________________
૯૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ દૂર કરવા માટે બીજાએ આણેલા આધાકર્મને વાપરવામાં પ્રતિસેવના દોષને કહે છે -- मू.०- अन्नेणाहाकम्मं, उवणीयं असइ चोइओ भणइ ॥
परहत्थेणंगारे, कड्ढतो जह न डज्झइ हु ॥११४॥ एवं खु अहं सुद्धो, दोसो देंतस्स कूडउवमाए ॥
समयत्थमजाणतो, मूढो पडिसेवणं कुणइ ॥११५॥ મૂલાર્થઃ બીજાએ આણેલા આધાકર્મને કોઈ વાપરે, તેને કોઈ પ્રેરણા કરે ત્યારે તે કહે છે કે - “જેમ બીજાના હાથે અંગારા કઢાવતાં પોતે બળતો નથી ૧૧૪ તેમ હું શુદ્ધ જ છું, દેનારાને જ દોષ લાગે છે.” આ પ્રમાણે ખોટી ઉપમાએ કરીને સિદ્ધાંતનાં અર્થને નહિ જાણતો મૂઢ પ્રતિસેવનાને કરે છે ||૧૧પ.
ટીકાર્થ : ‘અચેન' બીજા સાધુએ ભક્તાદિક આધાકર્મને ‘૩૫નીત' ગૃહસ્થના ઘરથી આણીને આપ્યું, તેને જે સાધુ વાપરે છે. તે પ્રતિસેવનાને કરે છે, એમ સંબંધ જાણવો. તે આધાકર્મને આરોગનાર સાધુને કોઈ બીજા સાધુએ - અહો ધિક્કાર છે. અમે તો નિંદીએ છીએ કે - આપની જેવા વિદ્વાન અને સંયમી છતાં પણ આધાકર્મને વાપરો છો? એમ વિતઃ' વિક્ષેપ (પ્રેરણા) કરાયે સતે (ત સાધુ) પ્રત્યુત્તર આપે છે કે - “મેં સ્વયંગ્રહણ કર્યું નહિ હોવાથી મને કાંઈપણ દોષ નથી. કેમકેજે (સાધુ) પોતે આધાકર્મને ગ્રહણ કરીને વાપરે તેને જ દોષ લાગે છે. પરંતુ જે બીજાએ આણેલું વાપરે, તેને કાંઈ પણ તે દોષ લાગતો નથી.” તે ઉપર (તે સાધુ) દૃષ્ટાંત કહે છે કે – “જેમ બીજાના હાથ વડે આંગારાને કઢાવતો મનુષ્ય પોતે બળતો નથી, એજ પ્રમાણે આધાકર્મનું ભોજન કરનાર હું પણ” “પુ' નિશ્ચયે શુદ્ધ જ છું. પોતાના હાથે અંગારા ખેંચતા એવા બીજાને જ બળવાનું થાય છે તેમ તે દોષ તો દેનારને જ લાગે. ‘વં' આ પ્રમાણે ‘શૂટયા ૩૫મયા ખોટા દૃષ્ટાંત વડે કરીને
સમયાર્થ” ભગવાનના પ્રવચનરૂપી ઉપનિષદને ‘નરૂ કામો, પfપવો હોર્ તસ્ય નિયમેvi | પાળવષે વયો , વય રોકાર્ડ વેવ' જેને માટે પ્રાણીના વધવાળો આરંભ થાય છે, તેને અવશ્ય પ્રાણીવધ થવાથી વ્રતભંગ થાય છે, અને વ્રતભંગ થવાથી દુર્ગતિ જ થાય છે. /૧૫ ઇત્યાદિ સ્વરૂપવાળા રહસ્યને નહિ જાણતો અને તેથી કરીને જ મૂઢ એવો તે પ્રતિસેવન કરે છે ૧૧૪૧૧પો આ પ્રમાણે પ્રતિસેવનાનું સ્વરૂપ કહ્યું. હવે પ્રતિશ્રવણાનું સ્વરૂપ કહે છે : मू.०- उवओगम्मि य लाभं, कम्मग्गाहिस्स चित्तरक्खट्ठा ॥
आलोइए सुलद्धं, भणइ भणंतस्स पडिसुणणा ॥११६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org