારે દોષ લાગે છે. તે જ પ્રમાણે સાધુજનને વિષે પણ તે ચારે દોષો કહેવા. ૧૨૪
ટીકાર્થ: પિતાને મારનાર રાજપુત્રને વિષે પ્રતિસેવન, પ્રતિશ્રવણ, સંવાસ અને અનુમોદના રૂપ ચારે દોષો ઘટે છે. તે આ પ્રમાણે - પિતાને મારવા માટે પોતે જ પ્રવૃત્ત થવાથી તેને પ્રતિસેવન દોષ લાગે છે. અમે તમારા સહાયકારક છીએ' એવા પોતાના સુભટોના વચનને અગીકાર કરવાથી પ્રતિશ્રવણ દોષ લાગે છે. તે સુભટોની જ સાથે એક ઠેકાણે વસવાથી સંવાસ દોષ લાગે છે અને તે સુભટોને વિષે બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. એ જ પ્રમાણે આધાકર્મને ખાનારા સાધુજનને વિષે પણ ચારે દોષો ‘વિપતિવ્યાઃ' યોજવા એટલે કહેવા. અહીં જે સાધુ પોતે આધાકર્મ લાવીને બીજાને સાથે જમે છે. તેમાં પ્રથમથી યોજના કરે છે. (ઘટાવે છે) - ગૃહસ્થના ઘરની આધાકર્મ લાવીને વાપરનારા તે સાધુને પ્રતિસેવન દોષ લાગે છે. ગૃહસ્થ આધાકર્મ ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરેલા સાધુને તેને ગ્રહણ કરવાનો જે સ્વીકાર તે પ્રતિશ્રવણ દોષ છે. તે આધાકર્મ લાવીને જેને સંવિભાગે કરીને આપે, તેની સાથે જે એકત્ર વસવાથી સંવાસ દોષ લાગે છે, અને તેનું જ બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. તથા વળી બીજાએ લાવેલા આધાકર્મી આહારને જે સાધુ નિમંત્રણ કરે સતે વાપરે છે, તેને પ્રથમ નિમંત્રણ કર્યા પછી અંગીકાર કરવાથી પ્રતિશ્રવણ દોષ લાગે છે, ત્યારપછી ભોજન કરવાથી પ્રતિસેવન દોષ લાગે છે. નિમંત્રણ કરનારની સાથે એકત્ર વસવાથી સંવાસ દોષ લાગે છે, અને તેનું બહુમાન કરવાથી અનુમોદના દોષ લાગે છે. તેથી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org