________________
૧૦૦) . II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ
ટીકાર્થ પ્રતિસેવનનું ઉદાહરણ ચારો છે, પ્રતિશ્રવણનું તો રાજપુત્ર છે, અહીં રાજપુત્રના ઓળખીતા બીજા પુરુષો જાણવા, સંવાસને વિષે “પક્કી' પલ્લીમાં રહેનારો વણિજનો અને અનુમોદનાને વિષે રાજદુષ્ટ એટલે રાજદુષ્ટના ઉપલક્ષિત ઓળખીતા રાજદુષ્ટની પ્રશંસા કરનારા જાણવા. [૧૧૮ તેમાં પ્રથમ પ્રતિસેવન સંબંધી સ્તનનું - ચોરનું દૃષ્ટાંત કહે છે : मू.०- गोणीहरण सभूमी, नेऊणं गोणिओ पहे भक्खे ॥
निव्विसया परिवेसण, ठिया वि ते कूविया घत्थे ॥११९॥ મૂલાર્થઃ ગાયોનું હરણ કરી પોતાની ભૂમિમાં લઈ જઈ માર્ગમાં ગાયોને ખાવા લાગ્યા, તેવામાં કૂજકોએ આવી જમનારા, પીરસનારા અને ત્યાં રહેલા બીજાને પણ ગ્રહણ કર્યાં – પકડ્યાં. [૧૧લા.
ટીકાર્થ : અહીં ગાથાના અક્ષરની યોજના (અર્થ) સુગમ હોવાથી પોતે જ કરી લેવી. વિશેષ એ કે - “નિવિશ:' જમનારા. અહીં ‘નિસ્' ઉપસર્ગપૂર્વક “વિશ' ધાતુનું ભોજન અર્થમાં વર્તવાપણું છે. તે વિષે કહ્યું છે કે ‘નિર્વેશ ૩vપો : ચા” (નિર્વેશ એટલે ઉપભોગ ભોજન) જૂના:' પડકાર આપનારા-ગાયોને પાછી વાળનારા (કોટવાળો) “પત્થ’ ગ્રહણ કર્યા.
કથાનકને કહે છે. અહીં કોઈ ગામમાં ઘણા સ્તનો છે. તેઓ એકદા કોઈક નગરમાંથી ગાયોનું હરણ કરી પોતાના ગામની સન્મુખ ચાલ્યા જતા એવા તેઓને માર્ગમાં બીજા કેટલાક પથિક (વટેમાર્ગ) ચોરો મળ્યા, તેથી તેઓ પણ તેમની સાથે ચાલ્યા. ચાલતા સતા પોતાના દેશને પામ્યા. તે વખતે આપણે સ્વદેશમાં આવ્યા એમ જાણી નિર્ભય થઈ ભોજનની વેળા થવાથી કેટલીક ગાયોને મારી ભોજનને માટે તેનું માંસ પકાવવા લાગ્યા. આ વખતે કેટલાક પથિકો પણ આવ્યા ત્યારે તેમને પણ તે ચોરોએ ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યાર પછી ગાયનું માંસ પક્વ થયું ત્યારે કેટલાએક ચોરો અને પથિકો ભોજન કરવા પ્રવર્યા. અને કેટલાએક ગોમાંસનું ભક્ષણ કરવું એ તો મોટું પાપ છે – એમ જાણી ભોજન કરવા પ્રવર્યા નહિ કેવળ બીજાઓને પીરસવા લાગ્યા. આ અવસરે માનરહિત ખુલ્લા તીક્ષ્ણ ખડગને ધારણ કરનારા ભયંકર મૂર્તિવાળા કૂજકો-કોટવાળો આવ્યા. તેમણે ખાનારા અને પીરસનારા સર્વેને પકડ્યા. તેમાં જે પથિકો માર્ગમાં મળ્યા હતા તેઓ “અમે તો પથિક છીએ' એમ કહેતા સતા પણ ચોરોએ આણેલા ગોમાંસના ભક્ષણ અને પીરસવામાં પ્રવૃત્ત થએલા હોવાથી ચોરની જેમ દુષ્ટ છે એમ માનીને પકડ્યા અને મારી નાખ્યાં. /૧૧૯ આ અર્થને જ દષ્ટાંન્તિકમાં જોડે છે : मू.०- जेऽविय परिवेसंती, भायणाणि धरंति य ॥
तेऽवि बझंति तिव्वेण, कम्मुणा किमु भोइणो ? ॥१२०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org