________________
| | પ્રતિસેવના નામનું સ્વરૂપ છે. કદાચ મનોજ્ઞ આહારના ભોજનને લીધે દાઢના ભેદાવાથી (દાઢના રસથી) પોતે પણ પાક કરે કે કરાવે. તેથી કરીને સર્વથા આધાકર્મનું ભોજન કરવું જ નહિ એમ સિદ્ધ થયું ૧૧૧
આ પ્રમાણે આત્મકર્મ એ નામ કહ્યું. હવે પ્રતિસેવના વગેરે નામો કહેવા લાયક છે. તે નામો આત્મકર્મ એ નામના અંગાણાએ કરીને પ્રવર્તેલા છે. તેથી તેઓનું આત્મકર્મ એ નામનું અંગપણું અને પરસ્પર ગુરુલઘુની વિચારણા કરવાને ઇચ્છતા ગ્રંથકાર આ ગાથાને કહે છે : मू.०- अत्तीकरेइ कम्मं, पडिसेवाईहिं तं पुण इमेहि ॥
तत्थ गुरू आइपयं, लहु लहु लहुगा कमेणियरे ॥११२॥ મૂલાર્થઃ વળી તે કર્મને આ પ્રતિસેવનાદિ વડે આત્માને આધીન (પોતાનું) કરે છે. તેમાં પહેલું પદ ગુરુ છે, અને બીજાં ત્રણ પદ અનુક્રમે લઘુ, લઘુ અને લધુ છે. ll૧૧રી
ટીકાર્થ : વળી તે જ્ઞાનાવરણીયાદિક પરના (અન્યના) કર્મને ‘નાત્મીકરોતિ' પોતાને આધીન (પોતાના સંબંધી) કરે છે. “f:' આ એટલે જેનું સ્વરૂપ હમણાં કહેવાશે એવા પ્રતિસેવનાદિક દ્વારા (પરના કર્મને) પોતાનું કરે છે. તેથી કરીને પ્રતિસેવનાદિક વિષયવાળું આધાકર્મ પણ પ્રતિસેવનાદિક નામ કહેવાય છે. ‘તત્ર' તે પ્રતિસેવનાદિક ચારેને મળે ‘ગઢિપર્વ પ્રતિસેવના નામનું પહેલું પદ ‘ગુરુ મહા દોષવાળું છે, અને ‘શેષાળિ' બાકીના પ્રતિશ્રવણાદિક ત્રણ પદો તો અનુક્રમે લઘુ, લઘુ અને લઘુક જાણવા. પ્રતિસેવનાની અપેક્ષાએ પ્રતિશ્રવણાપદ લઘુ એટલે થોડા દોષવાળું છે. પ્રતિશ્રવણથકી પણ સંવાસનપદ લઘુ છે, અને સંવાસનથકી પણ અનુમોદનપદ લઘુ (થોડા દોષવાળું) છે. [૧૧૨ા
હવે તે જ પ્રતિસેવનાદિક (ચાર)ના સ્વરૂપને અને દૃષ્ટાંતોને પ્રતિપાદન કરવાને ઇચ્છતા સતા તેના વિષયવાળી પ્રતિજ્ઞાને કહે છે: मू.०- पडिसेवणमाईणं, दाराणऽणुमोयणावसाणाणं ॥
जहसंभवं सरूवं, सोदाहरणं पवक्खामि ॥११३॥ મૂલાર્થ પ્રતિસેવનાને આરંભીને અનુમોદના પર્વતના દ્વારોના યથાસંભવ સ્વરૂપને ઉદાહરણો સહિત હું કરીશ /૧૧૩
ટીકાર્થ પ્રતિસેવનાદિક અનુમોદના પર્વતના દ્વારા સંબંધીના “વાસંપર્વ' જેનું જેમ સંભવતું હોય તેમ તેના સ્વરૂપને “સોદાહર' દષ્ટાંત સહિત હું કરીશ //૧૧૩
તેમાં પ્રથમ પ્રતિસેવનાનું સ્વરૂપ કહેવા લાયક છે. તેમાં પણ જે સાધુ આધાકર્મને પોતે જ લાવીને વાપરે છે, તે આધાકર્મનો પ્રતિસવી (સેવન કરનાર) પ્રસિદ્ધ જ છે. કેવળ અહીં તો જેઓ એમ માને છે કે – બીજાએ આણેલા આધાકર્મને વાપરવાથી કાંઈ દોષ લાગતો નથી. તેના મતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org