________________
૧૦૨)
|| શ્રી પિડનિક્તિગ્રંથનો અનુવાદ જેઓએ આવીને સમગ્ર વૃત્તાંત કહ્યો હતો, તેઓનું બહુમાન કર્યું.
હવે ગાથાના અક્ષરની યોજના આ પ્રમાણે “સત્થ' પોતાના સુભટો સાથે વિચાર “રાયસુખ ત્તિ' અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વિભક્તિ કરી છે તેથી તેનો અર્થ આ પ્રમાણે - રાજપુત્રે કરવાનો પ્રારંભ કર્યો. અહીં કરવાનો પ્રારંભ કર્યો એ અધ્યાહાર છે. તે વિચારમાં કેટલાકે કહ્યું કે “પિતાને મારવામાં અમે તમારા સહાયક છીએ'તથા' એ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. અને “ઘ' શબ્દ નહિ કહેલાના સમુચ્ચય માટે છે, અને તે ‘વ’ શબ્દ કેટલાકે તમે આ પ્રમાણે કરો એમ કહ્યું, એવો સમુચ્ચય કરે છે તથા વળી કેટલાક તો “તૂ ગાતા:' મૌન રહ્યા. આ ત્રણેને પણ પ્રતિશ્રવણ દોષ લાગે છે. પરંતુ જેઓએ રાજાને તે વૃત્તાંત જણાવ્યો, તેઓને “સા' તે પ્રતિશ્રવણા દોષ નથી. {/૧૨૧. આ જ અર્થને દાંતિકમાં જોડે છે : मू.०- भुंज न भुंजे भुंजसु, तइओ तुसिणीए भुंजए पढमो ॥
तिण्हंपि हु पडिसुणणा, पडिसेहंतस्स सा नत्थि ॥१२२॥ મૂલાર્થ : કોઈ સાધુ બીજા સાધુઓને કહે છે કે – “તમે આ વાપરો” ત્યારે પહેલાએ તે વાપર્યું, બીજાએ કહ્યું, “નહિ વાપરું, તમે વાપરો ત્રીજો મૌન રહ્યો. આમાં વાપર્યું પહેલાએ, પણ ત્રણેયને પ્રતિશ્રવણ દોષ લાગે છે, ચોથા નિષેધ કરનારને તે દોષ નથી. II૧૨રા
ટીકાર્થ અહીં કોઈ સાધુએ ચાર સાધુઓને આધાકર્મમાં નિમંત્રણ કર્યું કે - “તમે આ આહારને વાપરો, તેમાં આ પ્રમાણે નિમંત્રણ કરે સતે પહેલો સાધુ તેને વાપરે છે. બીજો કહે છે કે “હું નહિ વાપરું, તું વાપર.' ત્રીજો મૌનનો આશ્રય કરે છે તથા ચોથાએ તો નિષેધ કર્યો કે “સાધુઓને આધાકર્મ કલ્પ નહિ, તેથી હું નહિ વાપરું.’ તેમાં પ્રથમના ત્રણેયને પ્રતિશ્રવણ દોષ લાગે છે, અને ચોથાને નિષેધ કરવાથી ‘' તે પ્રતિશ્રવણા દોષ લાગતો નથી. અહીં કોઈ શંકા કરે કે – “આધાકર્મ ખાનારા પહેલા પ્રતિસેવન નામનો પહેલો જ દોષ લાગ્યો, તો પ્રતિશ્રવણ દોષ કેમ કહ્યો?” ઉત્તર - અહીં જ્યારે આધાકર્મને માટે નિમંત્રણ કરાયો સતો તે ભોજનને અંગીકાર કરે છે, તે વખતે હજુ સુધી (જયાં સુધી) પ્રતિસેવન કર્યું નથી, ત્યાં સુધી પ્રતિશ્રવણ દોષ લાગે છે અને ત્યારપછી જ્યારે વાપરે છે ત્યારે) પ્રતિસેવન દોષ લાગે છે, તેથી આમ કહેવામાં કાંઈ દોષ નથી. ૧૨રા હવે આ ખાનારા વગેરેને કયો કયો કાયિકાદિ દોષ લાગે છે? તે કહે છે मू.०- आणंत जगा कम्मणा उ बीयस्स वाइओ दोसो ॥
तइयस्स य माणसिओ, तीहि विसुद्धो चउत्थो उ ॥१२३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org