________________
/ પ્રતિશ્રવણા વિષે રાજપુત્રનું દૃષ્ટાંત /
(૧૦૧ મૂલાર્થઃ વળી જે સાધુઓ આધાકર્મને પીરસે (આપ) છે. અથવા પાત્રને ધારણ કરે છે, તેઓ પણ તીવ્ર કર્મવડે બંધાય છે, તો પછી તેને ખાનારા બંધાય તેમાં તો શું કહેવું? I૧૨ના
ટીકાર્થ : અહીં ચોરોને જેઓ માર્ગમાં મળ્યાં, અથવા ભોજનને સમયે જે પથિકો મળ્યા, તેમાં પણ જેઓ માત્ર પીરસવાને અથવા માત્ર ભાજનને ધારણ કરતા હતા, તેમને પણ કૂજકોએ આવીને બાંધ્યા. અને મારી નાંખ્યા. એ જ પ્રમાણે અહીં પણ જે સાધુઓ અન્ય સાધુઓને આધાકર્મ પીરસે છે, અથવા પાત્રને વિષે ધારણ કરે છે. તેઓ પણ “તિન' જેનો વિપાક દુઃસહ છે એવા નરકાદિક ગતિના હેતુરૂપ કર્મ વડે બંધાય છે, તો પછી આધાકર્મને જમનારાને બંધાય તેમાં તો શું કહેવું? તેથી કરીને આ દોષના ભયથી સાધુઓને પીરસવાદિ માત્ર પણ આધાકર્મનું પ્રતિસેવન કરવું યોગ્ય નથી. અહીં ચોરના સ્થાનવાળા આધાકર્મનું નિમંત્રણ કરનાર સાધુ જાણવા. ગોમાંસભક્ષક પથિક ચોરના સ્થાને પોતે ગ્રહણ કરેલા અને નિયંત્રિત કરેલા આધાકર્મને ખાનારા સાધુઓ જાણવા, ગોમાંસને પીરસનાર આદિના સ્થાને આધાકર્મને પીરસનાર વગેરે સાધુઓ જાણવા, ગોમાંસના સ્થાનવાળું આધાકર્મ જાણવું. માર્ગના સ્થાનવાળો મનુષ્યજન્મ જાણવો, કૂજકના સ્થાને કર્યો જાણવા અને મરણના સ્થાનવાળું નરકાદિકમાં પડવું તે જાણવું. //૧૨ના હવે પ્રતિશ્રવણ સંબંધી પૂર્વે કહેલું રાજપુત્રનું દૃષ્ટાંત કહે છે – मू.०- सामत्थण रायसुए, पिइवहण सहाय तह य तुण्हिक्का ॥
तिण्हंपि हु पडिसुणणा, रण्णा सिट्ठम्मि सा नत्थि ॥१२१॥ મૂલાર્થ: રાજપુત્રે પોતાનાં સુભટો સાથે વિચાર કર્યો. તેમાં કેટલાકે કહ્યું કે પિતાના વધમાં અમે સહાય કરનારા છીએ, તથા બીજાએ કહ્યું કે – એ પ્રમાણે કર, અને કેટલાક તો મુંગા જ રહ્યા. આ ત્રણેને પ્રતિક્ષવણ દોષ લાગ્યો, પરંતુ જેઓએ રાજાને આ વાત કહી, તેઓને તે દોષ નથી. ૧૨ /
ટીકાર્થઃ ગુણસમૃદ્ધ નામનું નગર છે. તેમાં મહાબળ નામે રાજા હતો. તેને શિલા નામની રાણી હતી. તેમને વિજિતસમર નામનો મોટો કુમાર હતો તેણે રાજય ગ્રહણ કરવાની ઇચ્છાથી પિતાને વિષે દુષ્ટ આશયવાળો થઈ વિચાર કર્યો કે – “મારો આ પિતા વૃદ્ધ થયો છતાં પણ મરતો નથી, તેથી નિશ્ચયે તે દીર્ધાયુ સંભવે છે. તેથી મારા સુભટોને સહાયરૂપ કરીને તેને મારી નાખું.” આ પ્રમાણે વિચારીને પોતાના સુભટો સાથે મંત્રણા કરવા લાગ્યો. તે વખતે કેટલાક સુભટોએ કહ્યું કે, “અમે તમને સહાય કરનારા છીએ.” બીજાં કેટલાકે કહ્યું કે – એ પ્રમાણે કરો. વળી કેટલાક તો મૌન જ રહ્યા. જ્યારે બીજા કેટલાકે ચિત્તમાં નહિ સ્વીકારતાં તે સમસ્ત વૃત્તાંત રાજાને પણ જણાવ્યો. તે સાંભળીને રાજાએ “જેઓએ સહાય કરવાનું કહ્યું હતું અને જેઓએ એમ કરો એમ કહ્યું હતું તથા જેઓ મુંગા રહ્યા હતા તે સર્વને અને તેના મોટા કુમારને પણ યમરાજના મુખમાં નાખ્યા, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org