________________
૯૬)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ આત્મકર્મનું કરવું ઘટી શકે. પરંતુ અશુભ અધ્યવસાયપણાથી ઘટી શકે છે. તે કારણ માટે સાધુએ આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવને પ્રયત્નથી વર્જવો. પરાક્રમને પોતાના કર્મરૂપ કરે છે. એ વાક્યનો ભાવાર્થ પ્રથમ જ કહી ગયા છીએ કે – પરનું એટલે પાચકાદિકનું જે કર્મ તેને પોતાના કર્મરૂપ કરે છે. અર્થાત્ તે કર્મને પોતાને વિષે પણ કરે છે. તેથી કરીને કાંઈ પણ દોષ આવતો નથી. આધાકર્મનું ગ્રહણ કે ભોજન કરવાથી પરકર્મ આત્મકર્મકરણ થાય છે, અન્યથા થતું નથી. તેથી કરીને ઉપચારથી જે આધાકર્મ તે આત્મકર્મ કહેવાય છે ૧૧૦
શંકા જ્યારે તે આધાકર્મને પોતે કરે, અથવા બીજા પાસે કરાવે, અથવા કરેલાની અનુમોદના કરે ત્યારે ભલે દોષ થાઓ, પરંતુ જ્યારે પોતે કરતો નથી, કરાવતો પણ નથી અને અનુમોદતો પણ નથી ત્યારે તે ગ્રહણ કરવામાં શો દોષ છે? આ શંકાનો ઉત્તર આપે છે કે :
मू.०- कामं सयं न कुव्वइ, जाणंतो पुण तहावि तग्गाही ॥
वड्ढेइ तप्पसंगं, अगिण्हमाणो उ वारेइ ॥१११॥ મૂલાર્થઃ બરાબર છે. જો કે તે પોતે કરતો નથી, તે પણ જાણતા છતાં તેને ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે, અને ગ્રહણ નહિ કરતો સતો તેના પ્રસંગને નિવારે છે. [૧૧૧
ટીકાર્થ: ‘ા' આ (તારું કહેવું) અમને સંમત છે. જો કે – પોતે આધાકર્મને કરતો નથી, અને ઉપલક્ષણથી કરાવતો પણ નથી, તો પણ “આ મારે માટે બનાવેલું છે' એમ જાણતો સતો જો આધાકર્મને ગ્રહણ કરે તો તેને ગ્રહણ કરનાર (સાધુ) “તત્વ' તે આધાકર્મને ગ્રહણ કરવાના પ્રસંગને વધારે છે. તે આ પ્રમાણે : જયારે તે સાધુ આધાકર્મને જાણતો સતો ગ્રહણ કરે છે, ત્યારે અન્ય સાધુઓની અને દાતાઓની એવી બુદ્ધિ ઉત્પન્ન થાય કે – “આધાકર્મનું ભોજન કરવામાં કાંઈપણ દોષ નથી, અન્યથા (દોષ હોય તો) તે સાધુએ જાણવા છતાં પણ કેમ ગ્રહણ કર્યું ?' ત્યારપછી આ પ્રમાણે તેઓની બુદ્ધિ ઉત્પન્ન થયે સતે સંતતિ વડે (પરંપરાએ) સાધુઓને આધાકર્મનું ભોજન કરવાથી ચિરકાળ સુધી છજીવનિકાયનો જે વિઘાત થાય તે સર્વ પરમાર્થથી તેના વડે પ્રવર્યો કહેવાય. પરંતુ જે (સાધુ) ગ્રહણ કરતો નથી, તે એવા પ્રકારના પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. કેમકે - પ્રવૃત્તિનો જ અભાવ છે. તે વિષે (મૂળમાં) કહ્યું છે કે – 'મણિમાળો ૩ વારે’ આધાકર્મને નહિ ગ્રહણ કરનારો તે પ્રસંગની વૃદ્ધિને નિવારે છે. તેથી કરીને અતિપ્રસંગ નામના દોષના ભયથી (સાધુએ) કરવું, કરાવવું, એ દોષરહિત એવું પણ આધાકર્મ ભોગવવું નહિ-વાપરવું નહિ. વળી બીજું એ કે જાણતો સતો પણ સાધુ તે આધાકર્મને ભોગવવાથી અવશ્ય અનુમોદના કરે છે. કેમકે અનિષદ એટલે જ અનુમોદના, ‘અપ્રતિપમનુમતમ્' જેનો પ્રતિષેધ કર્યો ન હોય તે અનુમતિવાળું કહેવાય છે. એવો વિદ્વાનનો પ્રવાદ છે. તેથી કરીને આધાકર્મનું ભોજન કરવામાં નિશ્ચયે અનુમોદના દોષનો અનિવારિત પ્રસાર પ્રાપ્ત થાય છે. વળી બીજું એ કે - આ પ્રમાણે આધાકર્મનું ભોજન કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org